ETV Bharat / state

ધરમપુર ST ડેપોને નડ્યો કોરોના, 55 માંથી માત્ર 18 રૂટ શરૂ, આવકને પહોંચી અસર - ધરમપુર ન્યૂઝ

સમગ્ર ગુજરાત કોરોનાની મહામારીમાં અનેક લોકો હોમાઈ ચુક્યા છે, ત્યારે વલસાડ પણ એમાંથી બાકી નથી. આવા સમયે ધરમપુર તાલુકાના ગામોમાં અત્યાર સુધી 287 કોરોના કેસ નોંધાઈ ચુક્યા છે. અંતરિયાળ ગામો આવાગમન કરતા લોકો માટે ST એક માત્ર પ્રવાસનું સાધન છે, પરંતુ હાલ સંક્ર્મણને જોતા ગ્રામીણ કક્ષાના લોકો બજારમાં આવી રહ્યા નથી. જેના કારણે ધરમપુર ST ડેપોની ચાલતા 55 રૂટો પૈકી હાલ માત્ર 18 રૂટ દોડાવવામાં આવી રહ્યા છે.

ધરમપુર ST ડેપોને નડ્યો કોરોના, 55 માંથી માત્ર 18 રૂટ શરૂ, આવકને પહોંચી અસર

author img

By

Published : May 3, 2021, 8:05 PM IST

  • આદિવાસી વિસ્તારના લોકો સંક્ર્મણ અટકાવવા શહેરી વિસ્તારમાં જાવાનું ટાળી રહ્યા છે
  • અંતરિયાળ ગામોમાં દોડતી બસોમાં પ્રવાસી નહીં આવતાં બસના રૂટો બંધ કરવાની પડી ફરજ
  • 55 રૂટ પૈકી હાલ માત્ર 18 રૂટો શરૂ હોવાથી આવક ઉપર સીધી અસર
    ધરમપુર ST ડેપો
    ધરમપુર ST ડેપો

વલસાડઃ ગ્રામ્ય વિસ્તાર સાથે સંકળાયેલા ધરમપુર તાલુકાના ST ડેપોમાં વર્તમાન સમયમાં કોવિડ 19 મહામારીને ધ્યાનમાં લઇ કુલ 55 રુટો પૈકી માત્ર 18 રુટો જ શરૂ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. ધરમપુર તાલુકા વિસ્તારના જુદા જુદા ગામડાઓ મળી ST ડેપો દ્વારા કુલ 55 રૂટો કાર્યરત હતા. જેમાં ગત 1 મહિનાથી કોવિડ -19 મહામારીએ ધરમપુર નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં તીવ્ર ગતિ પકડતાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોથી મહામારીને ધ્યાને લઇ ગ્રામવાસીઓ ઘરે જવાનું મુનાસીબ સમજી ધરમપુર શહેરમાં આવવાનું ટાળતાં ધરમપુર STને બિનજરૂરિયાત રૂટો બંધ કરવાની નોબત થઇ છે.

ધરમપુર ST ડેપો
ધરમપુર ST ડેપો

આ પણ વાંચોઃ બારડોલી STને કોરોનાનું ગ્રહણ, પ્રવાસી નહીં મળતા 25 શેડ્યૂલ રદ્દ કરાયા

માત્ર 18 રૂટ કાર્યરત હોવાથી STની આવકમાં ઘટાડો

આ અંગે ડેપો મેનેજર જયદીપ મહલાએ જણાવ્યું કે, ST ડેપોના કુલ 55 રૂટ છે. જેની આવક પાંચથી સાડા પાંચ લાખ હતી. ત્યારબાદ 25 રૂટ પર આવી જતા 1.5 લાખની આવક હતી. હાલમાં માત્ર 18 રૂટ કાર્યરત હોવાથી STની રોજિંદી આવક ઘટીને એક લાખ થઇ છે. વધુમાં તેમણે જણાવ્યું કે, હાલ મુખ્ય રૂટો પૈકી ધરમપુર- | વલસાડ , ધરમપુર- વાપી , ધરમપુર - વાંસદા તેમજ આજુબાજુના કેટલાક ગામડાઓમાં બસો દોડાવવામાં આવી રહી છે.

ધરમપુર તાલુકામાં 285 કોરોના કેસ નોંધાયા છે અને હાલ 136 એક્ટિવ કેસ

ધરમપુર શહેરમાં અનેક લોકો સંક્ર્મણનો ભોગ બની રહ્યા છે. આ સાથે ધરમપુર તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 285 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે, જયારે 136 કેસ હાલમાં એક્ટિવ છે. તો 113 લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે 9 લોકોના મોત થયાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.