ETV Bharat / state

ડુંગરી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 5 લાખથી વધુની કિંમતનું MD Drugs કર્યું કબજે, 3ની અટકાયત

વલસાડ જિલ્લામાં તહેવાર નિમિત્તે પોલીસે સઘન વાહન ચેકિંગ કર્યું હતું. ત્યારે મુંબઈથી સુરત કારમાં લાવવામાં આવતું એમ. ડી. ડ્રગ્સ પોલીસે ઝડપી પાડ્યું છે. આ સાથે જ પોલીસે 3 લોકોની અટકાયત પણ કરી છે. ડુંગરી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન આ ડ્રગ્સ કબજે કર્યું હતું.

ડુંગરી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 5 લાખથી વધુની કિંમતનું MD Drugs કર્યું કબજે, 3ની અટકાયત
ડુંગરી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 5 લાખથી વધુની કિંમતનું MD Drugs કર્યું કબજે, 3ની અટકાયત
author img

By

Published : Sep 2, 2021, 8:51 AM IST

  • વલસાડ પોલીસ ને વાહન ચેકિંગ દરમ્યાન મળી આવ્યું એમ.ડી. ડ્રગ્સ
  • 58 ગ્રામ એમ ડી ડ્રગ્સ સાથે 2 ઈસમો મુંબઈ થી જતા હતા અમદાવાદ
  • વાઘલધરા ચેકપોસ્ટ પર અલ્ટો કાર અટકાવી તપાસ કરતા પોલીસ પણ ચોંકી ગઈ

વલસાડઃ ડુંગરી નજીક વાઘલધરા ચેકપોષ્ટ પર પોલીસ સઘન વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસે 58 ગ્રામ એમ. ડી. ડ્રગ્સ સાથે 3 શખ્સને ઝડપી લીધા હતા. આ સાથે જ પોલીસે 5,83,600 સહિત 7,94,000 રૂપિયાની રોકડમ રકમ કબજે કરી હતી.

આ પણ વાંચો- Md ડ્રગ્સ લીધા બાદ યુવકનું મૃત્યુ, દીકરાના મૃત્યુનું રહસ્ય જાણવા પરિવાર ખાઈ રહ્યું છે પોલીસ સ્ટેશનના ધક્કા
આરોપીઓ મુંબઈથી સુરત લઈ જતા હતા ડ્રગ્સ
સામાન્ય રીતે વલસાડ જિલ્લા પોલીસ તહેવારોના સમયમાં જિલ્લાના પ્રવેશદ્વાર ઉપર વાહન ચેકિંગ અભિયાન કરે છે, પરંતુ એનો મોટો ફાયદો એ છે કે, ગેરકાયદે ચાલતી મોટા ભાગની પ્રવૃત્તિ ડામી શકાય છે. એમાં પણ દારૂની ખેપ કરતા કે અન્ય પ્રવૃત્તિ કરનારા વાહન ચેકિંગમાં જ ઝડપાઈ જતા હોય છે ત્યારે મુંબઈથી સુરત કારમાં એમ. ડી. ડ્રગ્સ લઈ ને જતા 3 શખ્સને ડુંગરી પોલીસે ઝડપી લીધા છે.

વાઘલધરા ચેકપોસ્ટ પર અલ્ટો કાર અટકાવી તપાસ કરતા પોલીસ પણ ચોંકી ગઈ

અલ્ટો કારમાં સવાર 3 શખ્સ પાસેથી 58 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળ્યું

મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલા કાળા રંગની અલ્ટો કાર નંબર GJ-06-DQ-8479 પોલીસે શંકા જતા અટકાવી હતી. તેમાં તપાસ કરતા કારમાંથી 58 ગ્રામ એમ. ડી. ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે જ રોકડ રૂપિયા 7 લાખ 94 હજાર પણ કબ્જે કર્યા છે.
આ પણ વાંચો- અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 4 કિલો કોકેઇન ડ્રગ્સ, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 20 કરોડ

વાઘલધરા ચેકપોસ્ટ ઉપરથી 3ની કરી ધરપકડ

પોલીસને વાહન ચેકિંગ દરમિયાન ડ્રગ્સ મળતા પોલીસે આરોપી રિઝવાન ડોચકી (રહે. ખાજા ગેટ જામનગર), મંઝીડ મકરાણી (રહે. જામનગર), શરજહાં બલોચ (રહે. જામનગર)ની ધરપકડ કરી હતી.

ત્રણેય સામે ગુનો દાખલ કરાયો
યુવાનોને નશામાં ધકેલવા માટે કેટલાક ડ્રગ્સ માફિયાઓ સક્રિય છે. ત્યારે ડુંગરી પોલીસે ઝડપી લીધેલા 3 શખ્સો પાસે કબજે લેવામાં આવેલા 58 ગ્રામ જેટલું એમ. ડી. ડ્રગ્સની કિંમત બજારમાં 5,83,600 રૂપિયા હોવાનું મનાય રહ્યું છે. અત્યારે તો ડુંગરી પોલીસેે 3 શખ્સોની અટકાયત કરી તેમની સામે ગુનો દાખલ કરવા અંગેની તજવીજ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.