વલસાડ: વલસાડના કુંડી ગામ (Kundi Village Valsad) ખાતે આવેલા તળાવમાં શનિવારે બપોરે ગામના જ 5 બાળકો તળાવમાં ન્હાવા પડ્યા (Death by drowning in Valsad) હતા. જે પૈકી 2 બાળકોને તરતા ન આવડતું હોવાથી સગીર બાળકોનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા તાત્કાલિક તળાવમાંથી ડૂબી રહેલા બંને સગીરોને બહાર કાઢી 108 મારફતે નજીકની PHC હોસ્પિટલ ખસેડ્યા હતા.
ખોડિયાર મંદિર પાસેના તળાવમાં ન્હાવા ગયા હતા- વલસાડ તાલુકાના કુંડી ગ્રામ પંચાયત (Kundi Gram Panchayat) કચેરી પાસે રહેતા સુરેશભાઈ મેસૂરિયાનો 13 વર્ષીય દીકરો મેહુલ અને તેનો પિતરાઈ ભાઈ દર્શન જિગ્નેશ મેસૂરિયા તેના મિત્રો સાથે કુંડી ગામ ખાતે આવેલા ખોડિયાર માતાજીના મંદિર પાસે આવેલા તળાવમાં ન્હાવા ગયા હતા.
આ પણ વાંચો: દમણના દરિયામાં ન્હાવા પડેલ 4 દીકરીઓ પાણીમાં ગરકાવ: ઉત્તરપ્રદેશના લખનઉનો પરિવાર પણ શોકમાં ગરકાવ
બંને બાળકોને તરતા નહોતું આવડતું- શનિવાર હોવાથી બપોરે બાળકો તળાવ કિનારે ઠંડકમાં રમવા તથા ન્હાવા આવતા હોય છે. મેહુલ અને તેના 5 મિત્રો તળાવમાં ન્હાવા પડ્યા હતા. જે પૈકી મેહુલ અને દર્શનને તરતા આવડતું ન હોવાથી તેઓ ડૂબી રહ્યા હતા. સાથી મિત્રોએ મેહુલ અને દર્શનને બચાવવાનો પ્રયાસ કરતા બંનેને ડૂબતા જોઇ તત્કાલિક સ્થાનિક લોકોને જાણ કરી હતી.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડેલા 10 વર્ષીય બાળકનું ડૂબી જવાથી મોત
સ્થાનિકોએ બાળકોને બહાર નીકાળ્યા- સ્થાનિક લોકોએ તાત્કાલિક તળાવમાં કૂદી બંને બાળકોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. 108ની ટીમ (108 Team Valsad)ની મદદથી બંને બાળકોને નજીકના PHC ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મેહુલ અને દર્શનને મૃત જાહેર કરાયા હતા. ઘટનાની જાણ ડુંગરી પોલીસની ટીમને થતા પોલીસે મૃતદેહનો કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.