ETV Bharat / state

કપરાડામાં અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓનો અભિવાદન સમારોહ યોજાયો - ETVBharat

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ સમાવિષ્ટ થતાં લાભાર્થીઓનો અભિવાદન સમારોહ કપરાડા કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો. સમગ્ર રાજ્યના 50 લાખ લાભાર્થીઓના સામૂહિક અભિવાદન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ વર્ચ્યુઅલ સહભાગી બન્યાં હતાં.

કપરાડામાં અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓનો અભિવાદન સમારોહ,3046 લાભાર્થીઓને કેટેગરીવાઇઝ ઉમેરો

author img

By

Published : Jan 22, 2021, 7:08 PM IST

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયાં
  • ગુજરાતના 50 લાખ લાભાર્થીઓના સામૂહિક અભિવાદન કાર્યક્રમ વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયો
  • અન્ન સલામતી કાયદા હેઠળ કપરાડાના 3046 લાભાર્થીઓને કેટેગરીવાઇઝ ઉમેરો કરાયો
  • લાભાર્થીઓને રેશન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું
    અન્ન સલામતી કાયદા હેઠળ કપરાડાના 3046 લાભાર્થીઓને કેટેગરીવાઇઝ ઉમેરો કરાયો

વલસાડઃ કપરાડા તાલુકામાં એપ્રિલથી આજદિન સુધીમાં 23 દિવ્યાંગ લાભાર્થીઓ વૃદ્ધ પેન્શન મેળવતા 507 લાભાર્થીઓ ગંગાસ્વરૂપ પેન્શન મેળવતા 27 લાભાર્થી શ્રમયોગીઓના 423 લાભાર્થીઓ અને અન્ય મળી 3046 લાભાર્થીઓને કેટેગરીવાઇઝ આ કાયદા હેઠળ ઉમેરો કરાયો છે. જે પૈકી આજે પાંચથી છ જેટલા લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે રેશનકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

એન.એફ.એસ.એ કાર્ડ વિભાજન બાદ પણ તે એન એફ એસ એ તરીકે યથાવત રહેશે

વન નેશન વન રેશન કાર્ડ યોજના હેઠળ એન.એફ.એસ.એ કાળ વિભાજન બાદ પણ યથાવત રહેશે. જેથી ગરીબ અને તેનો સીધો ફાયદો થશે તેમ ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું હતું. કપરાડા વિસ્તારના અનેક લાભાર્થીઓને તેનો ફાયદો થશે.

એકસાથે 10 લાખ પરિવારને રેશનકાર્ડનું વિતરણ

વર્ચ્યુઅલ માધ્યમથી હાજરી આપતાં ગુજરાતના મુખ્યપ્રધાને તેમના વક્તવ્યમાં જણાવ્યું કે 101 તાલુકામાં એક સાથે નવા આજના કોનો સરકાર આપી રહી છે અને સરકારે માત્ર બે માસમાં જ નિર્ણય કર્યો હતો કે રેશન કાર્ડ ધરાવતા 68 લાખ કરતાં પણ વધુ લોકોને અનાજની આવશ્યકતા છે. મજૂરી કરનાર વૃદ્ધ દિવ્યાંગ વિધવા બહેનો આવા દસ લાખ પરિવારને કાર્ડ આપવાનો નિર્ણય સરકારે કર્યો હતો અને આ યોજના હેઠળ 50 લાખથી વધુ લોકોને તેનો લાભ મળશે. આ યોજના શરૂ થતાં સરકારને 300 કરોડનો વધારાનો ખર્ચ આવશે મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે જ્યાં સુધી છેવાડાનો માનવી બે ટંકનું ભોજન લઇ સંતોષ કરી ઊંઘ નહીં લે ત્યાં સુધી આ સંવેદનશીલ સરકાર સતત પ્રયત્નશીલ રહેશે.

કપરાડા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી વલસાડ જિલ્લા કલેકટર આર રાવલ જિલ્લા પુરવઠા અધિકારી વિભાગ ઓલ મામલતદાર કે એ સુવેરા સહિત અમલીકરણ અધિકારી કર્મચારીઓ વિવિધ ગામોના સરપંચો અગ્રણીઓ ગ્રામજનો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.