- કોરોનાને કારણે ધરમપૂરએ પોતાના ડોક્ટરને ગુમાવ્યા
- છેલ્લા 44 વર્ષથી આપી રહ્યા હતા ધરમપુર ખાતે સેવા
- અનેક સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે પણ આપી સેવા
ધરમપુર: તાલુકા મૂળ કોસમકુવા ગામના વતની બાબુભાઈ ચતુરભાઈ પટેલનું ટૂંકી માંદગી દરમિયાન નિધન થતાં સમગ્ર ધરમપુર તાલુકામાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી. બાબુભાઈના ઘરમાં આર્થિક પરિસ્થિતી સારી નહોવા છતા તેમના પિતાએ તેમને તબીબનો અભ્યાશ કરાવ્યો હતો.
એક દિવસમાં 450 જેટલા દર્દીઓને તપાસતા હતા
1977માં તેમણે ધરમપુરમાં પોતાના ક્લિનિકનો પ્રારંભ કર્યો હતો અને આસપાસના અનેક લોકો ધીરે ધીરે તેમના ક્લિનિક ઉપર આવતા થયા હતા ધરમપુર તાલુકા વિસ્તારમાં તબીબ તરીકે ખ્યાતનામ પામેલા બાબુભાઈ શરૂઆતથી જ દર્દીઓ પાસેથી નજીવી ફી લઇ તેમજ કેટલાક દર્દીઓને સ્થિતિ જોઈ બાંધ છોડ કરી દેતા તેમજ એક જ દિવસમાં 450જેટલા દર્દીઓને સારવાર આપવાનો પણ રેકોર્ડ ધરાવતા હતા.
આ પણ વાંચો : રાજકોટમાં તબીબ પત્ની કોરોનાગ્રસ્ત થયા બાદ પણ ડોક્ટર હોસ્પિટલમાં નિભાવી રહ્યા છે ફરજ
સમાજ સેવા અને વિવિધ સંસ્થા સાથે જોડાયેલા હતા
શૈક્ષણિક ક્ષેત્રે પણ અગ્રેસર રહી દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળનાં ઉપપ્રમુખ તેમજ રાધા સ્કૂલના ટ્રસ્ટી તરીકે પણ તેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું.આમ બાબુભાઈ ઘરની સામાજિક પ્રસંગો ની પણ જવાબદારી પોતાના શિરે લઇ નિભાવી હતી તેમ જ ધોળીયા સમાજના ઉપપ્રમુખ વલસાડ ધોડિયા સમાજ ભવન માં સિંહ ફાળો રહ્યો હતો
ધરમપુર વિસ્તારમાં તેઓ વ્યક્તિ વિશેષ તરીકે જાણીતા હતા
અક્રોધ, ત્યાગ વૃત્તિ ,નીડરતા,અલોભ, ઉદારતા અને દાનવીર ગુણ તેમના સ્મિત ચહેરા ઉપર છલકાતા હતા સત્યના આગ્રહી એવા અને લાખોમાં એકાદ વ્યક્તિ જ ભગવાનના માણસ તરીકે સજ્જન પુરુષ એવા ડોક્ટર બાબુભાઈ ની ખોટ ધરમપુર તાલુકામાં ને પડશે.