વલસાડ: કપરાડા ખાતે આવેલ સાંસ્કૃતિક હોલમાં આયોજિત કેબિનેટપ્રધાન ગણપત વસાવાની ઉપસ્થિતિમાં વનજમીન અધિકારપત્ર વિતરણ કરવામાં આવ્યાં હતાં.આ તકે વસાવાએ કહ્યું કે સરકાર હમેંશા આદિવાસી ની ચિંતા કરનારી સરકાર છે. અત્યાર સુધીમાં ઉમરગામથી અંબાજી સુધીમાં 13 લાખ એકર જમીન આદિવાસીને એનયત કરી છે. આજે વલસાડ જિલ્લામાં તારીખ 13/12/2005 પહેલાંનો કબજો ધરાવતા હોય અને તારીખ 31/12/2007 સુધી અગાઉનો કબજો ચાલુ હોય એવા ખેતી અને રહેઠાણ માટે જમીન માલિકીના અધિકારો આપવામાં આવ્યાં હતાં. આજે કાર્યક્રમમાં 1147 જમીન ફાળવણી આદેશપત્રો જે 299 હેકટર થાય છે. તેના પ્રમાણપત્રો ઉપસ્થિત રહેલા પ્રધાનના હસ્તે એનાયત કરવામાં આવ્યાં, જ્યારે અધિકારપત્રો 8000 જેટલા એનાયત કરવામાં આવ્યાં હતાં.
કાર્યક્રમ દરમ્યાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે હાલ કોરોનાનો કેેર છે પણ ગુજરાત સરકારે કહ્યું વિશિષ્ટ વ્યવસ્થા કરી છે. તેમ જ રિકવરી રેટ પણ ખૂબ ઝડપી વધી રહ્યો છે ભાજપ સરકાર હંમેશા આદિવાસીની સાથે રહી છે. પ્રકૃતિ અને જંગલનું રક્ષણ વર્ષોથી આદિવાસી કરતાં આવ્યાં છે. આજે આદિવાસીઓને વન અધિકાર અંતર્ગત આદેશપત્રો અને અધિકારપત્રો એનાયત કરવામાં આવ્યાં છે. તેમને કહ્યું કે કોરોનાને આપત્તિ નહીં પણ અવસર બનાવીને કાર્ય કરી વિકાસકાર્ય સતત આગળ વધી રહ્યું હોવાનું જણાવ્યું હતું અને અધિકારપત્રો મેળવનાર લાભાર્થીઓને જમીન દ્વારા ખેતી કરી પગભર બનવાની શુભેચ્છાઓ આપી હતી.