ETV Bharat / state

FASTag પૂરતી માહિતીના અભાવે, હજુ માંડ 28% વાહનચાલકોએ આપ્યો પ્રતિસાદ - FASTag શું છે

વાપી : ગુજરાત રાજ્યમાં 16 ચેકપોસ્ટને નાબૂદ કર્યા બાદ હવે ટ્રાફિક-સમય અને ઇંધણની બચતના બહાના હેઠળ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)એ સ્ટેટ હાઇવે પર FASTag નામનો નવો નિયમ લાગુ કરવાની તજવીજ હાથ ધરી છે. આ માટે 1લી ડિસેમ્બર આખરી તારીખ હતી. તેને લંબાવીને 15મી ડિસેમ્બરની નવી મુદ્દત પડી છે. આ સિસ્ટમ અંગે NHAIએ ફાળવેલા FASTag પોઇન્ટ પર હજુ સુધી માંડ 28% જેટલા વાહનચાલકોએ જ ટેગ મેળવ્યો છે.

વાપી
etv bharat
author img

By

Published : Dec 3, 2019, 2:40 AM IST

NHAI (નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા)એ વાહનચાલકોને લાંબી કતારોમાંથી મુક્તિ અપાવવા ઇ-ટોલ મિકેનિઝમ કેશલેસ સુવિધા લાગુ કરી છે. ઇન્ટર ઓપરેબલ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સર્વિસઝ દ્વારા વાહનચાલકો ટોલ ફી ચૂકવી શકશે. ફાસ્ટૈગમાં એક વખત 100-200 કે તેનાથી વધુ રૂપિયા ભરીને એની રસીદ વાહનના વિન્ડ સ્ક્રિન પર લગાડવાની રહેશે

જેમાં prepaid એકાઉન્ટમાંથી ડાયરેક્ટ ટોલ પેમેન્ટ માટે રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. ફાસ્ટૈગનો ઉપયોગ કરતા વાહન ચાલકોને કેશલેસ ટ્રાવેલ માટે હાઈવે પર અલગ-અલગ ફાસ્ટૈગ લેન ફાળવવામાં આવશે. IRBના અન્ય એક અધિકારીએ પણ FASTag બાબતે નેશનલ ઓથોરિટી જ વિગતો આપી શકે. આ નિયમ નેશનલ ઓથોરીટી દ્વારા લાગુ કરાયો હોય તેમની પાસે જ વિગતો મળશે તેવો જવાબ આપ્યો હતો.

FASTag પૂરતી માહિતીના અભાવે, હજુ માંડ 28% વાહનચાલકોએ આપ્યો પ્રતિસાદ

જોકે, સમગ્ર મામલે જ્યારે નેશનલ હાઇવે ઓથોરિટીના સુરત ખાતેના શશી ભૂષણ સાથે ટેલિફોનિક વાત કરતા આ અધિકારીએ જણાવ્યું હતું કે, નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર અથવા સહભાગી બેંકોની નિર્ધારિત શાખાઓમાં ફાસ્ટૈગની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. આ અંગે IRBના ટોલ અધિકારીઓને સંપૂર્ણ વિગતોથી અવગત કરાયા હોવાનું જણાવ્યું હતું. તેમ છતાં નાગરિકો, વાહનચાલકોના હિત માટે આ નિયમની વિગતો આપતા જણાવ્યું હતું કે, ફાસ્ટૈગ માટે કોઈપણ વાહનચાલક ચેક, કેશ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, નેશનલ ઇલેક્ટ્રોનિક્સ ફંડ ટ્રાન્સફર (NEFT) અથવા real time gross settlement (RGST) દ્વારા પેમેન્ટ કરીને રિચાર્જ કરી શકશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ICICI બેન્ક, એરટેલ સહિત ચારેક એજન્સી જરૂરી દસ્તાવેજ સાથે વાહનચાલકોને ફ્રી કોસ્ટ ફાસ્ટૈગ ઉપલબ્ધ કરાવે છે. IRB જેવા ટોલ પ્લાઝા પર એક વ્યક્તિને આ કાર્ડ એક્ટિવેટ કરવા માટે લગભગ 10થી 15 મિનિટ જેટલો સમય લાગે છે. આ નિયમથી જે ટોલની રકમ ભરવામાં આવે છે. તેમાં કોઈ જ ફરક નહીં પડે.

પરંતુ હાલ સરકાર દ્વારા આ માટે ખાસ ડિસ્કાઉન્ટ સ્કીમ ઉપલબ્ધ કરાવી છે. જ્યારે ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરના વિસ્તારના વાહનો માટે જે ટોલ પ્લાઝા પર ટોલ ફ્રી હતો. તેને બદલે હવે તેણે આ નિયમ અંતર્ગત નજીવી ફી ચૂકવવી પડશે. અને તેમાં પણ ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ફાસ્ટૈગ નિયમ માટે હજુ સુધી માંડ 27 થી 28 % વાહનચાલકોએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જે અંગે વાહનચાલકો પાસે પૂરતી માહિતીનો અભાવ કારણભૂત છે. જ્યારે દેશના તમામ ટોલ પ્લાઝા પર આ નિયમ લાગુ કર્યો છે. ફાસ્ટૈગ નિયમ હેઠળ જ વાહનોને પસાર કરવા દેવામાં આવશે. જેથી દરેક કાર ચાલકોએ ફાસ્ટૈગ ફરજીયાત લેવો પડશે. વાહનચાલકને ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ મળશે.

