ETV Bharat / state

વલસાડ લોકસભા બેઠકમાં મતગણતરીમાં 11 EVM ખોટકાયા, ગણતરીમાં થયો હતો વિલંબ

વલસાડઃ લોકસભા બેઠક 26 ઉપર વલસાડ એન્જિનિયરિંગ કોલેજ ખાતે આજે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરીની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે આ કામગીરી દરમિયાન વલસાડ લોકસભા બેઠક વિસ્તારમાંથી લાવવામાં આવેલા 11 જેટલા EVM મશીનોમાં ખરાબ થતા ગણતરીની કામગીરીમાં વિલંબ સર્જાયો હતો અને જે પણ મશીનો ખરાબ હતા એ તમામ મશીનની VVPAT ચિઠ્ઠીઓની ગણતરી કરવામાં આવી હતી.

EVM
author img

By

Published : May 23, 2019, 7:41 PM IST

વલસાડ શહેર ખાતે આવેલી એન્જિનિયરિંગ કોલેજમાં આજે વલસાડ લોકસભા બેઠક 26મી મતગણતરી વહેલી સવારે 8:00 વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શરૂ થયેલી ગણતરીની પ્રક્રિયામાં લોકસભા મતવિસ્તારમાંથી લાવવામાં આવેલા EVM પૈકી કુલ 11 જેટલા EVM મશીનો ખરાબ થયા હતા. જેમાં ઉમરગામ બુથ નંબર 3નું EVM મશીન, હરિયા પાર્ક બુથ નંબર 34નું EVM મશીન, નારગોલ બુથ નંબર 207નું EVM મશીન, સરીગામ બુથ નંબર 8નું EVM મશીન, કપરાડા વટ બુથ નંબર 3નું EVM મશીન અને વાંસદા ઘી-ગોળ ગામનું બુથ નંબર 3નું EVM મશીન તો સાથે ધરમપુરના અન્ય 4 EVM મશીનો પણ ખરાબ થયા હતા.

આ ખરાબ થયેલા EVM મશીનની અંદર રહેલા મતોની ગણતરી કરવા માટે તેની સાથે જોડાયેલા VVPAT મશીનની ચિઠ્ઠીની ગણતરી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેના કારણે મતગણતરી કેન્દ્રમાં 21માં રાઉન્ડ બાદ કર્મચારીઓને VVPATની ચિઠ્ઠીઓ ગણતા ઘણો લાંબો સમય વ્યતિત કરવો પડ્યો હતો. જેને લઇને વિજેતા માટે ચોક્કસ આંકડાઓ પૂરા પાડવાનું પણ મોડું થયું હતું.

નોંધનીય છે કે, 98 ટેબ્લો ઉપર 149 રાઉન્ડમાં ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 10મો રાઉન્ડ શરૂ થતાની સાથે જ 6 જેટલા EVM મશીનો ખરાબ થયા હોવાનું બહાર આવ્યું હતું.

Intro:વલસાડ લોકસભા બેઠક 26 ઉપર વલસાડ એન્જિનિયરિંગ કોલેજ ખાતે આજે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરીની કામગીરી શરૂ કરવામાં આવી હતી જોકે આ કામગીરી દરમિયાન વલસાડ લોકસભા બેઠક વિસ્તારમાંથી લાવવામાં આવેલા 11 જેટલા ઈવીએમ મશીનો ખોટકાઈ પડતા ગણતરીની કામગીરીમાં વિરમ સર્જાયો હતો અને જે પણ મશીનો ખોટકાયા હતા એ તમામ મશીનની વીવીપેટ ચિઠ્ઠીઓ ની ગણતરી કરવામાં આવી હતી

Body:વલસાડ શહેર ખાતે આવેલી એન્જિનિયરિંગ કોલેજમાં આજે વલસાડ લોકસભા બેઠક 26મી મતગણતરી વહેલી સવારે આઠ વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શરૂ થયેલી ગણતરીની પ્રક્રિયા માં લોકસભા મતવિસ્તારમાંથી લાવવામાં આવેલા ઇવીએમ પૈકી કુલ ૧૧ જેટલા ઈવીએમ મશીનો ખોટકાઈ પડ્યા હતા જેમાં ઉમરગામ બુથ નંબર 3 નો ઇવીએમ મશીન હરિયા પાર્ક બુથ નંબર 34 નું ઇવીએમ મશીન નારગોલ બુથ નંબર 207 નું ઇવીએમ મશીન સરીગામ બુથ નંબર 8 નું ઇવીએમ મશીન કપરાડા વટ બુથ નંબર 3 નું ઇવીએમ મશીન અને વાંસદા ઘી-ગોળ ગામ નું બુથ નંબર 3 નું ઇવીએમ મશીન તો સાથે ધરમપુરના અન્ય ચાર ઈવીએમ મશીનો પણ ખોટકાયા હતા આ ખોટકાયેલી ઇવીએમ મશીન ની અંદર રહેલા મતોની ગણતરી કરવા માટે તેની સાથે જોડાયેલા વીવીપેટ મશીન ની ચિઠ્ઠી ની ગણતરી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેના કારણે મતગણતરી કેન્દ્ર માં 21 માં રાઉન્ડ બાદ કર્મચારીઓને વીવીપેટ ની ચિઠ્ઠીઓ ગણતા ઘણો લાંબો સમય વ્યતિત કરવો પડ્યો હતો જેને લઇને વિજેતા માટે ચોક્કસ આંકડાઓ પૂરા પાડવાનું પણ મોડું થયું હતું

Conclusion:નોંધનીય છે કે 98 ટેબ્લો ઉપર 149 રાઉન્ડમાં ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં દસમો રાઉન્ડ શરૂ થતાની સાથે જ છ જેટલા ઈવીએમ મશીનો ખોટકાય પડ્યા હોવાનું બહાર આવ્યું હતું

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.