વલસાડ: દેશમાં કોવિડ-19 મહામારીને લઈને લોકોની સુખાકારી તેમજ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ અને સામાજિક કાર્યકર મંયકભાઈના પ્રયાસથી પારડી તાલુકાના ખેરલાવ ગામ તથા વિવિધ વિસ્તારોમાં જ્યાં કોવિડ-19ની મહામારી ચાલી રહી છે તેવા વિસ્તારમાં લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે એ માટે આયુર્વેદિક ગોળીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
કોરોના સામે રક્ષણ મળી રહે એ હેતુથી તરમાલીયા ગામના ડૉ. પ્રતિકભાઈ પટેલ તેમજ જનસેવા ગ્રુપ તરમાલીયા દ્વારા ભારે જહેમત ઉઠાવી ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા સુચિત કરવામાં આવેલ સંસમવટીની ગોળી જાતે તૈયાર કરી તેમજ નિરામય આયુર્વેદ હોસ્પિટલ સુરતના વૈદ્યરત્નમ ડોક્ટર સંદીપ પટેલ દ્વારા બનાવેલ રોગ પ્રતિકારક શક્તિ વર્ધક દરેક પ્રકારના વાઇરલ ઇન્ફેક્શન સામે રક્ષણ આપનાર કોરોવીલ ટેબલેટ કે જે વિશ્વના 112 દેશમાં જોટા હેલ્થ કેર દ્વારા જઈ રહી છે. જે વધુમાં વધુ લોકોને આ કોરોવીલ ટેબલેટ પહોંચે, રોગ પ્રતિકારક શક્તિ વધે અને મહામારી ફેલાઇ નહી. તે પહેલાથી જ એ દિશામાં કામગીરી કરી, વિનામૂલ્યે સેવા પહોંચાડી ખુબ જ મહત્વનું યોગદાન પુરું પાડયું હતું.
નોંધનીય છે કે, કોવિડ 19ની મહામારીએ અનેક લોકોના જીવ લીધા છે. ત્યારે હવે સ્થાનિક કક્ષાના આયુર્વેદિક તબીબો પણ જનહિત માટે તેમણે બનાવેલી દવાઓનું વિતરણ કરી પોતાની સામાજિક દાયિત્વ નિભાવી રહ્યા છે.