વલસાડઃ કોવિડ-19ની મહામારી વચ્ચે આર્થિક રીતે મુશ્કેલીમાં સંકળાયેલા વેપારીઓ, નાના દુકાનદારોને આર્થિક રીતે પગભર કરવા ગુજરાત સરકારની મહત્વકાંક્ષી આત્મર્નિભર લોન યોજના બહાર પાડવામાં આવી હતી. જેમાં 1 લાખ સુધીની લોન આપવામાં આવશે.
પારડીમાં આત્મનિર્ભર લોન યોજના ફોર્મ વિતરણ શરૂ
- માત્ર બે દિવસમાં 472 ફોર્મનું વિતરણ
- આત્મનિર્ભર સહાય યોજના-2માં રૂપિયા 2.50 લાખની લોન
- 2.50 લાખની લોન યોજનામાં ગ્રાહકે 4 ટકા ભરવાના રહશે અને સરકાર 4 ટકા વ્યાજ ચુકવશે
રાજ્ય સરકાર દ્વારા નવી આત્મનિર્ભર સહાય યોજના-2માં રૂપિયા 2.50 લાખની લોન સરકાર અને RBI ગાઇડલાઇન મુજબ ભીલાડવાળા બેંકના ડિરેકટરોએ બોર્ડની મિટિંગમાં નક્કી કરેલ નિયમ મુજબ આત્મનિર્ભર લોનના બે દિવસ બુધવાર અને ગુરુવારમાં 472 ફોર્મ સભાસદો લઇ ગયા છે. લોન મળવાપાત્ર બેંકના સભાસદો તેમજ સરકારની ગાઇડલાઇન મુજબ બોર્ડની મિટિંગમાં આપવાનું નક્કી કરવામાં આવશે. જેનો વ્યાજ દર 8 ટકા રહેશે, જે અંતર્ગત સરકારની 1 લાખની લોન યોજનામાં લોન ધિરાણ કરનાર વ્યક્તિએ 2 ટકા વ્યાજ ભરવાનું રહશે. જયારે 6 ટકા સરકાર દ્વારા આપવામાં આવશે.
સરકારની નવી રૂપિયા 2.50 લાખની લોન યોજનામાં ગ્રાહકે 4 ટકા ભરવાના રહશે અને સરકાર 4 ટકા વ્યાજ ચુકવશે. લોન ધિરાણ માટે અરજદારે ધંધાનો પુરાવો, ત્રણ વર્ષના આઇટી રિટર્ન્સ તથા જામીનોના 1 વર્ષના આઇટી રિટર્ન્સ, અરજદારની હાલની ચાલુ લોન મુદતવતી હોવી જોઈએ, સભાસદ હોવો જરૂરી અને બેઝિક ડોક્યુમેન્ટ સાથે બેંકના નિયમોનું પાલન કરવાનું રહેશે. લોનનો લાભ લેનારે પ્રથમ 7 મહિના દરમિયાન હપ્તો ભરવાનો નથી. આ લોન 36 મહિનામાં ભરપાઈ કરવાની રહેશે તેમજ બેંકના બોર્ડ સભાસદોના હિત માટે નિયમો યોગ્ય બનાવવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, લોન લેનાર વ્યક્તિ પાસે બેંક રિકવરી પણ કરી શકશે, જેના તમામ દસ્તાવેજો લઇને યોગ્ય અરજદાર નિયમમાં આવતા હોય તેઓને લોન આપવામાં આવશે તેવું બેંકના ચેરમેન શરદભાઈ દેસાઈએ જણાવ્યું હતું.