ETV Bharat / state

નદીમાં ઘોડાપુર આવતા 20 ગામનો વાહનવ્યવહાર ખોરવાયો,બ્રીજ બન્ને છેડેથી ધોવાયો - વલસાડ નદી પૂર

સમગ્ર ગુજરાતમાં મેધકૃપા (Monsoon in Gujarat 2022) થઈ રહી છે. એવામાં દક્ષિણ ગુજરાતમાં વહેતી ઔરંગાનદી (Auranga River Valsad) ભયજનક સપાટી પાર કરીને વહી રહી છે. જેના કારણે પોલીસ તંત્રએ નીચાણવાળા વિસ્તારને ખાલી કરાવવા માટે પગલાં ભર્યા છે. જ્યારે લોકોએ પણ પાણીથી પોતાનો સામાન બચાવવા માટે સલામત સ્થળે ખસેડવાનું શરૂ કર્યું છે.

માનનદીમાં ઘોડાપુર આવતા બ્રિજ ધોવાયો વાહન વ્યવહાર ઠપ્પ

author img

By

Published : Jul 10, 2022, 4:15 PM IST

વલસાડઃ ધરમપુરના બામટી અને નાની ઢોલ ડુંગરી ગામ વચ્ચેથી વહેતી માન નદીમાં ઘોડાપૂર આવતા નેચરવાળા બ્રિજ ઉપરથી વરસાદી (Flood Situation in Valsad) પાણી ફરી વળ્યું હતું. બ્રીજ ઉપરથી 10 ફૂટ ઉપરથી નદીનું પાણી વહી રહ્યું છે. જેના પગલે બ્રીજનો એક તરફનો ભાગ ધોવાઈ (Bridge Flash out) ગયો છે. જેની સીધી અસર વાહન વ્યવહારને (Transportation Affected) થઈ રહી છે. વાહનવ્યવહારની અસરને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બામટી અને નાની ઢોલ ડુંગરી વચ્ચે વહેતી માન નદીનો બ્રીજ ધોવાતા તંત્રના ગુણવત્તા યુક્ત કામની પોલ ખુલી ગઈ છે.

નદીમાં ઘોડાપુર આવતા 20 ગામનો વાહનવ્યવહાર ખોરવાયો,બ્રીજ બન્ને છેડેથી ધોવાયો

આ પણ વાંચોઃ Diversion Please: કોઝવે ઓવરફલો થતા વાહન વ્યવહાર ઠપ

35થી વધારે ગામને અસરઃ ધરમપુરના 35થી વધુ ગામ જે બ્રીજનો ઉપયોગ કરે છે તે બામટી અને નાનીઢોલ ડુંગરી વચ્ચેનો બ્રીજ વરસાદી પાણીમાં ધોવાયો છે. જેના પર નદીનું પ્રચંડ વેગવાળુ પાણી ફરી વળતા માત્ર નાળા જોવા મળ્યા હતા. જ્યારે વાહનવ્યવહાર ઠપ થઈ જતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. વહેલી સવારે નદીમાં પૂર આવતા બ્રીજ પરથી 15 ફૂટ જેટલું પાણી વહી ગયું હતું. ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુર જેવી સ્થિતિ જોવા મળી છે. બ્રીજ પર રહેલી લોખંડની રેલિંગ પાણીના પ્રચંડ પ્રવાહને કારણે તૂટી ગઈ હતી. જ્યારે બ્રીજ પર રહેલા લોઢાના પાઈપ પણ પાણીને કારણે તૂટી ગયા હતા.

આ પણ વાંચોઃ Amarnath Cloudburst : વડોદરાના વકીલો અમરનાથમાં વાદળ ફાટવાની ઘટનામાં ફસાયાં

સરપંચ દોડ્યાઃ આ સમગ્ર ઘટનાની જાણ થતા ગામના સરપંચ સહિત આગેવાનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. રવિવારે બપોર બાદ નદીનું પાણી ઓછું થતા જ બ્રીજની નાની ડોલ ડુંગરી તરફનો ભાગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો. બ્રીજનો એક તરફનો છેડો ધોવાઈ જતા સિમેન્ટના નાળા દેખાઈ રહ્યા હતા. સમગ્ર ઘટના બાબતે ગામના સરપંચ વિજયભાઈ પાનેરીયાને જાણકારી મળતા તેમણે વહીવટી તંત્ર વલસાડમાં જાણ કરી હતી. ગામ પાસે આવેલો બ્રીજ તૂટી જતા 20થી વધારે ગામના લોકો અવરજવરથી વંચિત થઈ ગયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.