વાપીના હરિયા પાર્ક વિસ્તારમાં આવેલ શ્રી એલ.જી. હરિયા સ્કૂલ ખાતે અનોખા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકો દ્વારા પ્રકૃતિ, પર્યાવરણના વિવિધ મોડેલ, 3D પેઇન્ટિંગ્સથી લઈને ગુટેનબર્ગ પ્રિન્ટિંગ પ્રેસમાં કેવી હસ્તપ્રતો તૈયાર કરવામાં આવતી હતી તે અંગેની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ દેશોના ચલણનું, ડિજિટલ ટેકનોલોજી અને અન્ય ટેકનોલોજીમાં શું સામ્યતા છે? વેપાર માટે જાહેરાત, ટ્રાન્સપોર્ટેશન કેટલું મહત્વ ધરાવે છે. તેવા વિવિધ વિષયો પર મોડેલ તૈયાર કરવામાં આવ્યા હતાં. કરાઓકે પર ગીત ગાઈ સંગીતના તાલે ડાન્સ કરી એક હજારથી પણ વધુ વિદ્યાર્થીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો અને પોતાનામાં રહેલી અનોખી પ્રતિભાના દર્શન કરાવ્યા હતા.
વાપીની શાળામાં એક્ઝિબિશન યોજાયું, વિદ્યાર્થીઓએ આદ્યુનિક આવિસ્કારોની કરાવી ઝાંખી - etv bharat
વાપીઃ એલજી હરિયા સ્કૂલ ખાતે વિંગ્સ ઓફ વિસડમના બેનર હેઠળ અનોખા એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું. આ એક્ઝિબિશનમાં શાળાના બાળકો દ્વારા આર્ટ્સ, સાયન્સ, સોશિયલ અને મેથ્સ આધારિત વિવિધ પ્રોજેક્ટનું નિર્દેશન કરાયું હતું.
વાપીના હરિયા પાર્ક વિસ્તારમાં આવેલ શ્રી એલ.જી. હરિયા સ્કૂલ ખાતે અનોખા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકો દ્વારા પ્રકૃતિ, પર્યાવરણના વિવિધ મોડેલ, 3D પેઇન્ટિંગ્સથી લઈને ગુટેનબર્ગ પ્રિન્ટિંગ પ્રેસમાં કેવી હસ્તપ્રતો તૈયાર કરવામાં આવતી હતી તે અંગેની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ દેશોના ચલણનું, ડિજિટલ ટેકનોલોજી અને અન્ય ટેકનોલોજીમાં શું સામ્યતા છે? વેપાર માટે જાહેરાત, ટ્રાન્સપોર્ટેશન કેટલું મહત્વ ધરાવે છે. તેવા વિવિધ વિષયો પર મોડેલ તૈયાર કરવામાં આવ્યા હતાં. કરાઓકે પર ગીત ગાઈ સંગીતના તાલે ડાન્સ કરી એક હજારથી પણ વધુ વિદ્યાર્થીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો અને પોતાનામાં રહેલી અનોખી પ્રતિભાના દર્શન કરાવ્યા હતા.
Body:વાપીના હરિયા પાર્ક વિસ્તારમાં આવેલ શ્રી એલ.જી. હરિયા સ્કૂલ ખાતે અનોખા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં શાળાના બાળકો દ્વારા પ્રકૃતિ, પર્યાવરણના વિવિધ મોડેલ, 3d પેઇન્ટિંગ્સ થી લઈને ગુટેનબર્ગ પ્રિન્ટિંગ પ્રેસમાં કેવી હસ્તપ્રતો તૈયાર કરવામાં આવતી હતી તે અંગેની માહિતી સહિત વિવિધ દેશોના ચલણનું, ડિજિટલ ટેકનોલોજી અને અન્ય ટેકનોલોજીમાં શું સામ્યતા છે? વેપાર માટે જાહેરાત, ટ્રાન્સપોર્ટેશન કેટલું મહત્વ ધરાવે છે. તેવા વિવિધ વિષયો પર મોડેલ તૈયાર કરવામાં આવ્યા હતા. કરાઓકે પર ગીત ગાઈ સંગીતના તાલે ડાન્સ કરી એક હજારથી પણ વધુ વિદ્યાર્થીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો. અને પોતાનામાં રહેલી અનોખી પ્રતિભાના દર્શન કરાવ્યા હતા.
