વલસાડ: જિલ્લામાં 24 કલાક થી સતત વરસાદ વરસી રહ્યો છે.જેને પગલે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.વલસાડ શહેરના દાણા બજાર મોગરવાડી, રેલવે ગરનાળા સહિતના વિસ્તારોમાં માં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી ગઈ કાલે મોડીરાતથી વરસાદ અવીરત વરસી રહ્યો છે.
વરસાદી આંકડા પર નજર: વલસાડ જિલ્લાના છેલ્લા 24 કલાકમાં વરસાદી આંકડા ઉપર નજર કરીએ તો વલસાડ માં 6.61.ઇંચ,ધરમપુર 5.35 ઇંચ,ધરમપુર 5.53 ઇંચ,પારડી 6.65 ઇંચ,કપરાડા 3.34 ઇંચ,ઉમરગામ 4.92 ઇંચ, વાપીમાં 5.23 ઇંચ વરસાદ નોંધાયો છે વલસાડ જિલ્લામાં આજે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી છે. આજે સવારે વલસાડ જિલ્લામાં સવારે 6 વાગ્યા થી 8 વાગ્યા વચ્ચે વરસાદી આંકડા ઉપર નજર કરીએ તો વલસાડ 8 એમ એમ,ધરમપુર 20 એમ એમ,પારડી 11 એમ એમ,કપરાડા 0 એમ એમ,ઉમરગામ 14 એમ એમ,વાપી 7 એમ એમ વરસાદ નોંધાયો છે.
24 કલાકની આગાહી: હવામાન વિભાગ દ્વારા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હજુ 24 કલાક દરમ્યાન વરસાદ પડશે ની આગાહી કરવામાં આવી છે. દમણ અને દાદરા નગર હવેલી અને વલસાડ જિલ્લાને ઓરેન્જ એલર્ટ ઉપર મુકવામાં આવ્યો છે .જોકે વ્યાપક વરસાદ થતાં ખેડૂતો ખેતરોમાં ઉતરેલ જોવા મળી રહ્યા છે. વરસાદ થતાં ખેડૂતો કઠોળના પાક લેવા ખેતરોમાં જોતરાયા છે.
બિયારણ ખરીદી: વ્યાપક વરસાદ શરૂ થતાં હવે ખેડૂતો કઠોળ પાક તુવેર,વાલ, મગ,ચોળા જેવા બિયારણ ખરીદી કરતા જોવા મળ્યા છે તો શકભાજી કરનારા ખેડૂતો વધુ પ્રમાણ માં ભીંડાનું બિયારણ ખરીદી કરતા પણ નજરે પડ્યા હતા.હાલ સિઝન શરૂ થતાં બિયારણના ભાવો પણ આસમાને હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે..