- રાજ્યમાં કોરોનાના વધી રહ્યો છે વ્યાપ
- વાપીમાં પોલીસ દ્વારા કરવામાં આવ્યું નાઇટ કરફ્યૂનુ પાલન
- વેપારીઓ પણ વેપાર-ધંધા બંધ કરી ચાલ્યા ઘરે
વાપી : જિલ્લાના વલસાડ કલેક્ટના આદેશ બાદ રાત્રે 8 વાગ્યે બજારોમાં વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી ઘરની વાટ પકડી હતી. જો કે કેટલાક વેપારીઓએ નાઈટ કરફ્યૂનું પાલન નહીં કરતા તેવા વેપારીઓની દુકાનો પોલીસે બંધ કરાવી હતી.
આ પણ વાંચો : લોકડાઉન દરમિયાન વાપીમાં આપઘાતના બે બનાવ, યુવતીનું મોત
પોલીસે કડકાઈ સાથે કરાવ્યો નાઇટ કરફ્યૂનો અમલ
નાઈટ કરફ્યૂનુ પાલન કરાવતા મુખ્ય બજારોમાં ખરીદી કરવા નીકળેલા વાહન ચાલકો પાસેથી પણ પોલીસે દંડ વસુલ્યા હતા. વાહન ચાલકોએ આડેધડ વાહનો પાર્ક કર્યા હોય તેવા વાહન ચાલકો સામે વાપી ટાઉન પોલીસે કાયદાનો દંડો ઉગામ્યો હતો. જો કે મોટેભાગે વેપારીઓએ સ્વૈચ્છિક પોતાની દુકાનો બંધ કરી નાઈટ કરફ્યૂની અમલવારી કરી હતી. જ્યારે કેટલાક વેપારીઓએ 8 વાગ્યા બાદ પણ દુકાનો ખુલી રાખતા તેવા વેપારીઓ સામે પોલીસે સખ્તાઈ બતાવી દુકાનો બંધ કરાવી હતી.