ETV Bharat / state

GPCB દ્વારા સરીગામ GIDCમાં આવેલ JBF કંપનીના 9.9 મેગાવોટ પાવર પ્લાન્ટ અંગે લોક સુનાવણી યોજાઈ - ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ

વલસાડઃ જિલ્લામાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સરીગામ GIDCમાં આવેલાં JBF ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, પ્લોટ નંબર 11, 12 અને 215 થી 231માં આકાર લેનાર કોલસા આધારિત પાવર કેપ્ટિવ પાવર પ્લાન્ટ, પાવર જનરેશન 9.9 મેગાવોટના ઉત્પાદન માટેની પરિયોજનાની લોક સુનાવણી સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના હોલમાં યોજવામાં આવી હતી. જેમાં ટ્રાફિક અને પર્યાવરણીય મંજૂરી જેવા મુદ્દાઓ પર લોકોએ પોતાની રજૂઆત કરી હતી.

GPCB દ્વારા સરીગામ GIDCમાં આવેલ JBF કંપનીના 9.9 મેગાવોટ પાવર પ્લાન્ટ અંગે લોક સુનાવણી યોજાઈ
author img

By

Published : Sep 10, 2019, 7:47 PM IST

સરીગામ GIDCમાં સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોલમાં વલસાડ કલેકટર સી.આર.ખરસાણ, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સરીગામના અધિકારી હરીશ ગાંવિતની ઉપસ્થિતિમાં JBF ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોલસા આધારિત પાવર કેપ્ટિવ પાવર પ્લાન્ટ, પાવર જનરેશન 9.9 મેગાવોટના ઉત્પાદન માટેની પરિયોજનાની લોક સુનાવણી યોજવામાં આવી હતી.

આ લોક સુનાવણીમાં સરીગામના પ્રબુદ્ધ નાગરિકો, પર્યાવરણવિદ્ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે કંપની દ્વારા પાવર પ્રોજેકટ અંગેની રૂપરેખા આપી હતી. જેમાં પ્લાન્ટ કઈ રીતે કાર્યરત રહેશે, પરિવહન અને પ્રોડક્શન કઈ રીતે કરશે, પર્યાવરણીય જાળવણી કઈ રીતે કરશે, અત્યાર સુધીમાં કંપનીએ CSR અને CER અંતર્ગત કેટલી રકમ ખર્ચી છે. તેની જાણકારી આપી હતી.

GPCB દ્વારા સરીગામ GIDCમાં આવેલ JBF કંપનીના 9.9 મેગાવોટ પાવર પ્લાન્ટ અંગે લોક સુનાવણી યોજાઈ
ઉમરગામના માજી ધારાસભ્ય શંકર વારલીએ પ્રોજેકટ સામે નારાજગી દર્શાવતા આ કંપની દ્વારા ભિલાડમાં થતા ટ્રાફિક અંગે રજૂઆત કરી આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં અંગે જણાવ્યું હતું. સરીગામના માજી સરપંચ પ્રકાશ આરેકરે ટ્રાફિક તેમજ EIA રિપોર્ટ અંગે કંપની દ્વારા કે, GPCB દ્વારા આગોતરી જાણ કરવામાં આવતી ના હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. સાથે જ કંપનીના કારણે આ વિસ્તારમાં પોલ્યુશનનું પ્રમાણ વધ્યું હોવાનું, ઔદ્યોગિક એકમોમાં સ્થાનિકોને રોજગારી ન મળતી હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

સરીગામ તાલુકા પંચાયતના સભ્ય રાકેશ રાયે પોલ્યુશન અને રોજગારી સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. એ સિવાય અન્ય કેટલાક નાગરિકોએ પણ હવા, પાણી, ઘોંઘાટ સહિતના મુદ્દાઓ ઉઠાવી આ અંગે કંપની બાંહેધરી આપે તેવી માગ કરી હતી. કંપની દ્વારા આ અંગે તમામ પર્યાવરણીય મુદ્દા, રોજગારી, ઘોંઘાટ, વેસ્ટ વોટર સહિતની બાબતોનું નિરાકરણ લાવવા પ્રયાસ કર્યો હતો. આ ચર્ચામાં એક મુદ્દો એ પણ લોકોએ હતો કે, જ્યારે સરકાર કોલસા આધારિત પ્લાન્ટ સ્થાપવા માટે મંજૂરી નહી આપવાની જાહેરાત કરી છે. કંપની કોલસા આધારિત પ્લાન્ટ કેમ સ્થાપવા માંગે છે? જે અંગે કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, "ગ્રીન પાવર પ્રોજેકટની સામે કોલસા સસ્તા પડે છે, અને કંપનીનો પ્લાન્ટ ખૂબ મોટો ના હોય કોલસા આધારિત પ્લાન્ટ સ્થાપવાની પ્રસ્તાવના છે. જેનાથી પર્યાવરણીય ખતરો પણ નહિવત રહેશે."

લોક સુનાવણીના અંતે કલેકટરે તમામ વાંધા સુચનોને સાંભળી આ અંગે કંપની દ્વારા યોગ્ય ખાતરી સાથેના જવાબ રજૂ કરવામાં આવે, ત્યારબાદ જ પ્લાન્ટને મંજૂરી આપવા અંગે જણાવ્યું હતુ. હાલ લોક સુનાવણી બાદ આ અંગેનો રિપોર્ટ પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં અને ગુજરાત સરકારમાં રજૂ કરશે. બાદમાં પ્લાન્ટ અંગે મંજૂરી આપવા અંગે કલેકટરે અને GPCBના અધિકારીએ જણાવ્યું હતું.

