ડીજે તાલે ઝૂમતાં ખૈલાયાઓમાં શેરીના ગરબાની રમઝટની ભૂલાઈ રહી છે. જેને ટકાવી રાખવા માટે ઉડાન ધ વિંગ સંસ્થા દ્વારા શેરી ગરબાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ઢોલક અને હાર્મોનિયમનો ઉપયોગ કરી ગરબાની રમઝટ માણવામાં આવી હતી.
માત્ર 8 ગૃપના સ્પર્ધકોથી શરૂ કરાયેલાં શેરી ગરબા સ્પર્ધામાં આ વર્ષે 38 ગૃપે ભાગ લીધો હતો. વલસાડ સાયન્સ કૉલેજના ઓડિટોરિયનમાં શનિવારના રોજ શેરી ગરબા અને ગરબા ગીતની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ મા અંબાના ગરબે ઝૂમતાં જોવા મળ્યા હતાં.