વાપીઃ કોરોનાના 21 દિવસના લોકડાઉનમાં લોકો ઘરમાં જ રહેવા મજબૂર બન્યા છે. ત્યારે, પોલીસ, ડોકટર અને પેરામેડીકલ સ્ટાફની જેમ ગેસ એજન્સીના કામદારો હાલ ઘરઘર સિલિન્ડર પહોંચાડવાની પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ત્યારે કોરોના મહામારીનો ચેપ જો તમને લાગે તો તે બાદ તેમનો પરિવાર મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. આ દહેશતને ધ્યાનમાં રાખીને વિવિધ ગેસ એજન્સીઓમાં કામ કરતાં કર્મચારીઓએ પણ સરકાર પાસે માંગ કરી છે કે, જે રીતે સરકારે આરોગ્ય વિભાગના કર્મચારીઓ માટે આર્થિક પેકેજ જાહેર કર્યું છે. તેવી આર્થિક સહાય તેમને પણ આપવામાં આવે.
કોરોના ઇફેક્ટઃ ઘરે-ઘરે સિલિન્ડર પહોંચાડતા ગેસ કંપનીના કર્મચારીઓને આર્થિક સહાયની માગ - કોરોના વાઇરસ લેટેસ્ટ ન્યૂઝ
વિશ્વમાં કોરોનાના કહેર દરમિયાન પેટ્રોલ ડીઝલની માંગ ઘટી છે અને ઘરેલુ ગેસની માંગ વધી છે. ત્યારે દરરોજ હજારો લોકોને મળતા અને ઘરે-ઘરે સિલિન્ડર પહોંચાડતા ગેસ એજન્સીના કર્મચારીઓએ પણ સરકાર પાસે આર્થિક સહાયની અને આરોગ્ય તપાસણીની માંગ કરી છે.