ETV Bharat / state

વાપીમાં અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા 700 પરિવારોને અનાજ કીટનું વિતરણ - latest news of vapi

વાપીના વિવિધ સ્લમ વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના મહામારી દરમિયાન સેવાની સરવાણી વહાવનાર બિહાર વેલફેર એસોસિયેશન અને અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા ફરીવાર 700 જેટલા ગરીબ, વિધવા વિકલાંગ પરિવારોમાં અનાજની કીટ આપવામાં આવી હતી.

valsad
valsad
author img

By

Published : Sep 23, 2020, 12:43 PM IST

વાપીઃ વાપીમાં કોરોના મહામારીમાં અનેક ગરીબ પરિવારોના ધંધા-રોજગાર ઠપ્પ થયા છે. ત્યારે આવા પરિવારોને મદદરૂપ થવા માટે બિહાર વેલફેર એસોસિયેશન અને અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વાપીમાં ભડકમોરા, ગીતાનગર, ચણોદ, છીરી સહિતના વિસ્તારોમાં ગરીબ પરિવારોને બે ટંકનું ભોજન મળી રહે તે માટેનો આ પ્રયાસ હોવાનું સંસ્થાના આગેવાનોએ જણાવ્યું હતું.

વાપીમાં અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા 700 પરિવારોને અનાજ કીટનું વિતરણ
વધુમાં આ અંગે બિહાર વેલ્ફેર એસોસિયેશનના પ્રમુખ વિપુલસિંઘ અને અક્ષય પાત્ર ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ યોગેશ રોહિતે જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન ગરીબ પરિવારોને ભોજન અને રાશન કીટ પૂરી પાડી હતી. જે બાદ હાલમાં એક બીજી સંસ્થાની મદદથી વિકલાંગ વિધવા અને નિસહાય લોકોને મદદરૂપ થવા આયોજન હાથ ધરાયું છે. જેમાં પ્રથમ દિવસે 700 જેટલી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા ગુજરાત અને સંઘપ્રદેશ સેલવાસમાં સરકાર સાથે મળી કોરોના મહામારી દરમિયાન એક કરોડથી વધુ લોકોને ભોજન અને અનાજ પૂરું પાડ્યું છે. ત્યારે હવે સેલવાસ ઉપરાંત વાપીના સ્લમ વિસ્તારમાં રહેતા ગરીબ, વિકલાંગ, વિધવા અને નિસહાય લોકોને ઉપયોગી સામગ્રી આપી બિહાર વેલ્ફેર એસોસિએશન જેવી સંસ્થાઓના સહકારથી મદદરૂપ થઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.