ETV Bharat / state

વલસાડમાં કેરીનો પાક નિષ્ફળ રહેતા ખેડૂતો મુશ્કેલીમાં, સરકાર પેકેજ જાહેર કરે એવી માગ - MANGOES

સમગ્ર વિશ્વમાં દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લો જે કેરી માટે જાણીતો બન્યો છે. આ વર્ષે કમોસમી માવઠાના મારને કારણે નિષ્ફળ રહેવાની દહેશતને લઇને ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. મંજરીની સિઝનમાં અચાનક આવી પડેલા કમોસમી વરસાદને કારણે આંબે આવેલી મંજરીના ફૂલો કાળા થઈને ખરી ગયા છે. જેના કારણે કેરીના ઉત્પાદન પર તેની સીધી અસર પડી છે.

વલસાડમાં કેરીનો પાક નિષ્ફળ રહેતા ખેડૂતો મુશ્કેલીમાં, સરકાર પેકેજ જાહેર કરે એવી માગ

author img

By

Published : Apr 5, 2021, 8:32 AM IST

  • જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં આંબાવાડીઓમાં મંજરીની સીઝન વખતે કમોસમી વરસાદ પડ્યો
  • રાસાયણિક દવાનો છંટકાવ પાક બચાવવા માટે કર્યો પરંતુ તેમ છતાં પણ નિષ્ફળતા હાથ લાગી છે
  • નાનકડા દાણામાં તૈયાર થયેલી કેરીઓ કાળી કે પીળી થઈને ખરી ગઈ છે

વલસાડ: મોટી આંબાવાડી ધરાવતા ખેડૂતોના ખેતરોમાં સાવ નહીવત પ્રમાણમાં કેરીનો પાક જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. જોકે, કેરીનું ઉત્પાદન બચાવવા માટે ખેડૂતોએ રાસાયણિક દવાઓનો પણ છંટકાવ કર્યો, પરંતુ તેમ છતાં પણ ગ્લોબલ વોર્મિંગ કહો કે, વાતાવરણનો માર ઉત્પાદન સાવ નહિવત જેવું રહ્યું છે. એમ કહીએ તો ખોટું નથી કે આ વર્ષે પણ કેરીના પાક ખેડૂતો માટે નિષ્ફળ જેવો જ રહ્યો છે.

વલસાડ જિલ્લામાં 26 હજાર હેક્ટરમાં આંબાવાડી ફેલાયેલી છે

સમગ્ર વિશ્વમાં હાફૂસ કેરી માટે જાણીતો બનેલો વલસાડ જિલ્લો હાફૂસની કેરીની મીઠાશ માટે જાણીતો છે. વલસાડ જિલ્લામાં 26 હજાર હેક્ટરમાં આંબાવાડી ફેલાયેલી છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી વાતાવરણમાં આવેલા પલટા અને કમોસમી વરસાદને કારણે અનેક ખેતરોમાં ખેડૂતોને નુકસાન ભોગવવું પડી રહ્યું છે. આ વર્ષે પણ ફેબ્રુઆરી અને માર્ચ માસની તૈયારીમાં અચાનક આવી પડેલા કમોસમી વરસાદને કારણે કેરીના પાકને અસર થઈ છે. મોટાભાગના ગામોમાં કેરીનો પાક નિષ્ફળ રહ્યો છે. જેના કારણે ખેડૂતોને મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો છે.

સમગ્ર વર્ષ દરમિયાન મહેનત કર્યા પછી પણ પાક નિષ્ફળ રહેતા આર્થિક મુશ્કેલી વધી

આંબાવાડીમાં ખાતર રાસાયણિક દવાઓ અને સાફ સફાઈ માટે મજૂરો પણ રાખતા હોય છે અને તમામ પ્રકારની દેખરેખ માટે સારા એવા નાણાં ખર્ચી નાખતા હોય છે. આ વર્ષે પણ વાતાવરણની થયેલી અસરથી પાકને બચાવવા માટે અનેક ખેડૂતોએ રાસાયણિક દવાનો છંટકાવ પણ કર્યો અને તેના માટે નાણાં પણ ખર્ચ કર્યા, પરંતુ તેમ છતાં પણ પાક નિષ્ફળ રહેતા તેમના ખર્ચેલા નાણાં વેસ્ટ ગયા છે. જેના કારણે ખેડૂતોને આર્થિક તંગીમાં મુકાયા છે.

