વાપી નગરપાલિકા દ્વારા પાલિકા કચેરી ખાતે રાજ્યભરમાં સ્વચ્છતા જાગૃતિ માટે ફરી રહેલ સ્વચ્છતા રથનું સ્વાગત કરી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. તો, આ પ્રસંગે નગરપાલિકા દ્વારા શહેરીજનોને ફ્રી ડસ્ટબીન વિતરણ કરાયા હતાં.
નગરપાલિકા ખાતે યોજાયેલ સ્વચ્છતા સર્વેક્ષણ 2020 અને ફ્રી ડસ્ટબીન કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં પાલિકાના સભ્યો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાએ વેસ્ટ ટાયરમાંથી બનાવેલી ઉપયોગી ચીજ વસ્તુઓનું પ્રદર્શન રાખ્યું હોય તમામે આ પ્રદર્શનને નિહાળ્યું હતું. આ સાથે સ્વચ્છતા સર્વેક્ષણના બલૂનને હવામાં તરતો મુક્યો હતો.