wings of wisdom સ્લોગન સાથે એક્ઝીબીશન અંગે શાળાના પ્રિન્સીપાલ બીની પૌલે જણાવ્યું હતું કે, અમારી આ એક નાનકડી કોશિશ હતી કે, બાળકોને પુસ્તકના જ્ઞાન સાથે પ્રેક્ટીકલ જ્ઞાન આપવાની જે પ્રયાસ ખૂબ જ સફળ બન્યો છે. એક્ઝિબિશન દરમ્યાન બાળકોએ આર્ટસ, સાયન્સ, સોશિયલ, મેથ્સ અને ડાન્સિંગ જેવા વિવિધ સબ્જેક્ટ પર પોતાના મોડેલ રજૂ કર્યા હતા. જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. એક્ઝિબિશનમાં સૌથી અનોખુ એક્ઝિબિશન હોય તો તે શાળાના ચેરમેન કાંતિભાઈ હરિયા દ્વારા રજૂ કરાયેલ મુદ્રા એક્ઝિબિશન હતું. આ એક્ઝિબિશનમાં કાંતિભાઈ હરિયા પોતાના જીવનકાળ દરમ્યાન જે 84 જેટલા દેશોમાં પરિભ્રમણ કરેલું તે તમામ દેશોની ચલણી નોટો અને સિક્કાઓનું હતું. આ અદભૂત પ્રદર્શન માણીને વિદ્યાર્થીઓ પણ ખુશખુશાલ બન્યા હતા. આ સાથે જ પહેલાના સમયના કેમેરા કેવા પ્રકારના હતા તે અંગે પણ એક્ઝિબિશનમાં તે કેમેરા ના વિવિધ મોડેલ રજૂ કરાયા હતા. આ એક્ઝિબિશનનો ઉદ્દેશ્ય બાળકોને આધુનિક યુગ અને અર્વાચીન યુગ વચ્ચેનો તફાવત સમજાવવાનો, ઇતિહાસની જાણકારી આપવાનો હતો.
એક્ઝિબિશનમાં ધોરણ 11 કોમર્સમાં ભણતી શ્રુતિ દુબે અને તેમની ટીમે adds to trade નામ નો અનોખો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. જેમાં બેન્કિંગ ફેસિલિટીઝ, ટ્રાન્સપોર્ટેશન, ઇન્સ્યોરન્સ સહિતના બિઝનેસમાં કેવી રીતે ટેકનોલોજીનો સમન્વય કરવામાં આવ્યો છે. અને જાહેરાત થકી કઈ રીતે આ વેપાર કરી શકાય છે. તે અંગે જાણકારી ઉપલબ્ધ કરાવી હતી. શ્રુતિ દુબેના જણાવ્યા મુજબ અહીં રજુ કરેલા તમામ પ્રોજેક્ટમાં દરેક વિદ્યાર્થીનું હાર્ડ વર્ક જોવા મળ્યું હતું. એક્ઝિબિશનમાં currency exhibition ખૂબ જ ગમ્યું હતું
ચેતન મલિક નામના ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીએ આ એક્ઝિબિશનમાં ડ્રોન ટેકનોલોજી અંગે પોતાનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે બદલાતી ટેકનોલોજી સાથે દુનિયામાં કેવા પ્રકારના આવિષ્કારો થયા છે. તે અંગેની જાણકારી ઉપલબ્ધ કરાવવાનો અમારો ઉદ્દેશ્ય હતો. જેમાં ડ્રોન ટેકનોલોજી સહિત હાઇડ્રોલિક બ્રિજ અને બેંકની એટીએમ ટેકનોલોજી વિશે લોકોને માહિતી પૂરી પાડી હતી જેને ખુબ જ સારો પ્રતિભાવ મળ્યો હતો. આ તમામ પ્રોજેક્ટ માટે વિદ્યાર્થીઓએ એક માસ સુધીની સખત મહેનત કરી હતી. જેના થકી આ વૈચારિક જ્ઞાનની પ્રાપ્તિ કરાવવામાં મદદરૂપ થતા સોક્રેટિસ જેવા લેખકોના જ્ઞાન વર્ધક પુસ્તકો સહિતનું એક્ઝિબિશન સાકાર થયું હતું.
Conclusion:પ્રકૃતિ, પર્યાવરણ, 3D ટેકનોલોજી, ડિજિટલ ટેકનોલોજીના વિવિધ પ્રોજેકટને વિદ્યાર્થીઓ,વાલીઓએ પણ સરાહનીય ગણાવ્યો હતો. અને આ રસપ્રદ જાણકારી પહેલી વખત મળી હોવાનો અહેસાસ કર્યો. હતો કાર્યક્રમ દરમ્યાન શાળાના ચેરમેન સહિત કેમિકલ ટેકનોલોજી ક્ષેત્રે જાણીતા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ક્રિષ્નાનંદ હબલે, ટ્રસ્ટી, એ.કે. શાહ, તુષાર શાહ સહિત શાળાના પ્રિન્સીપાલ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ,વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
bite :- 1, બીની પૌલ, પ્રિન્સિપાલ, શ્રી એલ.જી. હરિયા સ્કૂલ
bite :- 2, શ્રુતિ દુબે, એક્ઝિબિશનમાં ભાગ લેનાર વિદ્યાર્થીની
bite :; 3, ચેતન મલિક, એક્ઝિબિશન માં ભાગ લેનાર વિદ્યાર્થી
story approved by desk......