ETV Bharat / state

પારડીમાં 10 વર્ષના બાળકે ગણેશજીની બનાવી ઈકોફ્રેન્ડલી પ્રતિમા - GIDC

ગણેશ ચતુર્થી નિમિત્તે કોરોના કાળમાં દરેક ઘરે ગણેશની પ્રતિમાનું સ્થપાન કરવામાં આવ્યું છે. ત્યારે દરેક સ્થળે ઇકો ફ્રેન્ડલી ગણેશની પ્રતિમા સ્થાપિત કરવા માટેની પ્રાથમિકતા આપી છે. ત્યારે પારડી તાલુકાના GIDC વિસ્તારમાં રહેતા 10 વર્ષના એક નાનકડા બાળકે પોતાના હાથે માટીમાંથી બનાવેલી ગણેશની પ્રતિમાની સ્થાપના કરી હતી. તેના પરિવારજનોએ આ પ્રતિમાની સ્થાપના પોતાના ઘરમાં કરી છે અને વિધિવત રીતે તેની પૂજાઅર્ચના કરવામાં આવી હતી.

ઇકો ફ્રેન્ડલી ગણપતિ
ઇકો ફ્રેન્ડલી ગણપતિ
author img

By

Published : Aug 22, 2020, 8:16 PM IST

વલસાડઃ જિલ્લામાં શનિવારે દરેક જગ્યાએ વહેલી સવારથી જ ગણેશોત્સવની ધૂમ જોવા મળી છે. દરેક લોકો કોરોના કાળમાં પણ ગણપતિ બાપાની પ્રતિમાને પોતાના ઘરમાં સ્થાપિત કરી છે. દરેક ઘરમાં ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ગણેશ પ્રતિમાની સ્થાપના કરી શાસ્ત્રોક્ત વિધિ-વિધાન મુજબ પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

eco frendly ganesh statute
આ મૂર્તિ તૈયાર કરતાં બે દિવસ જેટલો સમય લાગ્યો

પારડી GIDC વિસ્તારમાં રહેતા એક 10 વર્ષીય બાળક ક્રિષ્ના મિસ્ત્રીએ પોતાના હાથેથી બે દિવસ પહેલા માટી કાગળ અને શ્રીફળના કોચા એકત્ર કરી તેમાંથી ગણેશની પ્રતિમાનું નિર્માણ કર્યું હતું. પોતાના નાનકડા હાથે બનાવેલી આ પ્રતિમાને જોઈ તેના પરિવારજનોએ આ બાળકની કલાને પ્રોત્સાહન આપવા માટે બાળક દ્વારા બનાવવામાં આવેલી આ પ્રતિમાનું સ્થાપન પોતાના ઘરમાં કર્યું છે અને સ્થાપિત કર્યા બાદ આ ગણપતિની પ્રતિમાની વિધિવત રીતે પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી.

eco frendly ganesh statute
પારડીમાં 10 વર્ષીય બાળકે બનાવ્યા ઇકો ફ્રેન્ડલી ગણપતિ

રવિવારે પોતાના ઘર આંગણે જ ગણપતિની પ્રતિમાનું ઈકોફ્રેન્ડલી રીતે વિસર્જન પણ કરવામાં આવશે. આ 10 વર્ષીય બાળક ક્રિષ્ના મિસ્ત્રીએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું કે, આ મૂર્તિ તૈયાર કરતાં તેને બે દિવસ જેટલો સમય લાગ્યો હતો. આ પ્રતિમા બનાવવા માટે તેને નારિયેળના કુચા, કાગળ અને માટીનો ઉપયોગ કર્યો છે.

10 વર્ષના બાળકે બનાવી ગણેશજીની ઈકોફ્રેન્ડ્લી પ્રતિમા

મહત્વનું છે કે, કોરોના કાળ દરમિયાન સરકાર દ્વારા દરેક નાના મોટા તહેવારોની ઉજવણી સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં માટે વિશેષ નીતિ નિયમો પણ બહાર પાડવામાં આવ્યા છે. જેમાં ગણેશોત્સવની ઉજવણી માટે જાહેર પંડાલોમાં સાર્વજનિક રીતે સ્થાપિત કરવામાં આવતા ગણેશ મહોત્સવ પર મુકવામાં આવી છે.

આ સાથે ચાર ફૂટ કરતાં નાની પ્રતિમાઓ સ્થાપન પોતાના ઘરમાં કરી શકાશે. જેવા નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. જેને લઇને ગણેશભક્તોએ સાર્વજનિક ગણેશની સ્થાપના મોકૂફ રાખીને પોતાના ઘરમાં જ ગણેશની પ્રતિમાની સ્થાપના કરી છે. તેમજ વિસર્જન પણ જાહેર જગ્યા પર નદીનાળા કે વિવિધ જળાશયમાં ન કરતા પોતાના ઘર આંગણે એક પ્લાસ્ટિકના ટબ ઇકો ફ્રેન્ડલી રીતે વિસર્જન કરશે.

આ પણ વાંચો - CM વિજય રૂપાણીએ પોતાના નિવાસસ્થાને ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરી

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પોતાના નિવાસસ્થાને અભિગમ વિચાર સાથે ગણેશજીનું સ્થાપન કર્યું છે. તેમજ પ્લાન્ટ એ પ્લાન્ટ વીથ ગણેશનો એક નવતર અભિગમ તેમને આ ગણેશ સ્થાપનામાં અપનાવ્યો છે. આ નવતર અભિગમની ભાવના સાથે સૌને પર્યાવરણનું જતન અને સંવર્ધન કરે તે માટે મોટાપાયે વૃક્ષો વાવવા આ અવસરે રાજ્યભરની જનતાને અપીલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.