ETV Bharat / state

વરસાદે કરી નાખ્યું રમણભમણ, વાહનચાલકોએ પણ ટ્રાફિક જવાન સાથે કરી માથાકૂટ - મધુબન ડેમમાં નવા પાણીની આવક

વલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ (Heavy Rain in Valsad) પડ્યો હતો. આના કારણે અનેક જગ્યાએ ટ્રાફિકજામના દ્રશ્યો (Traffic jam due to rain) જોવા મળ્યા હતા. સાથે જ વાહનચાલકોએ હેરાન (Annoying drivers in Valsad) થવાનો પણ વારો આવ્યો હતો.

વરસાદે કરી નાખ્યું રમણભમણ, વાહનચાલકોએ પણ ટ્રાફિક જવાન સાથે કરી માથાકૂટ

author img

By

Published : Jul 14, 2022, 9:24 AM IST

વલસાડઃ વાપીમાં બુધવારે પણ મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત્ (Heavy Rain in Valsad) રહી હતી. વાપીમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસતા ટ્રાફિકજામ સર્જાયો (Traffic jam due to rain) હતો. જ્યારે જિલ્લામાં સરેરાશ 12 કલાકમાં 2 થી 7 ઈંચ વરસાદ વરસતા ફરી એક વાર જળબંબાકાર સ્થિતિનું નિર્માણ થયું હતું. ટ્રાફિકજામના કારણે વાહનચાલકોએ હેરાન થવાનો વારો (Annoying drivers in Valsad) આવ્યો હતો.

વાહનચાલકો ટ્રાફિક જવાનો સાથે માથાકૂટ કરતા જોવા મળ્યા

6 દિવસથી અવિરત વરસાદ - જિલ્લામાં સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધીમાં સાર્વત્રિક 2થી 7 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તો, સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં 4 ઈંચ અને દમણમાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે સાર્વત્રિક 2 ઈંચથી 7 ઈંચ જેટલું અકાશી પાણી વરસ્યું હતું. જિલ્લામાં છેલ્લા 6 દિવસથી પડી રહેલો વરસાદ વિરામ લેવાનું નામ નથી લેતો. આના કારણે જિલ્લાના તમામ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. ત્યારે બુધવારે વલસાડ જિલ્લામાં વાપી સહિત તમામ તાલુકાઓમાં અને સંઘપ્રદેશ દાદરાનગર હવેલી, દમણમાં સાર્વત્રિક 2 ઈંચથી 7 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

વાહનચાલકો ટ્રાફિકજામમાં અટવાયા
વાહનચાલકો ટ્રાફિકજામમાં અટવાયા

વાહનચાલકો ટ્રાફિક જવાનો સાથે માથાકૂટ કરતા જોવા મળ્યા - વાપીમાં સવારથી જ વરસતા વરસાદને પગલે તમામ મુખ્ય માર્ગો પર ટ્રાફિકજામ (Traffic jam due to rain) સર્જાયો હતો. વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ (Traffic jam due to rain) રહ્યા હતા. એમાં પણ વાપી દમણને જોડતા રેલવે ઓવરબ્રિજ પર વાહનોની કતારો (Traffic Jam at Daman Railway Overbridge) લાગી હતી. જેને યથાવત્ કરવા ટ્રાફિક જવાનો વરસતા વરસાદમાં ફરજ બજાવી રહ્યા હતા. જોકે, અકળાયેલા વાહનચાલકો ટ્રાફિકજામના કારણે ટ્રાફિક જવાનો સાથે માથાકૂટ કરતા જોવા (Annoying drivers in Valsad)મળ્યા હતા.

વાહનચાલકો ટ્રાફિકજામમાં અટવાયા
વાહનચાલકો ટ્રાફિકજામમાં અટવાયા

આ પણ વાંચો-વરસાદના કારણે આ પ્રવાસન કેન્દ્ર રહેશે બંધ, વહીવટી તંત્રએ આપી સૂચના

કપરાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ - જિલ્લામાં બુધવારે વહેલી સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીના આંકડા જોઈએ (Heavy Rain in Valsad) તો, ઉમરગામ તાલુકામાં 88 મિમી, કપરાડા તાલુકામાં 161 મિમી, ધરમપુર તાલુકામાં 95 મિમી, પારડી તાલુકામાં 90 મિમી, વલસાડ તાલુકામાં 50 મિમી, વાપી તાલુકામાં 100 મિમી. જ્યારે સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં 93 મિમી, દમણમાં 55 મિમી વરસાદ વરસ્યો હતો.

6 દિવસથી અવિરત વરસાદ
6 દિવસથી અવિરત વરસાદ

આ પણ વાંચો- Rain in Rajkot : ડેમના દરવાજા ખોલતા આસપાસના ગામોને કરાયા એલર્ટ

જનજીવન અસ્તવ્યસ્ત - આ તરફ મધુબન ડેમમાં પણ પાણીની આવક (New water inflow in Madhuban Dam) રહેતા ડેમના 10 દરવાજા 2.8 મીટર સુધી ખૂલ્લા રાખવામાં આવ્યા હતા. સાથે જ 84,656 ક્યૂસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. મધુબન ડેમનું રૂલ લેવલ 70.65 મીટર સ્થિર છે. ડેમમાં હજી પણ 1,19,608 ક્યૂસેક નવા પાણીની આવક થઈ રહી છે. જોકે, જિલ્લામાં 6 દિવસથી સતત વરસાદી હેલી વરસતી હોય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.