ETV Bharat / state

પૈડાં ફરતાં રહે! વરસાદ શરૂ થતાં વાહન ચાલકોની હાલત દયનીય બની, ટાયર ફાટવાના કેસ વધ્યા - tire burst of vehicles

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ(Heavy rain in Valsad )પોતાનું રૌદ્ર સ્વરૂપ રજૂ કર્યું હતું. ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. રસ્તાઓમાં ખાડાના કારણે અકસ્માત થવા જેવા કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે. જેના કારણે વાહન ચાલકોના ખિસ્સાનો ખર્ચ પણ વધી ગયો છે. તેમાં વધુ પ્રમાણમાં ટુ-વ્હીલર તેમજ કાર ચાલકોની હાલત (tire blowout incident) હાલ દયનીય બની ચૂકી છે.

પૈડાં ફરતાં રહે! વરસાદ શરૂ થતાં વાહન ચાલકોની હાલત દયનીય બની, ટાયર ફાટવાના કેસ વધ્યા

author img

By

Published : Jul 20, 2022, 7:55 PM IST

વલસાડઃ જિલ્લામાં 10 જુલાઈથી લઈને 17 જુલાઈ સુધીમાં મેઘરાજાએ (Heavy rain in Valsad )પોતાની ધુઆધાર બેટિંગ કરી છે. જેના કારણે અનેક જગ્યાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જોકે આ સમસ્યાના કારણે બાઈક ચાલકોને(tire blowout incident) મુશ્કેલી પડી હતી. પરંતુ વધુ મુશ્કેલી વરસાદ ગયા બાદ મોટર કાર ચાલકોને થઈ રહી છે.

વાહન ચાલક મુશ્કેલીમાં મુકાઈ જતા હોય - ભારે વરસાદના કારણે(Heavy rain in Gujarat) રોડ રસ્તા ધોવાઈ જવાને કારણે માર્ગમાં પડેલા ખાડામાં (Rain potholes on road )વાહનો પડતા ચાર ચકરી વાહનોના માલિકોને ગાડીના ટાયરો ફૂટવા કે સસ્પેન્શન તૂટી જવા જેવી ઘટનાઓ બની રહી છે. રોજિંદા વિવિધ ગેરેજોમાં આઠથી દસ જેટલી ગાડીઓ આવા કિસ્સાઓ લઈને પહોંચી રહી છે. જેમાં કેટલાક અંશે ગાડીઓને ઇન્સ્યોરન્સ હોવાથી લાભ મળે છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં વાહન ચાલકે પોતે જ ખર્ચ કરવાનો રહેતો હોય છે જેના કારણે વાહન ચાલક મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે.

ટાયર ફાટવાની ઘટના

મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ રજૂ કર્યું - વલસાડ જિલ્લામાં જુલાઈ માસમાં મેઘરાજાએ પોતાની મહેર વસાવી છે. જેને લઇને અનેક જગ્યાઓ પર ભારે વરસાદ નોંધાયો છે. 10 જુલાઈથી લઈને 17 જુલાઇની વચ્ચે વલસાડ જિલ્લામાં તેમજ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ રજૂ કર્યું હતું જેના કારણે વલસાડના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. આવા કિસ્સાઓમાં અનેક વાહનોને તેમજ વાહન ચાલકોને પણ નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. તેમાં વધુ પ્રમાણમાં ટુ-વ્હીલર તેમજ ફોર વીલર ચાલકોની હાલત હાલ દયનીય બની ચૂકી છે.

બાઈકો બંધ થવાના કિસ્સા વધુ જોવા મળ્યા - બાઈક ચાલકો મોટાભાગે નવી બાઈક લે તે સમયે પહેલા પ્રથમ બે વર્ષ ઇન્સ્યોરન્સ લેતા હોય છે. પરંતુ જેમ બાઈક જૂની થતી જાય તેમ મોટાભાગે વાહન ચાલકો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ જ લેતા હોય છે. જેથી ક્યારે પણ જો વાહનને ડેમેજ થાય તો તેવા કિસ્સામાં તેઓને વાહન રિપ્લેસમેન્ટ મળી શકે નહીં પરંતુ અકસ્માતના સમયે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સનો ઉપયોગ કરી શકાય એમ છે. આવા કિસ્સામાં ચોમાસા દરમિયાન બહુ જ જૂજ એવા કિસ્સા સામે આવ્યા છે કે જેમાં બાઈક ચાલકોને ઇન્સ્યોરન્સનો ક્લેમ કરવાની ફરજ પડી છે. મોટાભાગે વરસાદી પાણીમાંથી પસાર થતા બાઈક ચાલકોમાં વરસાદી પાણી ભરાઈ જતા બાઈકો બંધ થવાના કિસ્સા વધુ જોવા મળ્યા છે.

