- છેલ્લા 4 માસમાં ડીઝલના ભાવ રૂપિયા 23 જેટલા વધી ગયા
- અગાઉ જ્યાં 200 રૂપિયા ખર્ચ હતો તે વધીને હવે 1000 થયો છે જે ટ્રાન્સપોર્ટર માટે ખૂબ મુશ્કેલી ભર્યો છે
- રોજિંદા મહારાષ્ટ્ર કે નાસિક જતાં શકભાજીના વેપારીઓ માટે પણ ભાડા વધારવા સિવાય છૂટકો નથી
- ડીઝલમાં ભાવ વધતા તેની સાથે જોડાયેલી અનેક ચીજોના ભાવો પણ વધશે
- ડીઝલના ભાવ વધારાની અસર દરેક ઘર વપરાશની ચીજો ઉપર જોવા મળશે
- ટ્રાન્સપોર્ટરની હાલત કફોડી બની છે
વલસાડ: વાપી વિસ્તારમાં GIDC વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા અનેક વેપારીની હાલત એટલી દયનીય બની છે કે, હવે ડીઝલમાં ભાવ વધતા લાંબા રૂટ ઉપર જતા વાહનોનું ભાડું અગાઉ હતું એ જ છે પણ ડીઝલનો ભાવ વધતા હવે વિવિધ કંપનીઓમાંથી મળતા ભાડામાં જો વધારો કરી ધંધો કરવા જાય તો ઓછા ભાવમાં અન્ય વેપારી તેમના વાહનો મોકલી દેતા જૂના ભાવ મુજબ જ ખોટ ખાઈને પણ વાહનો મોકલવા પડે છે. એટલે કે ભાડાની રકમ જૂના ભાવ મુજબ અને ડીઝલના પૈસા નવા ભાવ મુજબ હોય ખોટ સીધી ટ્રાન્સપોર્ટરને સહન કરવી પડી રહી છે.
કેટલાક ટ્રાન્સપોર્ટર ડીઝલના ભાવ વધતા બિઝનેસ છોડીને ખતી તરફ વળ્યા
હાલમાં છેલ્લા 4 માસમાં વધી રહેલા ડીઝલના ભાવો સામાન્ય જનતાને તો દઝાડી રહ્યા છે ટ્રાન્સપોર્ટ બિઝનેસ સાથે જોડાયેલા લોકોની હાલત ગંભીર છે. તેઓને 150થી 200 લીટર ડીઝલ રોજિંદા પુરાવવું પડતું હોય ત્યારે અન્ય ખર્ચ અને લાંબા અંતરના ભાડા પણ વધી જતાં હોય ત્યારે વધતી જતી ખોટને લઇ કેટલાક ટ્રાન્સપોર્ટર વાહનો વેચી દીધા છે તો કેટલાક બિઝનેઝ છોડીને ખેતી તરફ વળી ગયા હોવાનું ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ જણાવી રહ્યા છે.
આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂપિયા 2નો વધારો કરાયા બાદ જામનગર વાસીઓની પ્રતિક્રિયાઓ
શાકભાજીના વેપારીઓને રોજિંદા 1000 રૂપિયા એટલે મહિનામાં 30 હજાર રુપિયા વધી ગયા
વલસાડ જિલ્લામાંથી શકભાજી લેવા કે આપવા માટે મહારાષ્ટ્ર, સુરત કે નાસિક જતાં ટેમ્પો ચાલકો અને વેપારીઓને ડીઝલના ભાવોમાં થયેલા વધારાને કારણે રોજના 1000 રુપિયા ડિઝલની ટાંકી ફૂલ કરાવવા ઉપર વધ્યા છે. ત્યારે મહિનાના 30 હજાર રુપિયાનો વધારો આવી પડ્યો છે. છતાં ધંધો રોજગાર એના ઉપર હોય વેપારીઓ એ મજબૂરીવશ પણ ભાવ વધારાનો સામનો કરીને વ્યવસાય કરવો પડી રહ્યો છે.
4 ચાર માસમાં 23 રુપિયા એક લીટર ઉપર વધ્યા
માર્ચ 2020માં ડીઝલના લીટરનો ભાવ 65 રૂપિયાની આસપાસ હતો. જે ધીરે ધીરે ચાર માસમાં વધી વધીને 88 રૂપિયા ઉપર પહોંચી ગયો છે અને હજુ પણ એમાં વધારો નોંધાય એવી પરિસ્થિતિ છે. ત્યારે તેની સીધી અસર દરેક જીવન જરૂરિયાતની ચીજો ઉપર થશે અને એની સીધી અસર સામાન્ય જનતાને ભોગવવાની રહેશે.
આ પણ વાંચો: પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ મુદ્દે પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન
ડીઝલના ભાવ વધારાની અસર દરેક ઘર વપરાશની ચીજો ઉપર જોવા મળશે
આમ ટ્રાન્સપોર્ટર માટે ડીઝલ, ટોલ નાકા, ટાયર જેવા અનેક ચીજોના ભાવો વધતાની સાથે ટ્રાન્સપોર્ટની હાલત તો દયનિય છે સાથે સાથે શાકભાજીના વેપારીઓને પણ તેની અસર પડી છે અને ભાડા વધવાથી તેની સામાન્ય અસર દરેક જરૂરિયાતની કિંમત ઉપર પણ પડી શકે એમ છે. આમ ડીઝલના ભાવ વધારો થતાં એક આખી સાયકલ મુજબ અનેક ચીજોના ભાવ વધી શકે છે.