વલસાડ: જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 300ને પાર પહોંચી છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા વલસાડનો તિથલ દરિયા કિનારો તેમજ અન્ય જોવાલાયક સ્થળો પર્યટકો માટે બંધ કરવામાં આવ્યા છે, પરંતુ ધરમપુરના ગિરિમથક એવા વિલ્સન હિલને બંધ કરવામાં આવ્યું નહોતું. જેથી ગત એક અઠવાડિયાથી વરસાદ પડતાની સાથે લોકોનો ઘસારો વિલ્સન હિત તરફ થઈ રહ્યો હતો.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7990942_acv.jpeg)
ગત 2 દિવસથી સુરત નવસારી વડોદરા જેવા શહેરોથી મોટી સંખ્યામાં પર્યટકો અહીં ગાડી લઈને આવી રહ્યા હતા. જો કે, આ સમગ્ર બાબતે ETV BHARAT દ્વારા સચોટ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેને લઇને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને હાલ ધરમપુર પોલીસ દ્વારા વિલ્સન હિલ ખાતે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સાથે જ વિલ્સન હિલને પર્યટકો માટે બંધ કરવામાં આવ્યું છે.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7990942_th.jpg)
હિલની મુલાકાતે આવનારા પર્યટકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહોતા કરતા. આ ઉપરાંત કોરોના માટે સરકારે જાહેર કરેલી ગાઈડલાઇન્સનો પણ ભંગ કરતા હતા. જેથી ETV BHARATએ સમગ્ર બાબતનો અહેવાલ રજૂ કર્યો હતો. જેના અસરથી વહીવટીતંત્રએ પર્યટકો માટે વિલ્સન હિલ બંધ કર્યું છે. આ ઉપરાંત પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે.