ETV Bharat / state

દરેક કાર્યમાં પારદર્શિતા જેમનો મૂળ મંત્ર છે એવા ડો. રાજદીપસિંહ ઝાલાએ વલસાડ એસપી તરીકે ચાર્જ સંભાળ્યો - Superintendent of Police

વલસાડ ગૃહ વિભાગ દ્વરા હાલમાં જ 74 થી વધુ IPSની બદલી કરવામાં આવી હતી. જેમાં વલસાડ SP તરીકે અમદાવાદ સાયબર ક્રાઇમ વિભાગમાં ફરજ બજાવતા કર્મનિષ્ઠ અધિકારીની બદલી કરાઇ હતી.

ડો.રાજદીપસિંહ ઝાલાએ વલસાડ SP તરીકેનો ચાર્જ સંભાળીયો

author img

By

Published : Aug 7, 2020, 7:31 PM IST

વલસાડઃ ગૃહ વિભાગ દ્વારા હાલમાં જ 74 થી વધુ IPSની બદલી કરવામાં આવી હતી. જેમાં વલસાડ SP તરીકે અમદાવાદ સાયબર ક્રાઇમ વિભાગમાં ફરજ બજાવતા કર્મનિષ્ઠ અધિકારી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની બદલી કરાઇ હતી. શુક્રવારના રોજ વલસાડ પોલીસ અધિક્ષક તરીકેનો ચાર્જ તેમણે વિધિવત રીતે સંભાળી લીધો છે. તેમણે કહ્યું કે, દરેક કામમાં પારદર્શિતા રાખવીએ તેમનો મૂળ મંત્ર છે દરેક વ્યક્તિગત લોકોની સુરક્ષા તે પોલીસ વિભાગની કામગીરી છે.

વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકે શુક્રવારના રોજ અમદાવાદ સાયબર ક્રાઇમ વિભાગમાં ફરજ બજાવતા ડો. રાજદીપસિંહ ઝાલાએ વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. તેઓ સ્વભાવે સરળ સ્પષ્ટ વક્તા અને દરેક કામગીરીમાં પારદર્શીતાએ તેમનો મૂળ મંત્ર છે.

તેમણે કહ્યું કે, વલસાડ જિલ્લાની જનતાને સુરક્ષા આપવીએ પોલીસની કામગીરી છે. રાત્રી દરમિયાન પણ એક મહિલા નિર્ભયપણે કોઇપણ સ્થળે ફરી શકે, ત્યારે હું એમ માનું છું કે, જિલ્લામાં પોલીસની કામગીરી યોગ્ય રીતે કરી શકાય તે મહત્વનું છે કે ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ સાઇબર ક્રાઇમ અંગે આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક ડિપ્લોમાં ડિગ્રી મેળવી છે.

જેથી સાયબર ક્રાઈમના ગુનાઓ હવે વલસાડ જિલ્લામાં બનતા અટકશે અને બનેલા ગુનાઓનો ડિટેક્શન કરાશે મહત્વનું છે કે, ડોક્ટર રાજદીપસિંહ ઝાલા વાંચન પ્રિય છે અને તેઓને વાંચવાનો ખુબ જ શોખ છે તેઓ પોતાની સાથે પોતાનું આઇપેડ હમેશા સાથે રાખે છે અને જ્યારે પણ સમય મળે ત્યારે તેઓ પોતાને મનગમતો રસપ્રદ વિષય એટલે કે, સાયબર ક્રાઇમ અંગેના ગુનાઓનું વાંચન કે તેને લગતું સાહિત્યનું વાંચન કરતા રહે છે સાથે સાથે તેઓ પ્રકૃતિપ્રેમી પણ છે.

જેથી હવે આગામી દિવસમાં વલસાડ જિલ્લામાં ગુનેગારો અને ગુનાઓને અટકાવવા માટે કયા પ્રકારની કામગીરી કરવી તે માટેની વિશેષ રણનીતિ તૈયાર કરવામાં આવશે.

મહત્વનું છે કે, શુક્રવારના રોજ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ વિધિવત કાર્યભાર સંભાળતા અને પોલીસ અધિકારીઓ રાજકીય નેતાઓ સહિત અનેક વલસાડના અગ્રણીઓએ તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.