ETV Bharat / state

વલસાડમાં સામાજિક સંસ્થાએ નજીવી કિંમતે ગણેશજીની 200 મૂર્તિનું વિતરણ કર્યું

આવતીકાલે ગણેશ ચતુર્થી છે. ત્યારે વલસાડમાં ધર્મ જાગરણ સમિતિએ ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં વિવિધ કાર્યક્રમ યોજ્યા હતા, જેમાં 200થી વધુ ગામના મંડળોને ગણેશજીની મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું હતું. હિન્દુ ધર્મના પ્રચાર પ્રસાર અને હિન્દુ સંસ્કૃતિની જાળવણીના ઉદ્દેશ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.

વલસાડમાં સામાજિક સંસ્થાએ નજીવી કિંમતે ગણેશજીની 200 મૂર્તિનું વિતરણ કર્યું
વલસાડમાં સામાજિક સંસ્થાએ નજીવી કિંમતે ગણેશજીની 200 મૂર્તિનું વિતરણ કર્યું
author img

By

Published : Sep 9, 2021, 10:00 AM IST

  • વલસાડમાં ધર્મ જાગરણ સમિતિએ 200થી વધુ ગણેશજીની મૂર્તિનું વિતરણ કર્યું
  • હિન્દુ ધર્મના પ્રચાર પ્રસાર અને હિન્દુ સંસ્કૃતિની જાળવણીના ઉદ્દેશ સાથે મૂર્તિનું વિતરણ
  • ગણેશજીની મૂર્તિની સાથે ગણેશજીની આરતીની ચોપડી પણ આપવામાં આવી

વલસાડઃ જિલ્લામાં ધર્મ જાગરણ સમિતિ ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં સનાતન હિંદુ ધર્મનો પ્રચાર પ્રસાર થાય અને હિંદુ સંસ્કૃતિ જળવાઈ રહે તેવા હેતુથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરતી રહે છે, જે અંતર્ગત ગણેશ ઉત્સવ નિમિત્તે 200થી વધુ ગામોના મંડળોને ગણેશજીની મૂર્તિ, આરતીની ચોપડી, હનુમાન ચાલીસા સહિતની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. હિન્દુ ધર્મના પ્રચાર પ્રસાર અને હિન્દુ સંસ્કૃતિની જાળવણીના ઉદ્દેશ સાથે ધરમપુરના મહારાણા હોલમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

આ પણ વાંચો- જાણો, શા માટે કેવડા ત્રીજના દિવસે મહાદેવ પર કેવડાની સાથે અર્પણ થાય છે તેનું પુષ્પ

બાળકો હિન્દુ સંસ્કૃતિ તરફ પ્રેરાય તેવો હેતુ

બાળપણથી જ બાળકો સનાતન હિન્દુ સંસ્કૃતિ તરફ પ્રેરાય તે હેતુથી ધર્મ જાગરણ સમિતિએ આ કાર્યક્રમ યોજ્યો હતો. દર વર્ષે આ સમિતિ ગણેશ ચતુર્થી નિમિત્તે નજીવી કિંમતે પ્રતિમાનું વિતરણ કરે છે.

આ પણ વાંચો- જૈન પર્યુષણ પર્વે રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાતમાં દિવસનું મહત્વ જણાવે છે...

છેલ્લા 10 વર્ષથી આ કાર્યક્રમ યોજાય છે

વલસાડ જિલ્લામાં ધર્મ જાગરણ સમિતિએ ધરમપુરના મહારાણા મેરેજ હોલમાં ગણેશ ચતુર્થી પર્વને લઈને 200 થી વધુ ગામોના આવેલા મંડળોને ગણેશજીની પ્રતિમાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ભજન, આરતી, હનુમાન ચાલીસા જેવા વિવિધ સાહિત્ય પણ તેમને પૂરા પાડવામાં આવ્યા હતા, જેથી સતત ગણેશ ચતુર્થીના દિવસો દરમિયાન આરતી તેમ જ ધાર્મિક પ્રવૃત્તિઓ તેમના ગામમાં વેગવંતી બને અને સ્થાનિક બાળકો પણ હિન્દુ સનાતન સંસ્કૃતિ તરફ પ્રેરાય તે હેતુથી આ કાર્યનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. છેલ્લા 10 વર્ષ કરતાં પણ વધુ સમયથી ધર્મ જાગરણ સમિતિ દ્વારા આ કાર્યનો આરંભ કરવામાં આવ્યો છે.

21થી વધુ હનુમાનની પ્રતિમાનું વિતરણ કરાયું

ધર્મ જાગરણ સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે, માત્ર હિન્દુ સંસ્કૃતિના લોકો જ નહીં, પરંતુ જો ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવા ઈચ્છતા અન્ય ધર્મના લોકોને પણ પ્રતિમાનું વિતરણ કરાશે. ધરમપુર અને આસપાસના ઉડાના ગામોમાં પથ્થરમાંથી બનેલી હનુમાનજીની વજનદાર અને દળદાર એવી 21થી વધુ પ્રતિમાનું વિતરણ કરાયું હતું. આ પ્રતિમાને મંદિરમાં સ્થાપિત કરવા માટે વિતરણ કરાયું હોવાનું ધર્મ જાગરણ સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં લોકો હનુમાનજીની પ્રતિમા ઓ ખૂબ ભક્તિભાવપૂર્વક અને જય ઘોષ સાથે લઈ ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.