Intro:story approved by assignment desk

સ્ટોરી વાપી માં લેવી

વલસાડ :- વલસાડ જિલ્લામાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સરીગામ GIDC માં આવેલ JBF ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, પ્લોટ નંબર 11, 12 અને 215 થી 231માં આકાર લેનાર કોલસા આધારિત પાવર કેપ્ટિવ પાવર પ્લાન્ટ, પાવર જનરેશન 9.9 મેગાવોટના ઉત્પાદન માટેની પરિયોજનાની લોકસુનાવણી સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના હોલમાં યોજવામાં આવી હતી. જેમાં ટ્રાફિક અને પર્યાવરણીય મંજૂરી જેવા મુદ્દાઓ પર લોકોએ પોતાની રજુઆત કરી હતી.

Body:સરીગામ GIDCમાં સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના હોલમાં વલસાડ કલેકટર સી.આર. ખરસાણ, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સરીગામના અધિકારી હરીશ ગાંવિત ની ઉપસ્થિતિમાં JBF ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોલસા આધારિત પાવર કેપ્ટિવ પાવર પ્લાન્ટ, પાવર જનરેશન 9.9 મેગાવોટના ઉત્પાદન માટેની પરિયોજનાની લોકસુનાવણી યોજવામાં આવી હતી. આ લોકસુનાવણીમાં સરીગામના પ્રબુદ્ધ નાગરિકો, પર્યાવરણવિદ્ ઉપસ્થિત રહ્યા હતા. જેઓને કંપની દ્વારા પાવર પ્રોજેકટ અંગેની પ્રોજેક્ટર થકી રૂપરેખા આપવામાં આવી હતી. જેમાં પ્લાન્ટ કઈ રીતે કાર્યરત રહેશે, પરિવહન અને પ્રોડક્શન કઈ રીતે કરશે, પર્યાવરણીય જાળવણી કઈ રીતે કરશે, અત્યાર સુધીમાં કંપનીએ CSR અને CER અંતર્ગત કેટલી રકમ ખર્ચી છે. તેની જાણકારી આપી હતી.

જે બાદ ઉમરગામના માજી ધારાસભ્ય શંકર વારલીએ પ્રોજેકટ સામે નારાજગી દર્શાવતા આ કંપની દ્વારા ભિલાડમાં થતા ટ્રાફિક અંગે રજુઆત કરી આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી વાત રજુ કરી હતી. સરીગામના માજી સરપંચ પ્રકાશ આરેકરે ટ્રાફિક તેમજ EIA રિપોર્ટ અંગે કંપની દ્વારા કે GPCB દ્વારા આગોતરી જાણ કરવામાં આવતી ના હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. અને કંપનીના કારણે આ વિસ્તારમાં પોલ્યુશન નું પ્રમાણ વધ્યું હોવાનું, ઔદ્યોગિક એકમોમાં સ્થાનિકોને રોજગારી ન મળતી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. સરીગામ તાલુકા પંચાયતના સભ્ય રાકેશ રાયે પણ પોલ્યુશન અને રોજગારી સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતાં. એ સિવાય અન્ય કેટલાક નાગરિકોએ પણ હવા, પાણી, ઘોંઘાટ સહિતના મુદ્દાઓ ઉઠાવી આ અંગે કંપની બાંહેધરી આપે તેવી માંગ કરી હતી.

કંપની દ્વારા આ અંગે તમામ પર્યાવરણીય મુદ્દા, રોજગારી, ઘોંઘાટ, વેસ્ટ વોટર સહિતની બાબતોનું નિરાકરણ લાવવા પ્રયાસ કર્યો હતો. એક મુદ્દો એ પણ લોકોએ ઉઠાવ્યો હતો કે જ્યારે સરકાર કોલસા આધારિત પ્લાન્ટ સ્થાપવા માટે મંજૂરી નહી આપવાની જાહેરાત કરી છે. તો કંપની કોલસા આધારિત પ્લાન્ટ કેમ સ્થાપવા માંગે છે? જે અંગે કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગ્રીન પાવર પ્રોજેકટની સામે કોલસા સસ્તા પડે છે. અને કંપનીનો પ્લાન્ટ ખૂબ મોટો ના હોય કોલસા આધારિત પ્લાન્ટ સ્થાપવાની પ્રસ્તાવના છે. જેનાથી પર્યાવરણીય ખતરો પણ નહિવત રહેશે.

Conclusion:લોક સુનાવણીના અંતે કલેકટરે તમામ વાંધા સુચનોને સાંભળી આ અંગે કંપની દ્વારા યોગ્ય ખાતરી સાથેના જવાબ રજુ કરવામાં આવે, તે બાદ જ પ્લાન્ટને મંજૂરી મળશે તેવું જણાવ્યું હતુઁ. હાલ લોક સુનાવણી બાદ આ અંગેનો રિપોર્ટ પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં અને ગુજરાત સરકારમાં રજુ કરશે જે બાદ પ્લાન્ટ અંગે મંજૂરી મળશે તેવું પણ કલેકટરે અને GPCB ના અધિકારીએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.