વલસાડ: વાપીના દેસાઈ વાડ ખાતે આવેલા હનુમાન મંદિર ખાતે દર વર્ષ હનુમાન જયંતિની અને રામ નવમીની ઉજવણી ભારે ધામધૂમથી કરવામાં આવતી હતી અને આ બંને કાર્યક્રમ દરમિયાન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવતું હતું, પરંતુ આ વખતે કોરોના વાઈરસના મહારોગને નાથવા માટે રામજયંતિની ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે.

હાલમાં 21 દિવસના લોકડાઉન દરમિયાન વાપી પંથકમાં અન્ય પ્રાંતમાંથી આવી મજૂરી કામ કરતા તથા કેટલાંક રોજિંદાં મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવનારા લોકોને લોકડાઉન દરમિયાન પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાને લઈ વાપી હનુમાન મિત્ર મંડળ દ્વારા રોજેરોજ એક હજારથી વધુ એક પેકેટ બનાવી વાપીના દરેક સ્લમ વિસ્તારમાં તથા વાપીની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં લોકોને ખરેખર જરૂર છે, તેવા લોકોને તથા પરિવારને આ ફૂડ પૅકેટ વિતરણ કરવામાં આવી રહ્યા છે.
