ETV Bharat / state

2017ના ઈતિહાસ સાથે વલસાડ જિલ્લામાં ક્યાં કેટલું મતદાન થયું જૂઓ - વલસાડ

વલસાડ જિલ્લામાં ગુરુવારે સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીમાં (First Phase Election 2022)  અંદાજિત 65.24 ટકા મતદાન નોંધાયું છે. જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થતા તંત્રએ હાંશકારો (Voters in Valsad) અનુભવ્યો હતો. ત્યારે જિલ્લામાં ક્યાં કેટલું મતદાન થયું જૂઓ.(Gujarat Assembly Election 2022)

2017ના ઈતિહાસ સાથે વલસાડ જિલ્લામાં ક્યાં કેટલું મતદાન થયું જૂઓ

author img

By

Published : Dec 2, 2022, 10:27 AM IST

વલસાડ : જિલ્લામાં સવારે 8:00 વાગ્યે શરૂ થયેલા વિધાનસભા ચૂંટણી 2022નું (Polling station in Valsad) મતદાન સાંજે 5:00 વાગ્યે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. વલસાડ જિલ્લામાં કુલ પાંચ બેઠકો પર સવારે 8:00 વાગ્યાથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં શરૂઆતમાં EVM ખરાબ થવા સાથે અને મતદારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ થવા સિવાય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો. (First Phase Election 2022)

વલસાડની 5 બેઠકો મળી અંદાજે 65.24 ટકા મતદાન, 35 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ

103 વર્ષના વૃદ્ધથી 18 વર્ષીય યુવાનો જિલ્લાની પાંચેય બેઠક પર મતદારોએ સવારથી જ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. મતદારોએ કતારમાં ઉભા રહી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કર્યું હતું. જિલ્લામાં મતદાનને લઇ 103 વર્ષના વૃદ્ધથી 18 વર્ષીય યુવાનોએ પોતાનો કિંમતી મત આપી લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. મતદાન દરમિયાન એકાદ બે સ્થળ પર મશીન ખોટકાવાની સમસ્યા સિવાય ખાસ કોઈ મોટી સમસ્યા નડી નહોતી. (Voters in Valsad)

જિલ્લાના કુલ 1395 મતદાન મથક વલસાડ જિલ્લાની વાત કરીએ તો, વલસાડ જિલ્લામાં ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા અને ઉમરગામ એમ પાંચ વિધાનસભા બેઠકો પર કુલ 35 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં મુખ્યત્વે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો હતો. મતદાનના દિવસે જિલ્લાના કુલ 1395 મતદાન મથક પર મતદારોએ અભૂતપૂર્વ પ્રતિસાદ બતાવી મતદાન કર્યું હતું. (What percentage voting in Valsad)

તમામ ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થયું તમામ પક્ષોના અગ્રણીઓએ મતદાન કરી જીતના દાવા કર્યા હતા. જિલ્લામાં કુલ 13,28,992 મતદારો નોંધાયેલા છે. સવારના આઠથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં જિલ્લામાં સરેરાશ 65.24 ટકા આસપાસ મતદાન નોંધાયું હતું. સાંજે પાંચ વાગ્યે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાં તમામ ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થયું હતું. તમામ EVMને હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ વિવિધ વાહનો મારફતે પારડીની કન્યા શાળા ખાતે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે. જે બાદ આગામી 8મી ડિસેમ્બરે તમામ EVM ચેક કરી મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ પરિણામ જાહેર કરવામાં આવશે.

ક્યાં કેટલું મતદાન વલસાડ જિલ્લામાં સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ચાલેલી મતદાન પ્રક્રિયા દરમિયાન જિલ્લામાં સરેરાશ 65.24 ટકા મતદાન નોંધાયું છે. જેમાં ધરમપુર બેઠક પર 64.77 ટકા, વલસાડ બેઠક પર 61.31 ટકા, પારડી બેઠક પર 63.35 ટકા, કપરાડા બેઠક પર 75.17 ટકા, ઉમરગામ બેઠકમાં 61.75 ટકા મતદાન નોંધાયું હતું. જિલ્લામાં કપરાડા બેઠક પર સૌથી વધુ તો, વલસાડ બેઠક પર સૌથી ઓછું મતદાન નોંધાયું હતું.

2017માં ક્યાં પક્ષના કેટલા ટકા મત મળ્યા હતાં ઉલ્લેખનીય છે કે, ગત ટર્મ 2017માં વલસાડ જિલ્લામાં થયેલ વિધાનસભા દીઠ મતદાનમાં ધરમપુર બેઠક પર ભાજપના ઉમેદવારને 53.53 ટકા, કોંગ્રેસના ઉમેદવારને 40.48 ટકા, વલસાડ બેઠક પર ભાજપના ઉમેદવારને 60.49 ટકા, કોંગ્રેસના ઉમેદવારને 34.87 ટકા મત મળ્યા હતાં. પારડી બેઠક પર ભાજપના ઉમેદવારને 64.23 ટકા, કોંગ્રેસના ઉમેદવારને 30.22 ટકા મત મળ્યા હતાં. કપરાડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને 47.59 ટકા તો, ભાજપના ઉમેદવારને 47.50 ટકા મત મળ્યા હતાં. જ્યારે ઉમરગામ બેઠક પર ભાજપના ઉમેદવારને 60.87 ટકા જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 34.22 ટકા મત મળ્યા હતા. જો કે 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હોય ભાજપની માતબર માર્જિનથી જીત મેળવવાની આશાને કેટલી અસર પહોંચાડી તે તો હવે પરિણામ બાદ જ જાણવા મળશે. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.