ETV Bharat / state

વલસાડ જિલ્લામાં વર્ષ 2021માં 3 હજાર હડકવાના કેસ નોંધાયા - Cases of rabies

દર વર્ષે 28મી સપ્ટેમ્બરે વર્લ્ડ રેબિઝ ડે એટલે કે હડકવા દિવસ મનાવવામાં આવે છે. જેને ધ્યાને રાખી વાપીમાં ઇમર્જન્સી રેસ્કયુ ટીમ અને વેટરનરી તબીબોએ વિશેષ કેમ્પનું આયોજન કરી શેરીઓમાં રખડતા શ્વાનોને એન્ટી રેબિઝ રસી લગાવ્યા હતાં. વલસાડ જિલ્લામાં વર્ષ 2021માં અત્યાર સુધીમાં 3000 જેટલા હડકવાના કેસ સામે આવ્યા છે.

વલસાડ જિલ્લામાં વર્ષ 2021માં 3 હજાર હડકવાના કેસ નોંધાયા

author img

By

Published : Sep 30, 2021, 8:35 AM IST

  • 28મી સપ્ટેમ્બરે વર્લ્ડ રેબિઝ ડે ની ઉજવણી કરવામાં આવે છે
  • ફ્રેન્ચ વૈજ્ઞાનિક લુઈસ પાશ્ચરે હડકવાની રસી શોધી હતી
  • વલસાડ જિલ્લામાં આ વર્ષે 3000 હડકવાના કેસ સામે આવ્યા છે

વાપી : વર્લ્ડ રેબીઝ ડે હડકવાની રસીના શોધક ફ્રેન્ચ વૈજ્ઞાનિક લુઈસ પાશ્ચરની ડેથ એનિવર્સરીના પ્રસંગે મનાવવામાં આવે છે. લુઈસે હડકવાની રસી શોધી હતી અને દર વર્ષે લોકોને હડકવા પ્રત્યે જાગૃત કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વલસાડ જિલ્લાના વાપીમાં અને વલસાડ શહેરમાં સૌથી વધુ હડકવાના કેસ નોંધાયા છે.

3000 લોકોને હડકવાની રસી આપવામાં આવી

વલસાડ જિલ્લામાં આરોગ્ય વિભાગ તરફથી મળેલા આંકડા મુજબ વર્ષ 2021માં અત્યાર સુધીમાં 3000 જેટલા લોકોને હકડવાની રસી મુકવામાં આવી છે. જિલ્લામાં તાલુકા મુજબ ડોગ બાઈટના કેસની વાત કરીએ તો વલસાડ તાલુકામાં 792, પારડી તાલુકામાં 380, કપરાડા તાલુકામાં 283, ધરમપુર તાલુકામાં 320, ઉમરગામ તાલુકામાં 517 અને વાપી તાલુકામાં 708 કેસ નોંધાયા છે.

વાપીમાં સૌથી વધુ હડકવાના કેસ નોંધાયા છે

મોટાભાગે શ્વાનના કરડવાથી હડકવાનો રોગ લાગે છે. પરંતુ, શ્વાન ઉપરાંત ઉંદર, ચામાચીડીયું, વાનર, ખીસકોલી, બકરી, ઘોડા વગેરે જેવાં પ્રાણીઓ કરડે તો પણ હડકવા થઈ શકે છે. હડકવાના વાયરસ માણસના શરીરમાં પ્રવેશ્યાં બાદ ચાર દિવસથી લઈ એક વર્ષ દરમિયાન ગમે ત્યારે તેનું પોત પ્રકાશે છે. જે મુજબ એકલા વાપી તાલુકાના આરોગ્ય કેન્દ્ર પર નોંધાયેલ કુલ કેસની વાત કરીએ તો વર્ષ 2021માં 3676 હડકવાના કેસ નોંધાયા છે. જ્યારે વર્ષ 2020માં 5604 કેસ નોંધાયેલા હતાં. દર વર્ષે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં સરેરાશ 500થી વધુ હડકવાના કેસ નોંધાયા છે.

વલસાડ જિલ્લામાં વર્ષ 2021માં 3 હજાર હડકવાના કેસ નોંધાયા

આ પણ વાંચો : રાજ્યમાં ભારે વરસાદ: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજીને વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરી

