ETV Bharat / state

શું તમે કોઈને એક હાથથી ક્રિકેટ રમતા જોયો છે? તો જોઈલો આ દિવ્યાંગની અદભૂત કળા - સતીશ સોમાભાઈ ખાનીયા

મુશ્કિલો સે નૈયા પાર નહીં હોતી કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી. હરિવંશ રાય બચ્ચન દ્વારા લખાયેલી કવિતાની પંક્તિ વલસાડના શીલધા ગામે રહેતાએ યુવકે માટે ખૂબ યથાર્થ સાબિત કરી છે, જે નાનપણમાં જ એક નાનકડી ભૂલના પગલે પોતાનો જમણો હાથ ગુમાવી ચુક્યો હતો, પરંતુ તે બાદ ક્યારે તેને હાર નથી માની અને સતત નિર્ભક રીતે અડીખમ થઈ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા મક્કમ નિર્ધાર ચાલતો રહ્યો છે. આજે અમે એક એવા યુવકની વાત કરીશું જે એક હાથથી જ ક્રિકેટ એટલી હદે સારી રીતે રમે છે કે, જે સામાન્ય યુવકોને શરમ આવે.

એક હાથથી દિવ્યાંગ હોવા છતાં પણ ક્રિકેટ જેવી કળામાં પારંગત શીલધા ગામનો યુવક

author img

By

Published : Mar 10, 2020, 9:57 AM IST

Updated : Mar 10, 2020, 12:49 PM IST

વલસાડઃ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ એવા શીલધા ગામે રહેતા યુવક જગદીશ સોમાભાઈ ખાનીયાને ઈશ્વરે એવી પ્રતિભા આપી છે કે, સામાન્ય વ્યક્તિ તેને ક્રિકેટ રમતા જોઈ લે તો આશ્ચર્ય ચકીત થઈ જાય. જગદીશ નાનપણથી જ જમણા હાથથી દિવ્યાંગ છે, જેના કારણે તેને નાનપણથી જ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમ છતાં સમસ્યાથી ડરી જાય એવું તેનું મનોબળ તેનું નહોતું. સતીષ તેની મનગમતી વસ્તુઓ મેળવવા મહેનત કરતો રહેતો, જેથી આખરેએ હાલ સફળતાને વર્યો છે.

શું તમે કોઈને એક હાથથી ક્રિકેટ રમતા જોયો છે? તો જોઈલો આ દિવ્યાંગની અદભૂત કળા

એક હાથથી એને ક્રિકેટ રમવામાં એનું એવું મહારથ છે કે, બે હાથ ધરાવનાર પણ એને જોઈને મોઢામાં આંગળી નાખે. સતીષ બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ પણ જોરદાર કરે છે. આટલો પ્રતિભાશાળી ખેલાડી હોવા છતાં સ્થાનિક વહીવટી તંત્રમાં એને કોઈ ઓળખતું નથી. દર વર્ષે દિવ્યાંગ માટે ક્રિકેટ મેચનું આયોજન સ્ટેટ, રાજ્ય અને રાષ્ટ્રીય લેવલ સુધી થાય છે, જો આ પ્રતિભાશાળી ખેલાડીને ત્યાં મોકલવામાં આવે તો નક્કી વલસાડ જિલ્લાનું નામ રોશન થાય, પરંતુ વલસાડ જિલ્લાના રમત-ગમત વિભાગના અધિકારીઓ આવા ખેલાડીને કોઈ યોગ્ય એપ્રોચ કરતા નથી. જેથી આવી પ્રતિભાઓ માત્ર ગ્રામીણ કક્ષા સુધી સીમિત રહી જતી હોય છે.

એક હાથથી દિવ્યાંગ હોવા છતાં પણ ક્રિકેટ જેવી કળામાં પારંગત શીલધા ગામનો યુવક
એક હાથથી દિવ્યાંગ હોવા છતાં પણ ક્રિકેટ જેવી કળામાં પારંગત શીલધા ગામનો યુવક

જગદીશ જ્યારે ધોરણ-5માં અભ્યાસ કરતો હતો, ત્યારે તે રસ્તા પર પડી જતા જમણા હાથમાં ઇજાઓ થઈ હતી, આ ઇજાઓ માટે પરિવારજનોએ ડૉકટર પાસે જવાનું ટાળી દેશી ઉપચાર કર્યાં હતાં. જેના કારણે કોઈ અગમ્ય કારણસર જગદીશના જમણા હાથમાં સડો લાગવાની શરૂઆત થઈ હતી અને આખરે ડૉકટર પાસે ગયા ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું અને તબીબે જમણો હાથ કાપવાની ફરજ પડી હતી. અત્યાર સુધી જગદીશને સમાજના અનેક અનુભવો થયાં છે. જેમાંથી એ ઘણું શીખ્યો પણ છે.

મહત્વનું છે કે, ગ્રામીણ કક્ષાએ આવી અનેક પ્રતિભાઓ રહેલી છે, પણ જિલ્લા રમત-ગમત વિભાગ દ્વારા તેઓને બહાર લાવવા કે પ્રોત્સાહન આપવા માટે કોઈ આગળ આવતું નથી. જેથી આવી પ્રતિભાઓ માત્રને માત્ર ગ્રામીણ કક્ષા સુધી જ સીમિત રહી જતી હોય છે. આમ, એક હાથથી ક્રિકેટ રમતો પ્રતિભાશાળી દિવ્યાંગ ક્રિકેટરને રમત-ગમત વિભાગ દ્વારા એક તક આપવામાં આવે તો જગદીશ જેવા છોકરા સફળ થઈ શકે છે.

Last Updated : Mar 10, 2020, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.