- રાજનીતિમાં ચાણક્ય કહેવાતા કનુભાઈને પ્રધાન પદ માટે જાહેરાત થઈ
- કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહનો માહોલ
- ઢોલ નગારા સાથે મીઠાઈ વહેંચી ઉજવણી કરાઈ
- એક સારી છબી ધરાવતા નેતા છે કનુ દેસાઈ
વલસાડ: એક સારા અને સફળ નેતાની છબી ધરાવનારા અને પોતાના પ્રમુખ ના કાર્યકાળ દરમિયાન પારડી ધારાસભ્ય કનુ દેસાઈએ વલસાડ જિલ્લાને કોંગ્રેસ મુક્ત કર્યું હતું. સમગ્ર જિલ્લામા ભગવો લહેરાવીને જિલ્લાને ભાજપ મય બનાવનારા કનુ દેસાઈ સફળતા જ આજસ તેમને પ્રધાન સુધીની સફર સુધી લઈ ગઈ અને 2012 અને 2017 માં ધારાસભ્ય બન્યા હતા.
કાર્યકર્તાઓએ મીઠાઈ વહેંચી ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી
કનુ દેસાઈ 7 વર્ષ જિલ્લા ભાજપ પ્રમુખ રહી વલસાડ જિલ્લાને ભજપમય બનાવવામાં સફળ રહ્યા હતા. જે કામગીરીની એક અલગ ઓળખ ઉભી કરનારા કનુ દેસાઈ આજે પ્રધાન પદ સુધી પહોંચ્યા છે. પારડીના ધારાસભ્ય કનુ દેસાઇ અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના પ્રધાન મંડળમાં સ્થાન મળતા તે અંગેની જાહેરાત થતાની સાથે જ પાર્ટી નગરના ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહની લાગણી જોવા મળી હતી. આનંદને ગેલમાં આવી ગયેલાં કાર્યકર્તા મીઠાઇ વહેંચી ફટાકડા ફોડી ઢોલ-નગારાના નાદ સાથે નાચગાન કરતા ઉત્સાહ આવી ગયા હતા. આમ વલસાડ જિલ્લાના 2 ધારાસભ્યને સ્થાન મળ્યું છે. જેથી કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ છે.