- ઉમરગામમાં આદર્શ બુનિયાદી શાળાનું લોકાર્પણ
- રાજ્યપ્રધાને કર્યું કન્યાશાળાનું લોકાર્પણ
- 67 નવી શાળાનું નિર્માણ થશે
ઉમરગામ : વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા મથકે આવેલી આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળાના સર્વશિક્ષા અભિયાન અંતર્ગત નવનિર્મિત મકાનનું લોકાર્પણ વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન રમણલાલ પાટકરે શાળાના નિર્માણકાર્યમાં સહયોગ આપનારા દાતાઓને અભિનંદન આપવાની સાથે શાળાના આચાર્યા માલતીબેને શાળાનું નવું મકાન બનાવવા માટે કરેલા અવિરત પ્રયાસોને બિરદાવ્યાં હતાં.
શાળાની માવજત કરો
આપણા ગામની શાળા એ ગામનું ઘરેણું છે, એમ સમજીને તેની સાચવણી કરવાની સાથે શાળામાં સારૂં શિક્ષણ મેળવી આગળ વધવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો. 67 જેટલી શાળાઓના નવા મકાનોના નિર્માણ કરવાની કામગીરી પ્રગતિમાં હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.
માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ અર્પી
પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું દુઃખદ અવસાન થતાં તેમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે બે મીનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ અવસરે શાળાના નિર્માણ કાર્યમાં સહયોગી સર્વે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.