વલસાડ: વલસાડ જિલ્લાના મહુધા આદિવાસી વિસ્તાર એવા ધરમપુર અને કપરાડા તાલુકામાં હોળીના તહેવારનું અનેરૂ મહત્વ છે. અન્ય જિલ્લાઓમાં મજૂરી કામે ગયેલા અનેક લોકો હોળીના તહેવારને લઈને પોતાના પરિવાર પાસે પરત ફરે છે. તે બાદ હોળીના ભરાતા હાર્ડ બજારમાં તેઓ અનેક ચીજ વસ્તુઓની ખરીદી માટે ઉમટી પડતા હોય છે. સોમવારના રોજ ભરાયેલા હાર્ટ બજારમાં બપોર બાદ અચાનક ગાજવીજ સાથે વાતાવરણમાં પલટો આવી વરસાદ તૂટી પડ્યો હતો. જેને પગલે હોળીના હાટ બજારમાં રંગમાં ભંગ પડ્યો હતો. હોળી પૂર્વે અનેક ગામોમાં આઠવાડિયાના વાર મુજબ હાટ બજાર ભરાય છે.
આ પણ વાંચો: Damage Crop Survey : પાક સર્વે માટે રાજ્ય સરકારના આદેશ,
હાટ બજાર: હોળીના તહેવાર પૂર્વે અનેક ગામોમાં અઠવાડિયાના દરેક વાર અનુસાર મુજબ હોળીનો હાટ બજાર ભરાય છે. જ્યાં આદિવાસી સમાજના લોકો શાકભાજી થી માંડી, મરી મસાલા, કપડા, ચંપલો, મહિલાઓ માટેની જ્વેલરી સહિતની ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે ઉમટી પડતા હોય છે. અહીં સંસ્થા દરે દરેક ચીજ વસ્તુઓ ઉપલબ્ધ મળી રહે છે. આદિવાસી સમાજમાં હોળીના તહેવાર ને પરિવાર સાથે મનાવવા માટે હોળીના હાટ બજારમાં પરિવાર સહિત લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે. સોમવારના રોજ ધરમપુર નગરમાં અને ધામણી ગામે હાર્ટ બજાર ભરાયો હતો. સોમવારના દિવસે ધરમપુર નગર અને ધરમપુર તાલુકાના ધામણી ગામે હોળીનો હાર્ટ બજાર ભરાયો હતો.
જનમેદની આવી: જેમાં મોટી સંખ્યામાં લોકોની જનમેદની ઉમટી પડી હતી. લોકો પોતાના પરિવાર સાથે આ હાટ બજારમાં ખરીદી કરવા માટે પહોંચ્યા હતા. સવારથી જ ભારે ભીડ જામી હતી. જો કે એ જ સમયે વાતાવરણમાં અચાનક પલટો આવી વરસાદ તૂટી પડ્યો હતો. જેની સીધી અસર હાટ બજારના વેપારીઓને થઈ હતી. બપોર બાદ પવનના સુસવાટા સાથે તૂટી પડ્યો વરસાદ હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર વલસાડ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો.
આ પણ વાંચો: Bhavnagar Rainfall: ફાગણ મહિનામાં ફોરા પડ્યા, ડુંગળીના પાક પર પાણી ફર્યું
ગાજવીજ સાથે વરસાદ: જેને પગલે ધરમપુર તાલુકામાં પણ અનેક ગામોમાં બપોર બાદ ગાજવીજ અને પવનના સુસ્વાટા સાથે વરસાદ પડતા હોળીના હાટ બજારમાં વરસાદની હેલી જામી હતી. પવનના સુસ્વાટા સાથે આવેલા વરસાદને કારણે વિવિધ ચીજ વસ્તુઓના વેચાણ માટે આવેલા વેપારીઓના અનેક માલ સામાનને નુકસાન પહોંચ્યું હતું. અચાનક વરસાદ તૂટી પડતા કેટલાક વેપારીઓ પ્લાસ્ટિક નાખતા પણ જોવા મળ્યા હતા.
મોટી આવકની આશા: નાના વેપારીઓ માટે હોળીનો હાર્ટ બજાર વ્યવસાયની ઉત્તમ તક છે. સમગ્ર વર્ષ દરમિયાન આવતા તહેવારોમાં સૌથી વધુ મહત્વનો ધરાવતો તહેવાર એટલે હોળી જે નિમિત્તે આદિવાસી સમાજના મોટાભાગના પરિવારો ખરીદી કરવા માટે હોળીના હાટ બજારમાં આવી ચડતા હોય છે. તે સમયે વેપારીઓને મોટી ઘરાકી અને વ્યવસાય થવાની સંભાવનાઓ હોય છે. માટે જ સમગ્ર વર્ષ દરમિયાન સૌથી વધુ મહત્વના દિવસો વ્યાપાર માટેના હોળીના હાટના ગણવામાં આવે છે. અહીં નાના વેપારીઓ માટે વેપારની ઉત્તમ તક જોવા મળે છે. જો કે અચાનક પડેલા વરસાદે વેપારીઓના વ્યવસાયમાં વિઘ્ન ઊભું કર્યું હતું
આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી આફત, કૃષિ વિભાગ દ્વારા તપાસના આદેશ
વરસાદ વિલન: વાતાવરણમાં આવેલા પલટા ને કારણે પવનના સુસ્વાટા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જોરદાર વરસાદી ઝાપટું આવતા પવનના સુસ્વાટામાં વેપારીઓએ બાંધેલા અનેક તાડપત્રીના મંડપો પણ પવનમાં ઉડતા જોવા મળ્યા હતા. તો બજારમાં ખરીદી માટે આવેલા લોકો પણ વરસાદથી બચવા માટે ખૂણે ખાચરે ઉભેલા જોવા મળ્યા હતા. વેપારી માટે વરસાદ બન્યો વિઘ્ન ઊભું થયું હતું. વરસાદને કારણે લોકોએ બજારમાં આવવાનું ટાળ્યું હતું જેના કારણે વેપારીઓની વ્યવસાયની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું.