વલસાડ: દિલ્હીના નિજામુદ્દીન મરકજ તબલગી જમાતના કાર્યક્રમને કારણે ઘણા રાજ્યોના સરકારની ઊંઘ ઉડાડી દીધી છે. જેને લઈને વલસાડ જિલ્લામાંથી પણ લોકો ત્યાં ગયા હોવાના અહેવાલ સામે આવ્યા હતાં. જેને કારણે જિલ્લાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે.
જિલ્લા આરોગ્ય દ્વારા રાત્રેજ નિજામુદ્દીન મુદ્દાને લગતા લોકોની મુલાકાત લીધી હતી. પરંતુ આ તમામ લોકો દિલ્લી ગયા ન હતા. જેથી તેમની સાવચેતી રૂપે તેમને ઘર માંથી બહાર ના નીકળવા અંગેની સૂચના આપવામાં આવી છે.અમુક લોકો આઉટ સ્ટેટ લોકો હોવાથી જે ગુજરાતમાં આવ્યા છે. તે 12 લોકોને કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે દિલ્હી નિજમુદ્દીન મરકજ માં ગયેલા વલસાડના વધુ લોકો પણ હોવાની શક્યતા છે ત્યારે સમગ્ર બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટિમ વધુ સક્રિય બની છે. હજુ પણ આવા લોકોની સર્વે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.