- વલસાડ જિલ્લામાં કોરોના દર્દીઓના મોત યથાવત
- બુધવારના રોજ પણ વધુ 4 દર્દીઓના મોત
- કુલ મોતની સંખ્યા 167 પર પહોંચી છે
વલસાડઃ જિલ્લામાં કોરોના દર્દીઓના મોત યથાવત રહ્યા છે. બુધવારના રોજ પણ વધુ 4 દર્દીઓના મોત સાથે કુલ મોતની સંખ્યા 167 પર પહોંચી છે. જ્યારે 37 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. વલસાડ જિલ્લામાં બુધવારના રોજ 16 દર્દીઓ રિકવર થયા હતાં. જિલ્લાના અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ 1,826 દર્દીઓમાંથી વિવિધ હોસ્પિટલમાં 244 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
સેલવાસમાં 394 એક્ટિવ દર્દીઓ
આ તરફ સંઘપ્રદેશ સેલવાસમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારના રોજ વધુ 70 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા 394 પર પહોંચી છે. સેલવાસમાં બુધવારના રોજ 328 સેમ્પલ કલેક કરવામાં આવ્યા હતાં. સેલવાસમાં અત્યાર સુધીમાં કુલ 2,248 દર્દીઓ નોંધાયા છે. જેમાંથી આજના 15 દર્દીઓ સાથે કુલ 1,853 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
દમણમાં 230 એક્ટિવ દર્દીઓ
દમણમાં પણ એક તરફ 14 દર્દીઓ સાજા થયા હતાં. તો, 34 નવા કોરોના પોઝિટિવ નોંધાયા હતાં. દમણમાં કુલ 1,754 દર્દીઓમાંથી 230 એક્ટિવ દર્દીઓ છે. જ્યારે 1,523 દર્દીઓ સાજા થતા તેને રજા આપવામાં આવી છે.
પ્રાઇવેટ હોસ્પિટલોમાં તગડી ફી વસૂલ્યા બાદ મોત
વલસાડ જિલ્લામાં મોતના આંકડાને લઈને લોકોમાં ગભરાટનો માહોલ છે. પ્રાઇવેટ હોસ્પિટલમોમાં સારવાર ફી આપ્યા બાદ પણ સ્વજનને બચાવવામાં નિષ્ફળતા મળી રહી છે. જ્યારે 21 ST સેન્ચ્યુરી જેવી હોસ્પિટલમાં અપૂરતી સારવાર બાદ મોતને ભેટેલા દર્દીના સગાં સંબંધી પાસે હોસ્પિટલ સંચાલકો તગડી ફી વસૂલતા હોવાનું અને ફી નહિ ચૂકવનાર દર્દીના સગા સાથે ગેરવર્તન કરતા હોવાની ફરિયાદ નોંધાઇ છે.