ETV Bharat / state

વાપીમાં વધુ 2 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા, જિલ્લામાં કુલ આંક 54 પર પહોંચ્યો - વાપી કોરોના ન્યૂઝ

વાપીમાં કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. શનિવારે વધુ બે કેસ નોંધાયા હતા. સાથે જ જિલ્લામાં કુલ 54 કેસ કોરોના પોઝિટિવ થઇ ગયા છે.

વાપી
વાપી
author img

By

Published : Jun 13, 2020, 8:39 PM IST

વાપી : વલસાડ જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. એમા પણ વાપીમાં કોરોનાના કેસો વધતા ચિંતા ઘેરી બની છે.

ગુરુવારથી શનિવાર સુધીમાં વાપીમાં 4 કેસ નોંધાયા છે. જ્યારે એક દમણની કંપનીમાં કામ કરતા કર્મચારીનું રહેઠાણ વાપી હોય એ રીતે 3 દિવસમાં 5 કેસ સામે આવ્યા છે. જિલ્લાના કુલ 54 કેસમાં વાપી વિસ્તારના જ 38 કેસ નોંધાયા હોવાથી ફફડાટ ફેલાયો છે.

વાપી તાલુકાના ડુંગરા વિસ્તારમાંથી શનિવારે એક મહિલા અને એક પુરુષનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જે સાથે જ વાપીમાં કુલ 38 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યાં છે. ગુરુવારે છીરીમાં 38 વર્ષીય ફિઝિયોથેરાપિસ્ટ કોરોનાગ્રસ્ત થયા બાદ બીજા જ દિવસ શુક્રવારે વાપી ટાઉનમાં રહેતા રાજસ્થાની પરિવારના 60 વર્ષીય વૃધ્ધા કોરોના પોઝિટિવ નિકળતાં શહેરીજનોમાં ફફટાડ ફેલાયો હતો. તેવામાં દમણની મેકલોઈડ કંપનીમાં કામ કરતા અને વાપીમાં રહેતા કર્મચારીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા વાપી વિસ્તારમાં કુલ આંક 38 પર પહોંચ્યો છે.

અનલોક-1 ચાલુ કરવા સરકારે છૂટછાટો આપ્યા બાદ આંતરરાજ્ય અને આંતર જિલ્લામાંથી પ્રવેશ હળવો કરવામાં આવતાં મે સુધીમાં મુંબઇ, સુરત જેવા શહેરો તથા રાજ્ય બહાર ગયેલા પરત થતાં જિલ્લામાં સંક્રમણમાં આવેલા વ્યક્તિઓ કોરોનાની ઝપેટમાં ચઢ્યા હતા.

શુક્રવારે વાપી દેસાઇવાડ વિસ્તારમા એક એપાર્ટમેન્ટમાં રહેતા 60 વર્ષીય વૃધ્ધા કોરોના પોઝિટિવ નિકળ્યા હતા. જેમને કોવિડ-19 આઇસોલેશન વોર્ડમાં સારવાર માટે લઇ જવાયા હતા. વાપીના ફોર્ચ્યુન એપાર્ટમેન્ટ રહેતા રાજસ્થાની પરિવાર શહેરમાં ચણિયા ચોળી જેવા વસ્ત્રોની દૂકાન ચલાવે છે. જો કે, લોકડાઉનમાં દૂકાનો બંધ રહી હતી. હાલે પણ દૂકાન બંધ હોવાનું જાણવા મળે છે. 10 માળના એપાર્ટમેન્ટમાં કોરોનાના કેસ આવતાં લોકોમાં ડરનો માહોલ વધી રહ્યો છે.

દેસાઇવાડ નજીક આવેલા ફોર્ચ્યુન દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા વૃધ્ધા કોના સંપર્કમાં આવ્યા હતા તેની તપાસ હાથ ધરાઇ છે. કોઇ બહારની વ્યક્તિના સંક્રમણથી તેઓ સંક્રમિત થયા છે કે કેમ તેની પણ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરી રહી છે. ત્યારે શનિવારે ડુંગરા વિસ્તારમાં એક પુરુષ અને મહિલા પણ કોરોના પોઝિટિવ આવતા હવે તંત્રએ એ વિસ્તારને સિલ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.