વલસાડ : રસ્તા વચ્ચે પીળા અને બ્લુ કલરના આ ડસ્ટબીન કચરો નાખવા માટે નહીં પરંતુ માર્ગ પર થતા વાહનોના અવગમનને ધીમું પાડી બહારના વાહનોને અટકાવવા માટે મુક્યા છે. આ અદભુત આઈડિયા ઉમરગામ નગરપાલિકાનો છે. પાલિકા તંત્ર દ્વારા બહારથી આવતા લોકોની ચકાસણી અને રજિસ્ટ્રેશન માટે ઉમરગામ, નારગોલ જેવા મુખ્ય માર્ગો પર ખાસ ચેકપોસ્ટ ઉભી કરાઈ છે. જ્યાં સ્ટીલના કે પ્લાસ્ટિકના બેરીકેટને બદલે કચરા માટે ખરીદેલા અથવા તો સહાયરૂપે મેળવેલા કલીનો કંપનીના ડસ્ટબીન મૂકી દીધા છે.
ઉમરગામના માર્ગો પર ડસ્ટબીન બન્યા બેરીકેડ, ચેકપોસ્ટ પર મુક્યા ડસ્ટબીન - valsad
કોરોના મહામારી અને લોકડાઉન દરમ્યાન શહેર-ગામડા અને જિલ્લા-રાજ્યની સરહદો સીલ કરી પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. મુખ્ય માર્ગો પર ક્યાંક પોલીસે બેરીકેડ લગાડ્યા છે. ક્યાંક પતરાની આડશ મૂકી છે. પરંતુ ઉમરગામ નગરપાલિકાએ પાલિકા વિસ્તારમાં ઉભી કરેલી ચેકપોસ્ટ પર કચરો નાખવાના ખાલી ડસ્ટબીન ગોઠવી દેતા ચર્ચાનો વિષય બન્યો છે.