ETV Bharat / state

વલસાડમાં ખાનગી કંપનીએ આરોગ્ય વિભાગને રૂપિયા 1.50 લાખની આરોગ્યની સામગ્રી આપી - મેડિકલ કીટ

કોરોનાની વૈશ્વિક મહામારીમાં દેશમાં અનેક ઔદ્યોગિક એકમો આરોગ્ય સામગ્રી આપી માનવતાની મિશાલ આપી રહ્યા છે, ત્યારે EPL લિમિટેડે ઉમરગામના આરોગ્ય વિભાગને રૂપિયા 1.50 લાખની આરોગ્ય સામગ્રી આપી હતી.

વલસાડમાં ખાનગી કંપનીએ આરોગ્ય વિભાગને રૂ. 1.50 લાખની આરોગ્યની સામગ્રી આપી

author img

By

Published : Nov 7, 2020, 4:24 PM IST

  • વલસાડમાં પ્રાઈવેટ કંપનીએ આરોગ્ય વિભાગને સામગ્રી પહોંચાડી
  • સામગ્રીમાં માસ્ક, સેનિટાઈઝર સહિતની વસ્તુઓનો સમાવેશ કરાયો
  • તાલુકા હેલ્થ ઓફિસરે આરોગ્ય સામગ્રી અંગે કંપનીનો માન્યો આભાર

વલસાડ: ઉમરગામ તાલુકાના ધનોલી ગામમાં ઈપીએલ લિમિટેડ કંપનીએ કોરોના મહામારીમાં આરોગ્ય વિભાગને આરોગ્ય સામગ્રી આપી હતી. કંપનીના સેનથિલ કુમાર અને દર્શક મહેતાએ ઉમરગામ આરોગ્ય વિભાગના તબીબ ડૉ.નેહલ પટેલને રૂપિયા 1.50 લાખની જરૂરી મેડિકલ કીટ સુપરત કરી હતી.

વલસાડમાં ખાનગી કંપનીએ આરોગ્ય વિભાગને રૂ. 1.50 લાખની આરોગ્યની સામગ્રી આપી
વલસાડમાં ખાનગી કંપનીએ આરોગ્ય વિભાગને રૂ. 1.50 લાખની આરોગ્યની સામગ્રી આપી
કંપનીએ માસ્ક, હેન્ડ ગ્લવ્ઝ, સેનિટાઈઝર સહિતની સામગ્રી આપી હતી

કંપનીએ પોતાની સામાજિક જવાબદારી નિભાવતા કોરોના કાળને ધ્યાને રાખી માસ્ક, હેન્ડ સેનિટાઈઝર, પીપીઈ કીટ સહિતની રૂપિયા 1.50 લાખની સામગ્રી આપી હતી. આ અંગે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.નેહલ પટેલે પણ ઈપીએલ લિમિટેડ કંપનીનો આભાર વ્યક્ત કરી અન્ય ઉદ્યોગો માટે પણ આ પ્રેરણાદાયી પહેલ હોવાનું જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.