Intro:location :- બગવાડા

વાપી :- ગુજરાત રાજ્યમાં 16 ચેકપોસ્ટને નાબૂદ કર્યા બાદ હવે ટ્રાફિક-સમય અને ઇંધણની બચતના બહાના હેઠળ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)એ સ્ટેટ હાઇવે પર FASTag નામનો નવો નિયમ લાગુ કરવાની તજવીજ હાથ ધરી છે. આ માટે 1લી ડિસેમ્બર આખરી તારીખ હતી. પરંતુ યોગ્ય માહિતીના અભાવે આ સિસ્ટમને મોળો પ્રતિસાદ મળતા હવે 15મી ડિસેમ્બરની નવી મુદ્દત પડી છે. ત્યારે, આ સિસ્ટમ અંગે NHAIએ ફાળવેલા FASTag પોઇન્ટ પર હજુ સુધી માંડ 28% જેટલા વાહનચાલકોએ જ ટેગ મેળવ્યો છે.

Body:NHAI (નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા)એ વાહનચાલકોને લાંબી કતારોમાંથી મુક્તિ અપાવવા ઇ-ટોલ મિકેનિઝમ કેશલેસ સુવિધા લાગુ કરી છે. ઇન્ટર ઓપરેબલ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સર્વિસઝ દ્વારા વાહનચાલકો ટોલ ફી ચૂકવી શકશે. ફાસ્ટ ટેગ માં એક વખત 100-200 કે તેનાથી વધુ રૂપિયા ભરીને એની રસીદ વાહનના વિન્ડ સ્ક્રિન પર લગાડવાની રહેશે જેમાં prepaid એકાઉન્ટમાંથી ડાયરેક્ટ ટોલ પેમેન્ટ માટે radio frequency identification ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. ફાસટેગનો ઉપયોગ કરતા વાહન ચાલકોને કેશલેસ ટ્રાવેલ માટે હાઈવે પર અલગ-અલગ ફાસટેગ લેન ફાળવવામાં આવશે.

પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે, આ અંગે જ્યારે વાપી નજીક બગવાડા ટોલ પ્લાઝાના અધિકારીઓ પાસે વિગતો અને જાણકારી માંગી તો તેમની પાસે આ અંગે કોઈ વિગતો ના હોવાનું અને મીડિયા ખોટી વિગતો છાપતા હોવાનું જણાવી વિગતો આપવાથી દૂર ભાગ્યા હતાં. વધુમાં આ અંગે બેન્ક પાસે વધુ વિગતો હોવાનો જવાબ આપી પોતાનો બચાવ કર્યો હતો. IRB ના અન્ય એક અધિકારીએ પણ FASTag બાબતે નેશનલ ઓથોરિટી જ વિગતો આપી શકે તેવું જણાવી આ નિયમ નેશનલ ઓથોરીટી દ્વારા લાગુ કરાયો હોય તેમની પાસે જ વિગતો મળશે તેવો જવાબ આપ્યો હતો.

જો કે સમગ્ર મામલે જ્યારે નેશનલ હાઇવે ઓથોરિટીના સુરત ખાતેના શશી ભૂષણ સાથે ટેલિફોનિક વાત કરતા આ નિખાલસ સ્વભાવના અધિકારીએ જણાવ્યું હતું કે નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર અથવા સહભાગી બેંકોની નિર્ધારિત શાખાઓમાં ફાસટેગની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. આ અંગે IRB ના ટોલ અધિકારીઓને સંપૂર્ણ વિગતોથી અવગત કરાયા હોવાનું જણાવ્યું હતું. તેમ છતાં નાગરિકો, વાહનચાલકોના હિત માટે આ નિયમની વિગતો આપતા જણાવ્યું હતું કે ફાસટેગ માટે કોઈપણ વાહનચાલક ચેક, કેશ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, નેશનલ ઇલેક્ટ્રોનિક્સ ફંડ ટ્રાન્સફર (NEFT) અથવા real time gross settlement (RGST) દ્વારા પેમેન્ટ કરીને રિચાર્જ કરી શકાશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ICICI બેન્ક, એરટેલ સહિત ચારેક એજન્સી જરૂરી દસ્તાવેજ સાથે વાહનચાલકોને ફ્રી કોસ્ટ ફાસ ટેગ ઉપલબ્ધ કરાવે છે. IRB જેવા ટોલ પ્લાઝા પર એક વ્યક્તિને આ કાર્ડ એક્ટિવેટ કરવા માટે લગભગ 10 થી 15 મિનિટ્સ જેટલો સમય લાગે છે. આ નિયમથી જે ટોલની રકમ ભરવામાં આવે છે. તેમાં કોઈ જ ફરક નહીં પડે. પરંતુ હાલ સરકાર દ્વારા આ માટે ખાસ ડિસ્કાઉન્ટ સ્કીમ ઉપલબ્ધ કરાવી છે. જ્યારે ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરના વિસ્તારના વાહનો માટે જે ટોલ પ્લાઝા પર ટોલ ફ્રી હતો. તેને બદલે હવે તેણે આ નિયમ અંતર્ગત નજીવી ફી ચૂકવવી પડશે અને તેમાં પણ ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

Conclusion:ઉલ્લેખનીય છે કે ફાસટેગ નિયમ માટે હજુ સુધી માંડ 27 થી 28 % વાહનચાલકોએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જે અંગે વાહનચાલકો પાસે પૂરતી માહિતીનો અભાવ કારણભૂત છે. જ્યારે દેશના તમામ ટોલ પ્લાઝા પર આ નિયમ લાગુ કર્યો હોય, ફાસટેગ નિયમ હેઠળ જ વાહનોને પસાર કરવા દેવામાં આવશે. જેથી દરેક કાર ચાલકોએ ફાસ ટેગ ફરજીયાત લેવો પડશે. અને તો જ ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ મેળવશે.

PTC.........
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.