ETV Bharat / state

વલસાડઃ ધગળમાલ ગામે 145.14 કરોડની પાણી પુરવઠા યોજનાનું CM ના હસ્તે ખાતમુહૂર્ત - મુખ્ય પ્રધાન વિજય રૂપાણી

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ધગડમાલ ગામે 145.14 કરોડની પાણી પુરવઠાની વિવિધ યોજનાનું આજે (શુક્રવાર) ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

Vijay Rupani
Vijay Rupani
author img

By

Published : Dec 18, 2020, 1:03 PM IST

  • ત્રણ તાલુકાના 114 ગામની 3.82 લાખની વસ્તીને પીવાના પાણીનો લાભ મળશે
  • 35.82 કરોડની પંચલાઇ વિયર આધારિત પાડી જૂથ પાણી પુરવઠા યોજના પેકેજ-2 ની કામગીરી
  • 82.02 કરોડની દમણ ગંગા આધારિત વાપી જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ વાપીના 25 ગામોના 298 પડ્યો અને જોડવાની કામગીરી થશે

વલસાડઃ જિલ્લાના પારડી તાલુકાના ધગડમાલ ગામે 145.14 કરોડની પાણી પુરવઠાની વિવિધ યોજનાનું આજે (શુક્રવાર) ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમણે ખેડૂત આંદોલનને મુદ્દે કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે, આંદોલનની ચાલુ ગાડીમાં રાજકીય રોટલા સેકવા કોંગ્રેસ બેસી ગઈ છે. તેમને એમ પણ કહ્યું કે, પાણીની સમસ્યા માટે કોંગ્રેસના રાજમાં ટેન્કર રાજ ચાલતા હતા અને એમાં કૌભાંડ પણ થયા છે.

4.83 કરોડની ઔરંગા નદી આધારિત કાંજણ હારીજ યોજના હેઠળ વલસાડના છ ગામોના 49 ફળિયાની 18 હજાર કરતાં વધુ વસ્તીને લાભ થશે

પારડી તાલુકાના ધગડમાળ ગામે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આજે વલસાડ જિલ્લાની કાર્યરત એવી પાણી પુરવઠા યોજનાનો ખાતમુહૂર્ત કર્યું હતું. જેના થકી જિલ્લાના ત્રણ તાલુકાઓ અને વિશેષ લાભ થશે.

Vijay Rupani
ધગળમાલ ગામે 145.14 કરોડની પાણી પુરવઠા યોજનાનું CM ના હસ્તે ખાતમુહૂર્ત
કોરોનાની મહામારીમાં જાન ભી હે જહાં ભી હે અંતર્ગત ગુજરાતમાં નિયમોને આધીન વ્યવસ્થા ઉભી કરાઈ
કોરોનાના કાળમાં સામાન્ય જીવન પર અસર ન પડે એવા હેતુથી ગુજરાત સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી હતી. ખાસ કરીને લોકોના ધંધા રોજગાર છીનવાઈ જાય એ માટે કોરોનામાં સરકાર દ્વારા આ તકેદારી રાખવામાં આવી હતી.
વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં પાણી પુરવઠા અંતર્ગત 500 કરોડના કામો થયા છે
વલસાડ જિલ્લો એટલે ગુજરાતનું ચેરાપુંજી તરીકે ગણવામાં આવે છે. અહીં વરસાદ ખૂબ જ પ્રમાણમાં પડતો હોય છે, પરંતુ તેની સામે પીવાના પાણીની સમસ્યા અહીં આગળ વધવું છે. જેને લઇને ગુજરાત સરકારે અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં 1500 કરોડથી વધુની યોજનાઓ અમલમાં મુકી છે.

CM વિજય રૂપાણીએ કોંગ્રેસને આડેહાથે લીધી
પાણી પુરવઠાના યોજના ખાતમુહૂર્ત પ્રસંગે આવેલા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું કે, કોંગ્રેસના સમયમાં પણ પાણીની સમસ્યા માટે તેમણે ટેન્કર રાજ શરૂ કર્યા હતા અને ટેન્કર રાજમાં માથાભારે મહિલાઓએ પાણી ભરતી હતી. લોકો પાણી લેવા માટે પડાપડી કરી ઝઘડો કરતા હતા અને ટેન્કર આજના સમયમાં અનેક કૌભાંડો પણ થયા છે. ભાજપ સરકારે આ ટેન્કર રાજ ખતમ કરવાનું નક્કી કર્યું છે.
કોરોનાની રસી બાબતે ગુજરાત સરકારે વિશેષ વ્યવસ્થા કરી છે
ખાતમુહૂર્ત પ્રસંગે બોલતા વિજય રૂપાણીએ જણાવ્યું કે, કોરોનાની રસી આગામી સમયમાં આવશેે અને પ્રાથમિક જરૂરિયાત કોને છે એવા લોકોને એટલે કે 50 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને તેની વિશેષ જરૂરીયાત છે અને આવા લોકોને ગામના છેવાડેથી લઇ શહેર સુધી સર્વે કરવામાં આવ્યો છે. આ સાથે સાથે ફ્રન્ટલાઈન વોરિયર્સને પ્રાથમિકતાને ધોરણે આ રસી આપવામાં આવશે. આ અંગે ગુજરાત સરકારે વિશેષ આયોજન કર્યું છે.
ખેડૂત આંદોલન મહા રાજકીય રોટલા શેકવા કોંગ્રેસ ચાલુ ગાડીમાં ચડી ગઈ છે
વલસાડ ખાતે પાણી પુરવઠાની યોજનાનું ખાતમુહૂર્ત પ્રસંગે આવેલા વિજય રૂપાણીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, હાલમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે પરંતુ આ તકનો લાભ લેવા અને રાજકીય રોટલા શેકવા માટે કોંગ્રેસ ખેડૂત આંદોલનમાં ચાલુ ગાડીએ ચડી ગઈ છે. કોંગ્રેસના સમયમાં પણ રાહુલ ગાંધીએ શાકભાજી અને ફ્રુટને એપીએમસીમાંથી નાબૂદ કરવા તેમના મેનિફેસ્ટોમાં જણાવ્યું હતું અને આજે કોંગ્રેસ ખેડૂતોના નામે મગરના આંસુ સારવા નીકળી છે.સમગ્ર કાર્યક્રમ દરમિયાન આજે રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકર, ગુજરાતના આરોગ્ય પ્રધાન કિશોર કાનાણી પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયા વલસાડના સાંસદ ડૉ. કટર કેસે પટેલ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો વલસાડ જિલ્લા કલેકટર આર રાવલ સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.