વલસાડઃ શહેરમાં રવિવારે જનતાએ કોરોનાને માત આપવા માટે સ્વયંભૂ રીતે દુકાનો અને બજારો બંધ રાખી હતી. સાંજે 5ના ટકોરે કોરોના જેવા ભયંકર રોગથી પીડાતા દર્દીઓની સારવાર પોતાના જીવને જોખમમાં નાખીને આપી રહેલા ડૉક્ટર નર્સો અને તમામ લોકોની કામગીરીને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે વલસાડની જનતા પણ સાંજે 5ના ટકોરે તેમના ઘર બહાર નીકળીને થાળી વગાડી આભાર પ્રગટ કર્યો હતો.
વલસાડ શહેર તાળીના રણકારથી ગુંજી ઉઠ્યો હતો. વલસાડ શહેરના ગંજ ખાના વિસ્તારમાં રહેતા નગરપાલિકાના માજી પ્રમુખે પણ તેમના ઘરની બાલ્કનીમાં ઊભા રહીને તાળીઓ વગાડી સેવાઓ આપી રહેલા તમામ કર્મચારી અને અધિકારીઓ સામે કૃતજ્ઞતા વ્યક્ત કરી.
ઉલ્લેખનીય છે કે, માનવ કરર્ફ્યૂ બાદ સાંજે 5ના ટકોરે લોકોને તેમના નિવાસસ્થાને જ ઊભા રહીને સેવા આપનારા તમામ કર્મચારીઓ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધનમાં જણાવ્યું હતું. જેને અનુસરીને વલસાડ શહેરના લોકોએ પણ તેમાના સૂચનાનું પાલન કર્યું હતું.