ETV Bharat / state

પત્નીના આડાસંબંધની શંકાએ પતિએ કરી હત્યા, પહેલા ધડથી માથું અલગ કર્યું અને ત્યારબાદ નજીકની ગટરમાં ફેંકી દીધું - પત્નીના આડાસંબંધની શંકાએ પતિએ કરી હત્યા, પહેલા ધડથી માથું અલગ કર્યું અને ત્યારબાદ નજીકની ગટરમાં ફેંકી દીધું

વલસાડ જિલ્લાના વાપીમાં ડુંગરી ફળિયા વિસ્તારમાં પતિએ પત્નીનું માથું ધડથી અલગ કરી હત્યા કરી નાખતા ચકચાર મચી ગઇ છે. ઘટનામાં હત્યારો પતિ ચારિત્ર્યની શંકા આધારે પત્નીનું માથું ધારદાર છરા વડે ધડથી અલગ કરી સાથે લઈ જઈ એક ગટરના નાળામાં ફેંકી ફરાર થઈ ગયો હતો. જેને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

પત્નીના આડાસંબંધની શંકાએ પતિએ કરી હત્યા, પહેલા ધડથી માથું અલગ કર્યું અને ત્યારબાદ નજીકની ગટરમાં ફેંકી દીધું

author img

By

Published : Sep 20, 2021, 6:32 PM IST

  • વાપીના ડુંગરી ફળિયા વિસ્તારમાં બની ચકચારી ઘટના
  • પતિએ પત્નીનું ગળું કાપી ગટરમાં ફેંકી દીધું
  • આડા સબંધના વહેમમાં પત્નીની કરી નાખી હત્યા

વાપી: શહેરના ડુંગરી ફળિયા વિસ્તારમાં એક રૂમની ચાલીમાં એક મહિલાનું ધડ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. જેની પોલીસે વધુ તપાસ કરતા મૃતક મહિલાની તેના પતિએ જ હત્યા કરી હોવાનું અને હત્યા કર્યા બાદ મહિલાનું માથું કાપી પોતાની સાથે લઈ જઈ એક ગટરના નાળામાં ફેંકી ફરાર થઈ ગયો હતો. પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પત્નીના આડાસંબંધની શંકાએ પતિએ કરી હત્યા, પહેલા ધડથી માથું અલગ કર્યું અને ત્યારબાદ નજીકની ગટરમાં ફેંકી દીધું

પત્નીનું ગળું કાપી હત્યા કરનાર પતિની પોલીસે ધરપકડ કરી

આ અંગે વાપી ડિવિઝનના DYSP વિરભદ્રસિંહ જાડેજાએ વિગતો આપી હતી કે, 15 અને 16 સપ્ટેમ્બર દરમ્યાન મોડી રાત્રે ડુંગરી ફળિયામાં આવેલ એક ચાલમાં રહેતા લક્ષ્મીકાંત વિશ્વકર્માએ પોતાની પત્ની સાધના પર ચારિત્ર્યની બાબતે શંકા રાખી ધારદાર છરા વડે પત્નીનું ગળું કાપી હત્યા કરી હતી. ઘટનામાં હત્યારો પતિ માથું સાથે લઈ જઈ નજીકના ગટરના નાળામાં ફેંકી ફરાર થઈ ગયો હતો. જેની જાણ પોલીસને થયા બાદ પોલીસે વાપી ટાઉન વિસ્તારમાંથી લક્ષ્મીકાંત વિશ્વકર્માની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પત્ની પર ચારિત્ર્યની શંકામાં હત્યા કરી

પોલીસ પૂછપરછમાં પોતાની પત્નીનું ગળું કાપી હત્યા કરનાર લક્ષ્મીકાંતનો કોઈ ગુન્હાહિત ઇતિહાસ નથી. પરન્તુ તેને તેની પત્ની પર શંકા હતી કે તેના કોઈ સાથે આડા સબંધ છે અને આ શંકામાં જ તેણે બજારમાંથી છરો ખરીદીને રાત્રે પત્ની સૂતી હતી. ત્યારે તેના ગળા પર છરો ફેરવીને હત્યા કરી હતી. હાલ, પોલીસ સમક્ષ તેણે પોતાનો ગુન્હો કબૂલી લીધો હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Husband kills wife on the suspicion of extra marital affair

હત્યારા પતિ અને પત્ની બન્ને નોકરી કરતા હતાં

આરોપી લક્ષ્મીકાંત વિશ્વકર્મા વાપીની એક કંપનીમાં કામદાર તરીકે કામ કરતો હતો. તેની પત્ની પણ બીજા કારખાનામાં નોકરી કરતી હતી. જે રૂમમાં તે રહેતો હતો તે રૂમ માલિક અને માલકીનના જણાવ્યા મુજબ, બન્ને શાંત સ્વભાવના હતાં. ક્યારેય કોઈ ઝઘડો કર્યો નથી, પરંતુ જે દિવસે હત્યા થઈ તે દિવસે રૂમમાંથી અવાજ આવતા તે બહાર નીકળ્યા હતા. જે સમયે લક્ષ્મીકાંત રૂમનો દરવાજો ખોલી બહાર નીકળ્યો હતો. જેના એક હાથમાં પત્નીનું કપાયેલું માથું હતું. બીજા હાથમાં છરો હતો. જે જોઈને બધા ગભરાઈ ગયા હતાં.

પોલીસ આવે તે પહેલાં આરોપી ફરાર થઈ ગયો

રૂમ માલિક અને આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. જે દરમ્યાન પતિ તેની પત્નીનું ધડથી અલગ કરેલું મસ્તક નજીકની એક ગટરમાં ફેંકી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો અને બાદમાં પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.