ETV Bharat / state

રાજ્યના 9 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ, ધરમપુર-કપરાડામાં મેઘરાજાની જોરદાર બેટિંગ - Heavy Rain in all over Gujarat

વલસાડમાં અનરાધાર વરસાદ જોવા મળ્યો (Heavy Rain in Valsad) હતો. અહીં ધરમપુર અને કપરાડા તાલુકામાં (Heavy Rain in Dharampur Kaprada of Valsad) સૌથી વધુ 5 ઈંચ વરસાદ પડ્યો હતો. આ સાથે જ અન્ય જગ્યાએ વરસાદની શું સ્થિતિ છે તેની પર એક નજર કરીએ.

રાજ્યના 9 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ, ધરમપુર-કપરાડામાં મેઘરાજાની જોરદાર બેટિંગ

author img

By

Published : Jul 16, 2022, 2:36 PM IST

વલસાડઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 56 ટકાથી વધુ વરસાદ વરસ્યો (Heavy Rain in all over Gujarat) છે. જ્યારે રાજ્યના અન્ય 39 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. રાજ્યના 9 તાલુકાઓમાં તો 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. આ સિવાય જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં (Heavy Rain in Dharampur Kaprada of Valsad) સૌથી વધુ 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ 56 ટકા વરસાદ ખાબક્યો છે.

ક્યાં કેટલો વરસાદ - રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (State Emergency Operations Center) દ્વારા મળતા અહેવાલ મુજબ, આજે (16 જુલાઈ)એ સવારે 6 કલાક પૂરા થતાં 24 કલાક દરમિયાન ધરમપુર તાલુકામાં (Heavy Rain in Dharampur Kaprada of Valsad) 140 મિ.મી., કપરાડામાં 127 મિ.મી. મળી કુલ 2 તાલુકાઓમાં 5 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે ખેરગામ તાલુકામાં 93 મિ.મી, ચીખલીમાં 91 મિ.મી, તાલાલામાં 71 મિ.મી, વાપીમાં 69 મિ.મી, વઘઈમાં 67 મિ.મી, પારડી, ઉમરગામ અને સતલાણામાં 66 મિ.મી અને ગણદેવીમાં 65 મિ.મી મળી કુલ 9 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

8 તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ - આ ઉપરાંત થાનગઢ તાલુકામાં 64 મિ.મી, વલસાડમાં 61 મિ.મી, વાંસદા અને મોડાસામાં 54 મિ.મી, લખપતમાં 52 મિ.મી, વેરાવળમાં 51 મિ.મી, માતર અને છોટાઉદેપુરમાં 50 મિ.મી, મળી કુલ 8 તાલુકાઓમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો-રાજ્યના 27 જળાશયો 100 ટકા ભરાયા, શું છે અન્ય જળાશયોની સ્થિતિ જુઓ

અન્ય તાલુકામાં વરસાદની સ્થિતિ - સાયલા તાલુકામાં 47 મિ.મી, ભૂજ અને વ્યારામાં 46 મિ.મી, ડાંગ (આહવા)માં 45 મિ.મી, દસ્ક્રોઈમાં 44 મિ.મી, ડોલવણમાં 43 મિ.મી, માળિયા અને કપડવંજમાં 42 મિ.મી, મહુવામાં 40 મિ.મી, નવસારી અને વડાલીમાં 39 મિ.મી, વાલોડ અને મેઘરજમાં 38 મિ.મી, ઊનામાં 37 મિ.મી, મહેમદાવાદ અને સુબીરમાં 37 મિ.મી, ધનસુરામાં 36 મિ.મી, વિસાવદર, અબડાસા, તિલકવાડા અને ઇડરમાં 35 મિ.મી, સિનોર અને માલપુરમાં 34 મિ.મી, અંકલેશ્વર અને ઝઘડિયામાં 33 મિ.મી, કેશોદ, નાંદોદ અને અમદાવાદ શહેરમાં 32 મિ.મી, મુળી અને સાગબારામાં 30 મિ.મી, ચોર્યાસી, પલસાણા, જાંબુઘોડા, બોડેલીમાં 29 મિ.મી, ગીર ગઢડામાં 28 મિ.મી, માંગરોળ અને સંખેડામાં 26 મિ.મી, ડભોઈ અને ખેડામાં 25 મિ.મી મળી કુલ 39 તાલુકાઓમાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે.

આ પણ વાંચો- ઘેડના આ ચિંતાજનક દ્રશ્યો ડ્રોનમાં થયા કેદ

સૌથી વધુ કચ્છ ઝોનમાં વરસાદ - અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યનો કુલ સરેરાશ વરસાદ (Heavy Rain in all over Gujarat) 56 ટકા જેટલો નોંધાયો છે. તેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 101.79 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 71.88 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 56.61 ટકા, પૂર્વ ગુજરાતમાં 43.72 ટકા અને ઉત્તર ગુજરાતમાં 39.91 ટકા કુલ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.