વાપી: વાપીથી 36 કિલોમીટર દૂર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના કુર્ઝે અને સુત્રાપાડા ગામ ખાતે પરોઢીયે ભૂકંપનો આંચકો આવ્યો હતો. ગામવાસીઓ મીઠી નીંદરમાં હતા તે દરમિયાન ધરતી ધ્રુજવાના લીધે લોકો સફાળા જાગી ગયા હતાં. આજે રવિવારની વહેલી સવારે 5:32 વાગ્યએ 2.2ની તીવ્રતાનો અને 3.6ની તીવ્રતાના બે આફટરશોક (2.2 magnitude earthquake and 3.6 magnitude earthquake) આવ્યાં હતાં.
આંચકાના કેન્દ્ર બિંદુ વિશે સિસમોલોજિકલ વિભાગએ આપી માહિતી
પાલઘર તાલુકામાં નોંધાયેલા આ આંચકા અંગે સિસમોલોજિકલ વિભાગ (Seismological department) ગાંધીનગરના જણાવ્યા મુજબ, બને આંચકાનું કેન્દ્ર બિંદુ (epicenter of the shock) વલસાડ જિલ્લાના વાપીથી 36 અને 33 કિલોમીટર દૂર નોંધાયું હતું. જે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં તલાસરી તાલુકામાં આવેલા કુર્ઝે ગામ અને સુત્રાપાડા ગામ નજીક હતું.
જમીનમાં 10 કિલોમીટર નીચે પ્રથમ આંચકાની ભીતિ
વહેલી સવારે 5:32 વાગ્યએ આવેલો પ્રથમ આંચકો 2.2 રિકટર સ્કેલનો હતો, જ્યારે 5:35 વાગ્યએ આવેલો ભૂકંપ 3.6 રિકટર સ્કેલનો હતો. Letutude મુજબ 20.152 અને Longitude મુજબ 72.901 પર જમીનમાં 10 કિલોમીટર નીચે પ્રથમ આંચકો અનુભવાયો હતો. 5:35 વાગ્યે 3.6 રિકટર સ્કેલનો નોંધાયેલો આંચકો Letutude મુજબ 20.116 અને Longitude મુજબ 72.941 પર જમીનમાં 1.1 કિલોમીટર નીચે નોંધાયો હતો.
ભૂકંપના આંચકાથી કોઈ જાનહાની થઈ નથી
બીજો આંચકો ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરા નગર હવેલીના સુરંગી, વેલુંગામ, ખાનવેલ નજીક આવ્યો હોય આ વિસ્તારમાં લોકો ગભરાટના માર્યા સફાળા જાગી ગયા હતા. હાશકારાની વાત તો એ છે કે, ભૂકંપના આંચકાથી કોઈ જાનહાની થઈ નથી.
આ પણ વાંચો:
ભૂકંપ ઝોન ધૂંદલવાડી અત્યાર સુધીમાં ધરતીકંપના 2000થી વધુ આંચકા ખમી ચૂક્યું છે