- વાપીમાં મળ્યું 500ની દરનું જૂનું ભારતીય ચલણ
- 500 રૂપિયાની 600 નોટ સાથે યુવક ઝડપાયો
- 3 લાખના મૂલ્યની નોટ પોલીસે કરી જપ્ત
વાપીઃ વાપી ટાઉન પોલીસે 24મી જાન્યુઆરીએ રાત્રે મોરાઈ ફાટક પર પેટ્રોલીંગ દરમિયાન દમણ તરફથી આવેલા એક બાઇક ચાલકને અટકાવી તેના થેલામાં તપાસ કરી હતી જેમાંથી 4 વર્ષ પહેલાં નોટબંધીમાં બંધ થયેલી 500 રૂપિયાની 600 નોટ એટલે કે 3 લાખની રકમ મળી આવી હતી. જે બાદ પોલીસે યુવકની પૂછપરછ કરી ઇન્કમટેક્સ વિભાગને જાણકારી આપી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે વાપી ડિવિઝનના DYSP વી. એમ. જાડેજાએ જણાવ્યું હતું કે, 500ના દરની જૂની ભારતીય ચલણની નોટ સાથે પકડાયેલા ઇસમ મૂળ ધરમપુર નજીકના ગામનો રહેવાસી છે. પોલીસ ચેકીંગ દરમિયાન મોરાઈ ફાટક પાસેથી તેના થેલામાં આ નોટના બન્ડલ હતાં.વાપીમાં પોલીસે એક ઈસમ પાસેથી 500 રૂપિયાની જૂની નોટો જપ્ત કરી
500ના દરની 600 નોટ જપ્ત કરી
જે અંગે પોલીસે યુવક પ્રકાશ વળવીને વાપી પોલીસ મથકે લાવી તેના કબ્જામાં રહેલી 500ના દરની 600 નોટ કે જેનું મૂલ્ય 3 લાખ થાય છે, તે તેમજ યુવકનું બાઇક, મોબાઈલ કબ્જે લઈ ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી છે.
ઇન્કમટેક્સ વિભાગને કરી જાણ
સામાન્ય સંજોગોમાં આ પ્રકારે જ્યારે પણ ભારતીય ચલણ જૂનું કે નવું પકડાતું હોય છે ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ આ અંગે IPC મુજબ કોઈ ગુનો બને છે કે કેમ તેની તપાસ કરી ઇન્કમટેક્સ વિભાગને જાણ કરે છે. વાપી પોલીસે પણ ઈસમ પાસેથી નોટ જપ્ત કરી આ ઘટના અંગે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી છે.વાપીમાં પોલીસે એક ઈસમ પાસેથી 500 રૂપિયાની જૂની નોટો જપ્ત કરી
IPC કલમ મુજબ કાર્યવાહી
ધરમપુરમાં રહેતો પ્રકાશ વળવી પ્રતિબંધિત ભારતીય ચલણી નોટ ક્યાંથી લાવ્યો છે અથવા તો તેને કોણે આપી છે તે બાબતે તપાસ શરૂ કરી તમામ માહિતી મેળવી પોલીસે આ વિગતો ઇન્કમટેક્સ વિભાગને આપી દિશા નિર્દેશ અને IPC કલમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
દમણના ઇસમે આપી હતી જૂની નોટ
ઉલ્લેખનીય છે કે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ પ્રકાશ પાસે મળેલી જૂની 500ના દરની નોટ તેને દમણના એક પ્રતિષ્ઠિત વ્યક્તિએ નવા ચલણમાં ટ્રાન્સફર કરવા આપી હતી. પરંતુ તે જૂની નોટના બદલે નવી નોટ મેળવી શક્યો નહોતો એટલે એ નોટ તેની પાસે જ પડી રહી હતી. જેનો તે અન્ય કોઈ યુક્તિ પ્રયુક્તિથી નિકાલ કરે તે પહેલાં જ પોલીસ ચેકીંગમાં ઝડપાઇ ગયો હતો.