કોઈપણ પ્રકારનું પ્રાણી કરડે સાવચેતી ખાતર પણ હડકવાવિરોધી રસી મુકાવી દેવી જોઈએ

હડકવાનો રોગ લાગુ પડે તો તેની કોઈ દવા નથી. દર્દી અત્યંત રીબાઈ રીબાઈને મોતને ભેટે છે. દર્દીને હાઈડ્રોફોબીયા થઈ જાય છે. માનસિક સંતુલન ગુમાવી બેસે છે. શરીરમાં ઘુસેલા વાયરસ એક્ટીવ થઈ જાય પછી માણસનો મર્યે જ છૂટકો થાય છે. તેથી કોઈપણ પ્રકારનું પ્રાણી કરડે સાવચેતી ખાતર પણ હડકવાવિરોધી રસી મુકાવી દેવી જોઈએ. હડકવાવિરોધી રસી તમામ હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે. સરકારી દવાખાનામાં કૂતરા કરડવાના ભોગ બનનારા લોકોને એન્ટી રેબીસ વેક્સીન મુકાવામાં આવે છે. જેનો પૂરતો સ્ટોક દવાખાનામાં ઉપલબ્ધ રાખવામાં આવે છે.

ચેપગ્રસ્ત પશુના કરડ્યા પછી તરત જ ઘા સાફ કરવો જોઈએ

હડકવા માટે કોઈ ઇલાજ નથી, પરંતુ જો આ રોગ થાય તે પહેલાં જરૂરી સાવચેતી અને સારવાર લેવામાં આવે તો તેને ટાળી શકાય છે. ચેપગ્રસ્ત પશુના કરડ્યા પછી તરત જ ઘા સાફ કરવો જોઈએ. વ્યક્તિએ એન્ટિ રેબીઝ સીરમનો એક જ ડોઝ લેવાની જરૂર છે. આ સીરમ ઘોડાઓ કે મનુષ્યો પાસેથી મેળવવામાં આવે છે. સીરમ દર્દીને રેબીઝ એન્ટિજેન સામે પૂર્વ-રચિત એન્ટિબોડી (Antibody)પ્રદાન કરે છે. આ સારવાર માત્ર ત્યારે જ અસરકારક છે જો તે એક્સપોઝરનાં 24 કલાકની અંદર આપવામાં આવે. પરંતુ જો તે ત્રણ દિવસથી વધુ સમય પછી આપવામાં આવે તો તેનું મહત્વ ઘણું ઓછું થઈ જાય છે.

આ પણ વાંચો : પંજાબ બાદ છત્તીસગઢ કોંગ્રેસમાં ભડકો, 15 થી વધુ ધારાસભ્યો દિલ્હી જવા રવાના

રેસ્ક્યુ ટીમેં હડકવા વિરોધી એન્ટી રેબિઝ વેકસીન આપી

આવી જ જાગૃતિ માટે 28 સપ્ટેમ્બરનાં વર્લ્ડ રેબિઝ ડે નાં દિવસે રેસ્ક્યુ ફાઉન્ડેશનની રેસ્ક્યુ ઇમર્જન્સી ટીમના રેસ્ક્યુ ઓફિસર મુકેશ ઉપાધ્યાયની પહેલથી તેમની ટીમે તેમજ વાપી પશુપાલન વિભાગે સાથે મળીને હડકવા વિરોધી રસીકરણ હેઠળ અંદાજીત 10 જેટલાં સ્ટ્રીટ ડોગને રેસ્ક્યુ ટીમના સાધનો દ્વારા રેસ્ક્યુ કરી હડકવા વિરોધી એન્ટી રેબિઝ વેકસીન આપી કેમ્પને સફળ બનાવ્યો હતો.

પાલતું પ્રાણીઓને પ્રિ-રેબિઝ વેકસીન આપવી

શરીરને જાતે જ એન્ટિબોડીઝ (Antibody) બનાવવા માટે, હડકવા રસી સાથે સક્રિય રોગપ્રતિરક્ષા પણ શરૂ કરવી જોઈએ. હ્યુમન ડિપ્લોઇડ સેલ વેક્સીન (HDCV), પ્યુરિફાઇડ ચિક એમ્બ્રોયો સેલ કલ્ચર (PCEC) અને રેબીઝ વેક્સીન એડસોર્બેડ (RVA) સૌથી સુરક્ષિત અને અસરકારક રસીઓ છે. જૂની રસીઓ સાથે, ઓછામાં ઓછા 16 ઇન્જેક્શન જરૂરી હતા, જ્યારે HDCV, PCEC, અથવા RVA સાથે, 5 સામાન્ય રીતે પૂરતા હોય છે. હડકવા માટે જોખમ ધરાવતી વ્યક્તિઓને પૂર્વ-એક્સપોઝર પ્રોફીલેક્સીસના સ્વરૂપ તરીકે હડકવા સામે રસી આપવી જોઈએ. પશુપાલન વિભાગના તબીબના જણાવ્યા મુજબ પાલતું પ્રાણીઓને પ્રિ-રેબિઝ વેકસીન આપવી સલાહભર્યું છે. જ્યારે કોઈને પાલતું પ્રાણી બચકું ભરે તો તેને પોસ્ટ બાઈટ વેકસીન આપવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.