ETV Bharat / state

નર્મદા તાપી રિવર લિંકનો વિરોધ છતાં ભાજપે મારી બાજી, વિજય બાદ લોકોએ ઉમેદવારને વધાવ્યા! - assembly seat in Valsad

ભાજપના રિપીટ ઉમેદવાર અરવિંદ પટેલનો ભવ્ય વિજય (Arvind Patel wins in Dharampur) થતાં સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જેને લઈને વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં સમર્થકો વિજય ઉમેદવારને વધાવવા માટે ઉભેલા જોવા મળ્યા હતા. (Gujarat Assembly Election 2022)

નર્મદા તાપી રિવર લિંકનો વિરોધ છતાં ભાજપે મારી બાજી, વિજય બાદ લોકોએ ઉમેદવારને વધાવ્યા!

author img

By

Published : Dec 9, 2022, 10:37 AM IST

વલસાડ : જિલ્લાની 5 વિધાનસભામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. 5 બેઠકોમાં રિપીટ થયેલા ધારાસભ્યોએ (Dharampur Assembly Candidate) તમામ બેઠકો જાળવી રાખી છે, ત્યારે સૌથી વધુ સંવેદનશીલ કહી શકાય એવી બેઠક હોય ધરમપુર. જ્યાં આદિવાસી સમાજે નર્મદા તાપી પાર રિવરલિંક જેવી યોજનાના વિરોધ રેલીઓ સરકાર સામે નીકળી હતી. છતાં ફરી ધરમપુરની જનતાએ ભાજપને સ્પષ્ટ બહુમતી આપીને ફરી એકવાર ભાજપ પર વિશ્વાસ મુક્યો છે અને ભાજપના રિપીટ ઉમેદવાર અરવિંદ પટેલનો ભવ્ય વિજય થયો છે. (Gujarat Assembly Election 2022)

નર્મદા તાપી રિવર લિંકનો વિરોધ છતાં ભાજપે મારી બાજી

21 રાઉન્ડને અંતે 83,544 મતો મળ્યા ભાજપ ઉમેદવારને વલસાડ ખાતે આવેલી પોલિટેકનિકમાં યોજાયેલી મતગણતરી સેન્ટરમાં ધરમપુર વિધાનસભા બેઠક માટે 21 જેટલા રાઉન્ડમાં મત ગણતરી શરૂ થઈ હતી. જેમાં કુલ 2,51,084 મતદારો પૈકી 1,97,802 મતદારોએ મતદાન કર્યું હતું. તો 4189 નોટમાં વોટ પડ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર અરવિંદ પટેલને 21 રાઉન્ડને અંતે 83,544 મતો મળ્યા હતા અને તેઓ વિજેતા થયા હતા. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી આમ આદમી પાર્ટીના કમલેશ પટેલને 50,217 મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના કિશન પટેલને 33,507 મતો મળી શક્યા હતા. (Arvind Patel wins in Dharampur)

આમ આદમી પાર્ટીની રેવડી ધરમપુરમાં ન ચાલી નર્મદા તાપી પાર રીવર લિંક યોજનામાં આગેવાન કહી શકાય એવા આમ આદમી પાર્ટીના કમલેશ પટેલ જેવો આદિવાસી એકતા પરિષદના પ્રમુખ છે. આદિવાસી સમાજના હક અને લડાઈમાં હંમેશા આગળ રહે છે. તેમણે આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ મેળવી હતી અને ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જોકે તેમના પ્રચાર અર્થે આમ આદમી પાર્ટીમાંથી પંજાબના સીએમ ભગવંત માન રોડ શો પણ કર્યો હતો. જેને પગલે તેમણે ભાજપને સીધી ટક્કર આપી હતી. આમ આદમી પાર્ટીના કમલેશ પટેલને 50217 મત મળ્યા હતા. આમ તેમણે ભાજપને સીધી ટક્કર આપી પરંતુ મોદીને જાદુ સામે તેઓ ટકી શકે નહીં. (Dharampur assembly seat)

નોટામાં સૌથી વધુ મત આદિવાસી સમાજના હક અને અધિકાર માટે સતત આદિવાસી સમાજની પડખે રહેનારા તેમજ નર્મદા તાપી રીવર લિંકમાં મહત્વનું યોગદાન આપનારા તાલુકા પંચાયત અપક્ષભ્ય અને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવનારા કલ્પેશ પટેલને 19490 મત મળ્યા હતા. વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં નોન ઓફ ધી અબાઉ એટલે કે ઉપરોક્ત ઉમેદવારો પૈકી કોઈ પણ નહીં. નોટામાં સૌથી વધુ 4,189 મત પડ્યા જે પણ એક ચિંતાનો વિષય છે. (assembly seat in Valsad)

ચારો તરફ ખુશીનો માહોલ ધરમપુરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદ પટેલે તેમના પ્રતિસ્પર્ધી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર કમલેશ પટેલના 50,217 વોટની સામે 83,544 મતો મેળવી 33,540 ની લીડ સાથે વિજયની વરમાળા પહેરી લીધી છે. જેને લઇને તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વિજય થયા બાદ તેમના સમર્થકો સાથે એક ભવ્ય વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ધરમપુરના ગાડરીયા ગામેથી નીકળી ધરમપુર ત્રણ દરવાજા સુધી પહોંચી હતી. ખુલ્લી જીપમાં નીકળેલી આ વિજય રેલીને વધારવા અનેક ગામોમાં સ્થળે સ્થળે અનેક સમર્થકો વિજય ઉમેદવારને વધાવવા માટે ઉભેલા જોવા મળ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.