વલસાડમાં કેરીનો પાક નિષ્ફળ રહેતા ખેડૂતો મુશ્કેલીમાં, સરકાર પેકેજ જાહેર કરે એવી માગ

મધ્યમ વર્ગીય ખેડૂતની હાલત પાક નિષ્ફળ જતા દયનીય બની

મધ્યમ વર્ગીય ખેડૂતની હાલત પાક નિષ્ફળ જતા દયનીય બની ગઇ છે. કારણ કે માત્ર આંબાવાડીના પાકના સહારે સમગ્ર વર્ષનું જીવન ગુજરાન તેઓ ચલાવતા હોય છે અને પાક ઉત્તમ પ્રમાણમાં ઉત્પાદન આપે તે માટે ઉધારના રૂપિયા લાવીને રાસાયણિક દવા કે ખાતરનો ખર્ચ કરતા હોય છે, પરંતુ વાતાવરણની અસરને કારણે પાક નિષ્ફળ રહેતા આ વર્ષે મધ્યમવર્ગીય પરિવારના ખેડૂતની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે.

આ પણ વાંચો: ગીર પંથકના કેસર કેરી પકવતા ખેડૂતો બન્યા ચિંતાતુર, કેરીના ખરણનું પ્રમાણ વધ્યું

પાક વીમામાં કેરીનો સમાવેશ કરવા ખેડૂતોની માગ

પાક વીમા યોજના હેઠળ કેરીને આવરી લેવામાં આવી નથી. જો આંબાવાડી ધરાવતા ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તો આવા ખેડૂતોને વીમો મળી શકે નહીં અને ખેડૂતો આર્થિક રીતે પડી ભાંગે તેની સ્થિતિ ઉદભવે છે. ત્યારે ખેડૂતોની માગ છે કે, પાક સંરક્ષણ યોજના હેઠળ દક્ષિણ ગુજરાત અને વલસાડના ખેડૂતો માટે કેરીનો સમાવેશ કરવામાં આવે જેથી પાક નિષ્ફળ રહે તે સમયે ખેડૂતોને વીમાની રકમ મળી શકે.

ગત વર્ષ કરતા 10 ટકા પાક ઓછો રહેવાનું અનુમાન

વલસાડ જિલ્લાના ઇન્ચાર્જ બાગાયત અધિકારી સી. જી. પટેલએ ETV BHARAT સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું કે, ગત વર્ષે હવામાનમાં આવેલા પલટાને કારણે 50 ટકા જેટલો પાક નોંધાયો હતો. જોકે, આ વર્ષે ગત વર્ષ કરતાં 10 ટકા ઓછો પાક એટલે કે 40 ટકા જેટલો કેરીનો પાક રહેવાની શક્યતા છે. જેની પાછળનું મુખ્ય કારણ છે કે, હવામાનની સીધી અસર કેરીના પાકને થાય છે અને આ વર્ષે પણ ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેની અસર મોડે-મોડે પણ જોવા મળી રહી છે. તો સાથે-સાથે આંબાવાડીમાં 'મધીયો' નામનો રોગ જોવા મળી રહ્યો છે. જેથી આ રોગને કારણે મંજરી ઉપર જંતુઓ પડી જતા હોય છે તેમજ ફુલ કાળા થઈને ખરી જતા હોય છે.

આ પણ વાંચો: ગ્લોબલ વોર્મિંગની અસરથી આંબાવાડિયમાં કેરીના ફાલ પર જોવા મળી વિપરીત અસર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.