વલસાડથી ચારોટી સુધી નેશનલ હાઈવે પર મોટા ખાડા - જિલ્લામાં નોંધાયેલા ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. નેશનલ હાઈવે મુંબઈ અને અમદાવાદ તરફના વલસાડથી ચારોટી સુધીના રોડ પર ચોમાસામાં બાકી બચ્યો નથી. હાઇવે ઉપર અનેક જગ્યાઓ પર મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે પુરપાટ ઝડપે જતા વાહનો ખાડામાં પડવાને કારણે ટાયરો ફાટવા કે ટાયરોની રીંગ બેન્ડ થઈ જવી કે ટાયરો ફાટવાને કારણે અકસ્માત થવા જેવા કિસ્સાઓ દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે. જેના કારણે વાહન ચાલકોના ખિસ્સાનો ખર્ચ પણ વધી ગયો છે.

મધરાતે ટાયરો ફાટવાની ઘટના - ચોમાસા દરમિયાન હાઇવે પર પડેલા ખાડાઓને કારણે વાહન ચાલકોના ટાયર ફાટવા કે સસ્પેન્શન બેન્ડ થઈ જવાના કિસ્સા વધી રહ્યા છે. વલસાડ જિલ્લામાં જે આર મોટર નામની સર્વિસ સેન્ટર ચલાવતા અશોક ઠાકુરે જણાવ્યું કે છેલ્લા એક સપ્તાહથી તેમને ત્યાં અનેક મોટર કાર ચાલકો વીલ રીંગ બેન્ડ થવાના કિસ્સાઓ તેમજ સસ્પેન્શન તૂટી જવાના કિસ્સાઓ લઈને સમારકામ માટે આવી રહ્યા છે. એટલું જ નહીં મધરાતે પણ તેમને ટાયરો ફાટવાની ઘટના અંગે ગ્રાહકો ફોન કરીને મદદ માંગી રહ્યા છે જેનું મુખ્ય કારણ માર્ગ ઉપર પડેલા ખાડા હોવાનું તેઓ જણાવે છે.

આ પણ વાંચોઃ કારનું ટાયર ફાટતા અલગ-અલગ 3 ઝાડ સાથે અથડાઇ, 2ના મોત

મોટાભાગની ફોરવીલરમાં ટ્યુબલેસ ટાયર - તાજેતરના સમયમાં મોટાભાગની હાઈફાઈ કારમાં ટ્યુબલેસ ટાયર હોય છે. આ ટ્યુબલેસ ટાયરો હાઇવેના ખાડામાં પડતાની સાથે જ વીલ રીંગ બેન્ડ થઈ જતી હોય છે અને વીલ રીંગ બેન્ડ થવાને કારણે ટાયર ફાટે છે અને તેમાંથી હવા નીકળી જતી હોય છે. જેના કારણે વાહન એક તરફ ખેંચાઈ જાય છે અને અકસ્માત થવાની સંભાવના વધી જતી હોય છે. તો કેટલાક સ્થળે અકસ્માતના કિસ્સાઓ પણ સામે આવ્યા છે.

વાહન ચાલકોને અચાનક ખર્ચ - મોટી ગાડીઓ લઈને હાઇવે પર નીકળતા અનેક વાહન ચાલકો ટાયર ફાટવાની ઘટના કે સસ્પેન્શન તૂટી જવાની ઘટના બનતા અચાનક મોટો ખર્ચો આવી પડે છે. મોટાભાગે વાહન ચાલકોને ટાયર ફાટવાની ઘટના બનતા બ્રાન્ડેડ કંપની ટાયરો રિપ્લેસ કરવા માટે પણ સમય માંગી લેતી હોય છે. તો બીજી તરફ સસ્પેન્શન તૂટી જવાની ઘટનામાં ઇન્સ્યોરન્સ ક્લેમ પણ થતો નથી જેના કારણે તેનું સમારકામ કરાવવા માટે વાહન ચાલકે પોતે જ આ ખર્ચનું ભરણ પોતાના ખિસ્સા ઉપર નાખવું પડતું હોય છે. આમ ખાડા રાજમાં વાહન ચાલકોની હાલત હાલ દયનીય બની રહી છે.

આ પણ વાંચોઃ હવા ભરતી વખતે ટાયર ફાટ્યું અને એક વ્યકિતને મળ્યું મોત...

1200 રૂપિયાથી લઈને 50,000 સુધીના ટાયરો - એક સામાન્ય ટુ વહીલરના ટાયરો 1200 રૂપિયાથી શરૂ થઈને ટ્રકના ટાયરો કે બી એમ ડબ્લ્યુ જેવી કારના ટાયરો 50000 સુધીની કિંમતના મળે છે. એટલે કે જો માર્ગમાં અધવચ્ચે ટાયર ફાટે તો વાહન ચાલકને આકસ્મિક ખર્ચ આવી પડે એટલે કે ખિસ્સામાં 10000 હોય તો જ ફોર વ્હીલર લઈ હાઇવે પર નીકળવું નહી તો ક્યારે ક્યાં કેવો ખર્ચ આવી પડે એ કોઈ નક્કી નથી. હાઇવે ઓથોરિટી વરસાદમાં પડેલ ખાડા પુરાવે અને વાહન ચાલકોને થતા આકસ્મિક ખર્ચ માંથી ઉગારે એવી સમયની માંગ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.