- વલસાડમાં આરતી ઇન્ડસ્ટ્રીઝમાં ગેસ લીકેજની ઘટના
- વાપી GIDC માં કેમિકલક્ષેત્રે અગ્રણી, આરતી ઇન્ડસ્ટ્રીઝ
- આરતી ઇન્ડસ્ટ્રીઝમાં નાઇટ્રોજનનું ટેસ્ટિંગ સમયે ગેસ લીકેજમાં એક વ્યક્તિનુ મૃત્યું
વલસાડ : વાપી GIDC માં 1st ફેઝમાં આવેલા આરતી ઇન્ડસ્ટ્રીઝના કસ્ટમ સિન્થેસીસ ડિવિઝનમાં એમોનિયા પ્લાન્ટમાં નાઇટ્રોજનનું ટેસ્ટિંગ કરતી વખતે અચાનક ગેસ લીક થયો હતો અને એમાં ટેસ્ટિંગ કરનારા કર્મચારીનું મોત નિપજ્યુ હતું.
આ ઘટના અંગે ફાયર વિભાગ તરફથી મળેલી વિગતો મુજબ વાપી GIDC 1st ફેઝમાં આરતી ઇન્ડસ્ટ્રીઝના કસ્ટમ સિન્થેસીસ ડિવિઝનમાં ભાવેશ નાયક નામનો કર્મચારી એમોનિયા પ્લાન્ટમાં નાઇટ્રોજનનું ટેસ્ટિંગ કરી રહ્યો હતો, ત્યારે ગેસ લીક થતા બ્લાસ્ટ થયો હતો. જેથી ટેસ્ટિંગ કરનારા કર્મચારીનું મોત નિપજ્યુ હતું.
જેમાં કર્મચારી ભાવેશ નાયક ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેને વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા.
કંપનીમાં ગેસની ઘટના બનતા વાપી GIDC પોલીસ અને વાપી DYSP સ્થળ પર પહોંચ્યા હતા અને ઘટનાની ગંભીરતા જાણી તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, આરતી ગ્રૂપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ વાપીની જાણીતી કંપની છે. જેમાં સલામતીની બાબતે ખુબજ કાળજી લેવામાં આવતી હોય છે. ત્યારે, સેફટીની તમામ કાળજી બાદ પણ આ ઘટના બનતા કર્મચારીઓ અને શહેરીજનોમાં ભય સાથે આશ્ચર્ય ફેલાયું હતું.