ETV Bharat / state

દીપડીથી છૂટા પડેલા બચ્ચાને ફોરેસ્ટ વિભાગે સલામત રીતે પરત કૃષિફાર્મમાં છોડ્યું - Pardi taluka

વલસાડ જિલ્લાના પરિયા ગામે રોડ પર દીપડી પોતાના બચ્ચાને મોઢામાં લઇ જઇ રહી હતી. તે દરમિયાન બચ્ચું મોઢામાંથી પડી જતા તે બચ્ચું વિખુટૂ પડી ગયુ હતું. ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગ અને એનિમલ સેવિંગ ગ્રુપને થતા બચ્ચાનું રેસક્યૂ કરી યોગ્ય જગ્યાએ છોડવામાં આવ્યું હતું.

દીપડીથી છૂટા પડેલા બચ્ચુંને ફોરેસ્ટ વિભાગ દ્વારા સહી સલામત પરત કૃષિ ફાર્મમાં છોડ્યું

author img

By

Published : Sep 11, 2020, 3:26 PM IST

વલસાડઃ જિલ્લાના પારડી તાલુકાના પરિયા ગામે દીપડી પોતાના બચ્ચાને મોઢામાં પકડીને રોડ ક્રોસ કરી રહેલા દીપડીના મુખમાંથી બચ્ચું નીચે રોડ પર પડી ગયું હતું. રોડ ક્રોસ કરતા અચાનક બસ આવી જતા દીપડી બચ્ચાને મૂકીને જંગલમાં રવાના થઈ ગઈ હતી.

માર્ગ પર આવતા જતા લોકોએ પ્રથમ તો જંગલી બિલાડીનું બચ્ચું હોવાનું જાણીને હાથ ન લગાવ્યો પરંતુ બાદમાં દીપડાનું બચ્ચું હોવાની જાણ થતાં ફોરેસ્ટ વિભાગ અને એનિમલ સેવિંગ ગ્રુપ દ્વારા બચ્ચાને માતાની હૂંફ મળે તે માટે યોગ્ય જગ્યા પર છોડી દેવામાં આવ્યું છે.

દીપડીથી છૂટા પડેલા બચ્ચાને ફોરેસ્ટ વિભાગે સલામત રીતે પરત કૃષિફાર્મમાં છોડ્યું

ત્યાંથી પસાર થતા લોકોએ પહેલા તો બિલાડીનું બચ્ચું સમજતા હતા અને પછી લોકોને ખબર પડી કે, આતો દીપડાનું બચ્ચું છે એટલે ત્યાં ટોળું ભેગુ થઈ જતા એમાંથી એક ભાઈએ પરિયા ગામના સરપંચને જાણ કરતા એમણે તાત્કાલિક પારડી વિભાગના આર.એફ.ઓ કૌશિક ભાઈને જાણ કરતા અને જીવદયા ગૃપના પ્રમુખને જાણ કરવામાં આવી હતી.

તેઓ તાત્કાલિક તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચીને દીપડીના બચ્ચાને જોતા એક માસનું હોવાનું જાણવા મળ્યું હતું. જેને સલામત રીતે ઉચકીને ગાડીમાં બેસાડીને તેઓ કૃષિ ફાર્મના વોચમેનને પુછાતા એમણે એમ કહેલું કે, કૃષિ ફાર્મ એક સ્થળ છે. જ્યાં એક જૂનું મકાન છે, ત્યાં જ દીપડીએ બચ્ચા જન્મ આપેલા હશે.

માતાથી વિખૂટુ પડેલા નાના બચ્ચાને માતાની હૂંફની જરૂર હોય જેને ધ્યાને લઈને ફોરેસ્ટ વિભાગ દ્વારા પરત તે જ જગ્યાએ દીપડીના બચ્ચાને મૂકવામાં આવ્યુ હતું અને દીપડીના બચ્ચાને જીવનદાન મળ્યુ હતું.

નોંધનીય છે કે, થોડા દિવસો પુર્વે વલસાડમાં પણ આવીજ ઘટના બની હતી. જો કે, જંગલ ખાતાએ ફરીથી બચ્ચાને તેની માતા સાથે ભેટો કરાવ્યો હતો અને દીપડી તેના બચ્ચાંને લઈ ગઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.