વલસાડ : ઉમરગામ બેઠક પર સ્મૃતિ ઈરાનીની સભામાં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાનાર આગેવાન રાકેશ રાયે કોંગ્રેસમાં રહેવાનું પસંદ કરી સરીગામમાં એક જાહેરસભા યોજી નારાજગી વ્યક્ત કરી હતી. ભાજપના સભા સ્થળ સામે ચાર ગણી જનમેદ (Sarigam sabha Rakesh Rai arrest) એકઠી કરવાના તેમજ મોદી તુજસે બૈર નહિ પાટકર તેરી ખૈર નહિ જેવા નારા સાથેનો વિડિઓ વાયરલ થયો હતો. જેને લઈને આચારસંહિતા ભંગ બદલ કોંગ્રેસ આગેવાન રાકેશ રાયની ભીલાડ પોલીસે અટકાયત કરી હતી. (Umargam Rakesh Rai Detention)
સભાનો વિડિઓ વાયરલ થયો હતો ઘટના અંગે ભિલાડ પોલીસ મથકના PSI ભાગવતસિંહ રાઠોડે વિગતો આપી હતી કે, સરીગામ ખાતે રાત્રી દરમિયાન કોંગ્રેસ અગ્રણી રાકેશ રાયે એક જનસભા યોજી હતી. જેનો વિડિઓ વાયરલ થયો હતો. જે બાદ આચારસંહિતા ભંગ બદલ કલમ 188 મુજબ રાકેશ રાયની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. (Rakesh Rai public sabha in Sarigam )
રાકેશ રાયે ભાજપમાં જોડાવાનું ટાળ્યું હતું ઘટના અંગે અને વાયરલ વિડિઓ અંગે મળતી માહિતી મુજબ શુક્રવારે ભાજપના ઉમેદવાર રમણલાલ પાટકરના ચૂંટણી પ્રચાર માટે સ્મૃતિ ઈરાનીની એક જાહેરસભાનું આયોજન સરીગામ ખાતે જમીન પર કરવામાં આવ્યું હતું. આ જાહેરસભામાં રાકેશ રાય તેના સમર્થકો સાથે ભાજપમાં જોડાવાના હતા. જોકે આ અંગે ભાજપના કાર્યકરો નારાજ હોય પાટકર વિરુદ્ધ પ્રચાર કરવાની ચીમકી ઉચ્ચારતા આખરે રાકેશ રાયે ભાજપમાં જોડાવાનું ટાળ્યું હતું. (Rakesh Rai breach code conduct)
રાકેશ રાયની અટકાયત આ તરફ ભાજપના નેતાઓએ સભા સ્થળ પણ રાતોરાત બદલ્યું હતું. જેની સામે રાકેશ રાયે જંગી મેદની એકઠી કરી ભાજપના ઉમેદવાર અને કાર્યકરોએ સરીગામના લોકોનું અપમાન કર્યું હોય, આ અપમાન (Sarigam sabha)ક્યારે સહન કરશે નહીં. તેમજ સ્મૃતિ ઈરાનીની જાહેરસભા સામે જ ચાર ગણી જનમેદની સાથે જંગી જાહેરસભાનું આયોજન કરવા સભા બોલાવી તમામને આહવાન કર્યું હતું. સભામાં મોદી તુજસે બેર નહીં પાટકર તેરી ખેર નહીં જેવા નારા ગજાવ્યા હતા. સભાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઈને આચારસંહિતા ભંગ બદલ રાકેશ રાયની ભીલાડ પોલીસે અટકાયત કરી હતી. રાકેશ રાયની અટકાયત થતાં મોટી સંખ્યામાં કાર્યકરો ભીલાડ પોલીસ સ્ટેશન ખાતે ધસી ગયા હતા. કોંગ્રેસના ઉમેદવાર નરેશ વળવી પણ ભિલાડ પોલીસ સ્ટેશન ખાતે રાકેશ રાયની ખબર અંતર પૂછવા ગયા હતા. (Gujarat Assembly Election 2022)