ETV Bharat / state

ધરમપુરના કપરાડામાં વરસાદ થતાં ખેડૂતો ડાંગરની ખેતીમાં જોતરાયા

જિલ્લામાં કપરાડા અને ધરમપુર ખાતે મોસમનો 100 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડે છે જેના લીધે અહીં ડાંગરની ખેતી ઉપર ખેડૂતો નભે છે. મોટા ભાગે ખેડૂતો આકાશી ખેતી કરીને જીવન ગુજરાન ચલાવવતા હોય છે. વલસાડ જિલ્લાના ખેડૂતો મોટા ભાગે ડાંગરની ખેતી ઉપર નભે છે. હાલ જ્યારે વરસાદ થઈ રહ્યો હોય, ત્યારે તમામ ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ખેડૂતો ખેતરોમાં હળ અને ડાંગરના ભાત સાથે રોપણીમાં જોતરાયા છે. વલસાડ જિલ્લામાં અંદાજિત 70000 હેકટરમાં ડાંગરના પાકની ખેતી કરવામાં આવે છે.

વરસાદ થતાં ખેડૂતો ડાંગરની ખેતીમાં જોતરાયા

author img

By

Published : Jul 9, 2020, 8:08 PM IST

  • ધરમપુરના ખેડૂત ડાંગરની ખેતી પર નિર્ભર
  • સારા વરસાદના પગલે ખેડૂતો વાવણીમાં લાગ્યા
  • જિલ્લામાં અંદાજિત 70,000 હેક્ટરમાં ડાંગરના પાકની ખેતી
  • સારા વરસાદના પગલે ખેડૂતોમાં આનંદો

વલસાડ: જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા સતત વરસાદને કારણે ડાંગરની ખેતી કરતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસથી વરસેલા વરસાદને કારણે ડાંગરની ફેર રોપણી કરતાં ખેડૂતો આનંદમાં આવી ગયા છે. ખેતરોમાં પાણી ભરાવાને કારણે ડાંગરની ખેતીમાં ફેર રોપણી કરવા માટે વરસાદ ખૂબ જ અનુકૂળ છે. જેના કારણે હાલમાં ઉપરવાસના અનેક અંતરિયાળ ગામોમાં વરસાદની હેલી થતા અનેક ખેડૂતો હળ બળદો લઈ ખેતરમાં જોતરાયા છે.

કપરાડામાં વરસાદ થતાં ખેડૂતો ડાંગરની ખેતીમાં જોતરાયા

જિલ્લામાં 70,000 જેટલા હેકટરમાં ડાંગરની ખેતીનો પાઠ કરવામાં આવે છે. મોટાભાગના ખેડૂતો ડાંગરના પાકને વાર્ષિક પાઠ તરીકે ગણાવે છે અને તેના ઉપર જ પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય છે. મોટાભાગે આ ખેતી આકાશી ખેતી તરીકે જ તેઓ ઉપયોગ કરતા હોય છે. જેથી વરસાદી પાણી ઉપર જ આ ખેતી કરે છે. મહત્વનું છે કે એક એકર જેટલી જમીનમાં 4,000 કિલો જેટલું ડાંગરના પાકનું ઉત્પાદન કરવામાં આવે છે. ધરમપુર અને કપરાડા વિસ્તારના આદિવાસી સમાજના લોકો ડાંગરની તેમજ નાગલીની ખેતી કરતા હોય છે. હાલમાં વરસાદ થતાની સાથે જ અનેક ખેડૂતો પોતાના ખેતરમાં કામગીરીમાં જોતરાઈ ગયા છે.

મહત્વનું છે કે ધરમપુર અને કપરાડા વિસ્તારમાં 100 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડતો હોય છે. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડાને દક્ષિણ ગુજરાતનું ચેરાપુંજી તરીકે પણ ઓળખવામાં આવે છે, પરંતુ તેમ છતા પણ ઉનાળામાં પાણીની મુશ્કેલી સર્જાય છે. જેથી ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો બીજી તરફ ચોમાસા દરમિયાન પુષ્કળ વરસતા વરસાદને કારણે અહીં ખેડૂતો ડાંગરની ખેતી કરતા હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.